________________
જોતાં ઉપાધ્યાયજીની હોવાનો વધુ સંભવ માની પ્રકાશિત કરી છે.
૬. ન્યાયસિદ્ધાંત મંગરી શબ્ડની ટીા—આ કૃતિ પહેલી જ વાર પ્રગટ થાય છે. આ પ્રતિવિજય મોહનસૂરીશ્વર શાસ્ત્ર સંગ્રહની તથા અન્ય ભંડારની પણ હતી.
૭. તિવિનવૃત્ત્વ-નવ પાનાંની આ પ્રતિ એક જ મળી. કેટલાક શ્લોકો પણ અશુદ્ધ હતા. પ્રથમાદર્શ તરીકે પ્રથમ પ્રતિ પૂર્ણિમા ગચ્છના આચાર્યશ્રી મહિમાપ્રભસૂરિજીના શિષ્ય મુનિશ્રી ભાવરત્ને લખી છે, એવું પ્રતિના અન્ન ભાગમાં જણાવ્યું છે. આ જ આચાર્યે લખેલું ઉપાધ્યાયજીકૃત ગ્રન્થનામોનું એક પાનું મળ્યું છે તેમાં આ કૃતિને તિવિનચર્યા તરીકે ઓળખાવી છે. આ પ્રતિ જૈન સાહિત્ય મંદિર પાલીતાણાના પૂ. આચાર્યશ્રી વિજય મોહનસૂરીશ્વરજી શાસ્ર
સંગ્રહની છે.
આ પ્રકરણમાં બધા મળીને ૪૮૫ શ્લોક સંખ્યા છે. મેં આ કૃતિને ૨૦૨૯માં સંશોધિત કરી હતી. તે પછી તે પ્રેસકોપી સ્વ. જ્ઞાનવૃદ્ધ વિર્ય સામાચારી જ્ઞાનના ખાસ જ્ઞાતા, મારા પરમ ઉપકારી દાદાગુરુજીને મેં આગ્રહથી નજર કરી જવા ખાસ વિનંતી કરતાં તેઓશ્રી જોઈ ગયા હતા અને યોગ્ય સ્થળે સુધારા પણ સૂચવ્યા હતા.
૬. વિચારવિન્દુ-આ પ્રતિ, અન્તમાં લખેલી પ્રશસ્તિ મુજબ ઉપાધ્યાયજી મહારાજ વિદ્યમાન હતા ત્યારે લખાયેલી છે એટલે આ પ્રતિની ખાસ આ મહત્તા અને વિશેષતા છે. આ પ્રતિ સં. ૧૭૨૬માં લખાયેલી છે. આ પ્રતિ શ્રી મુક્તિકમલ મોહન જૈન જ્ઞાનમંદિરના શ્રી વિજય મોહનસૂરીશ્વર શાસ્ત્ર સંગ્રહની છે. આ પ્રતિનું સંશોધન ૨૦૧૭માં મેં કર્યું હતું.
પોતાના બનાવેલા ધર્મ પરીક્ષા નામના ગ્રંથના વાર્તિક એટલે પૂર્તિરૂપે લખાએલી આકૃતિ
છે.
૬. તેરાિનું સ્વરૂપ-આ જૂની ગુજરાતી ભાષાની રચના છે. આ પ્રતિ સાહિત્યમંદિરના સંગ્રહની હતી. તે સં. ૧૮૫૦માં લખાએલી છે. આ કૃતિના આદિ કે અન્તમાં ઉપાધ્યાયજીના નામનો ઉલ્લેખ નથી, ફક્ત મંગલાચરણ એમને સ્વીકારેલી પદ્ધતિ મુજબનું હોવાથી કૃતિ ઉપાધ્યાયજીની હશે એમ સમજીને આ ગ્રન્થ સંગ્રહમાં છેલ્લે છાપી છે. સ્વરૂપ રોચક, મજા, અને આનંદ આપે એવું છે.
આ રીતે પ્રતિઓનો પરિચય પૂરો થયો.
[ ૫૨૧ ]