________________
સદ 283 1984 bait ! btht <!#ENT!** *_*_*_* *_*_*_*_* *_*_*_*_*6.*****_*_*_* *_ ૯૬ * ૯ ૬૭૫ !!ic_* ! 4 86_on_ 18181 88 >78 *** x 188 1886
મ
વ્યાખ્યાનમાં પ્રથમ પંક્તિના બુદ્ધિમાનો કે વિદ્વાનો તે દિવસે પાંચ દશ ટકા માંડ આવતાં હોય છે. જ્યારે ૮૦ થી ૯૦ ટકા શ્રોતાઓ તો બીજી પંક્તિના એટલે ન્યૂન બુદ્ધિ-સમજણવાળા હોય છે. આ સંજોગોમાં વર્તમાનકાળના સર્વ સામાન્ય શ્રોતાઓ માટે અહીં આપેલો ગણધરવાદ, ઉપયોગી અને આકર્ષક બની રહે તેવો છે. વક્તા અને શ્રોતા બંને માટે રસપ્રદ, સમજવા- સમજાવવામાં પણ સુલભ બની રહે તેવો અને થોડા શ્રમથી સાધ્ય છે. ફક્ત શરત એટલી છે કે નવા વક્તાઓએ પાંચ-સાત વાર અનુકૂળ વિદ્યાગુરુ પાસે બરાબર સમજી લઈને, ચીવટથી ધારી લેવો જોઈએ. કુશળ અને ચતુરવક્તા તો વિવેકપૂર્ણ રીતે પ્રસ્તુત વાદને ઉપયોગમાં લઈ ખીલવી શકશે અને જમાવી શકશે.
૨. મહાવીર જન્મવાંચન વિવેચિકા :—
ભાદરવા સુદ એકમે સ્વપ્ના ઉતાર્યા બાદ જે જન્મવાંચનના પાઠનું વાંચન થાય છે, તે આખો પાઠ સૂત્ર-ટીકા અને તેના ગુજરાતી અર્થ સાથે આપ્યો છે. એના પ્રારંભમાં ભૂમિકા રૂપે શું કહેવું જરૂરી છે તે વિસ્તારથી આપ્યું છે. નવોદિત વક્તાઓ માટે દિશા સૂચન રૂપે આ
છે. બાકી જેને જે રીતે યોગ્ય લાગે તે રીતે બોલી શકે છે.
૩. કાઉસ્સગ્ગ (કાયોત્સર્ગ) પ્રભા :—
સાથે સાથે કાઉસ્સગ્ગના વિષય ઉપર પશુસણમાં હું જે જે બાબતો વર્ણવું છું તે અંગેની બધી નોંધ, અન્ય વ્યાખ્યાનોપયોગી વિગતો આપી છે. તે પણ સહુને ઘણી જ ગમશે અને મહત્વનો ખોરાક પૂરો પાડશે.
ક
ભૂલચૂક સુધારી લેવા અને જણાવવા વિનંતી છે.
જરૂર લાગશે તો આ પોથી હિન્દી ભાષામાં પ્રગટ કરાવશું અને વિજ્ઞાનધન ૦ ઉપર હું જે વાંચન કરૂં છું, તે વાદ પણ શક્ય હશે તો ભવિષ્યમાં પ્રગટ કરાવશું જેથી સામાન્ય અને વિશેષ બંને પ્રકારના શ્રોતાઓને લાભપ્રદ નીવડશે.
બીજી રીતે સહાયક બનનાર મુનિરાજ પં. શ્રી વાચસ્પતિવિજયજી, મુનિરાજશ્રી વિનયવિજયજી તથા મુનિશ્રી જયભદ્રવિજયજીને ધન્યવાદ આપવા રહ્યા. તે ઉપરાંત પાલિતાણા ભરત પ્રેસે લાગણી અને ખંતથી કામ કરી આપવા બદલ ધન્યવાદ આપવા રહ્યા.
તીર્થાધિરાજ, શાસનદેવો અને પૂજ્ય ગુરૂદેવોની કૃપાનું સંસ્મરણ કરી દીર્ધસ્વભાવી મારી પોતાની કલમને સ્થગિત કરૂં છું.
સં. ૨૦૩૬, સ ૧૯૮૦
સાહિત્યમંદિર, પાલીતાણા.
MO PU AU. J KAR L. Cm. [ ૫૨૪] * * *
精
234
**************** 232K