________________
જૈન સાધુઓની દેશકાળને ઓળખીને સમય સાથે તાલ મિલાવવાની યુગલક્ષી ઉદાત્ત માવનાના પરિણામે ત્યાગ, વૈરાગ્યના પાયા ઉપર ઉભેલા જૈનધર્મમાં પણ અજોડ વિષયો ઉપર જૈનાચાર્યો-મુનિઓએ વિશાળ સર્જન કર્યું. અનેક વિષયોના ખેતરો ખેડી નાંખ્યા અને પરિણામે જૈન સમાજને મહાન સંસ્કૃતિનો મહાન વારસો મળ્યો. જેના લીધે દેશમાં આજે જૈનસમાજ પોતાની આ વિશાળ જ્ઞાન-સાહિત્ય સમૃદ્ધિનાં કારણે ઉન્નત મસ્તકે જીવન જીવી રહ્યો છે. અને છેલ્લાં પચીસ વર્ષમાં દેશ-પરદેશમાં પણ સંશોધન ક્ષેત્રે, જૈનતત્વજ્ઞાને અને જૈનગ્રન્થોએ વિદ્વાનોમાં ભારે ઉત્સાહ અને આતુરતા જગાડી દીધી છે.
જન-માનસ વિવિધ સંસ્કારોથી સભર છે અનેક કોમ્પ્યુટરને શરમાવી શકે તેવા અગાધ, વિશાળ, વ્યાપક અને વિવિધ ખ્યાલો ધરાવતાં મગજને નાના નહિ પણ વિશાળ વિચારો, નાની કલ્પના નહીં પણ વિશાળ કલ્પનાઓ વધુ આકર્ષી શકે છે. આ અતિજ્ઞાનીઓ-બુદ્ધિશાળીઓ માટેની જાણીતી સમજી શકાય તેવી બાબત છે. નાની આકૃતિ કરતાં મોટી આકૃતિ (આઈ લેવલથી મોટી) વધુ ધ્યાન ખેંચે છે, એ માનવ ચક્ષુ અને મનનું સાદું ગણિત છે. અલ્પતા કરતાં (સારી બાબતોની) વિશાળતા કોને ન ગમે?
આવા માનસિક કારણે એક નામ કરતાં અનેક નામથી, અનેક કરતાં દશ નામથી, દશ કરતાં જ્યારે વધુ આનંદ અનુભવ્યો એટલે મન આગળ વધે. દશમાં વધુ આનંદ આવ્યો તો સોમાં તો આનંદની છોળો ઉડશે. આવી કોઈ પુણ્યભાવનામાંથી શતકોની રચના થઈ. પછી એ અંગેનો ઉત્સાહ લક્ષ્મણરેખા ઓળંગી જતાં જીવડો સીધો કુદકો મારી હજાર, વાસ્તવિક રીતે તો ૧૦૦૮ નામની રચના ઉપર પહોંચ્યો અને એ ઇચ્છાને સંતોષવા ભગવાનને વિવિધરૂપે કલ્પવા માંડ્યા. વિવિધ ગુણોથી અલંકૃત કરવા પડ્યા. બુદ્ધિને ઉંડી કામે લગાડી મંથન કર્યું. યેનકેન પ્રકારે અનેક સાન્વર્થક નામો બનાવી (છન્દને અનુકૂળ રહીને) સહસ્રનામની ભવ્ય કૃતિને જન્મ આપ્યો, કહો કે જન્મ મળ્યો.
ઉપર જે કહ્યું તે માનવ સ્વભાવને અનુલક્ષીને કહ્યું, પણ એ કરતાંય વધુ વાસ્તવિક કારણ એ સમજાય છે કે મન્ત્રશાસ્ત્રનો એક સર્વ સામાન્ય નિયમ–ધોરણ એવું છે કે કાર્યની સફળતા માટે કોઈ પણ મન્ત્રનો જાપ ઓછામાં ઓછો એક હજારનો રોજ થવો જ જોઈએ તો જ તેની ફલશ્રુતિનાં કંઈકે દર્શન થાય, હજારનો જાપ રોજ થતો જાય તો લાંબા ગાળે જાપકને અભૂતપૂર્વ શકિતનો સંચાર, દર્શન અને રહસ્યોનો કંઇક અનુભવ થયા વિના રહે નહિ, પણ આના કરતાંએ વધુ વાસ્તવિક એ લાગે છે કે ભગવાનના શારીરિક લક્ષણોની સંખ્યા ૧૦૦૮ છે. આવા અંકને લક્ષ્યમાં રાખી ભગવાનના ગુણનિષ્પન્ન ૧૦૦૮ નામોની સ્તવના કરવાનું કદાચ બન્યું હોય!
૧.
ર.
જુઓ, શિલ્પમાં શું થયું કે ભગવાન શ્રી પાર્શ્વની મૂર્તિમાં પાંચ, સાત, કે નવ ણાથી સંતોષ ન થયો, એટલે સીધા વધીને સહસ્ત્રફણા એટલે એક હજાર સર્પમુખના ઢાંકણવાળી મૂર્તિઓનું નિર્માણ થવા પામ્યું. એવું અહીં વિચારી શકાય.
જુઓ મહા. પુ. પર્વ. ૨૫, શ્લોક ૯૯.
* [૪૮૬] *****