________________
સિદ્ધસહસ્રની પ્રસ્તાવના
સિદ્ધકોશ અથવા સિદ્ધસહસ્રનામ પ્રકરણ આ બે નામથી પરિચાયક આ લધ્વીકૃતિ અંગે જે કંઈ કયિતવ્ય હતું તે બહુધા ધર્મસ્નેહી શ્રી અમૃતલાલભાઈએ લખી નાંખ્યું છે. અને તે આ જ ગ્રન્થમાં મુદ્રિત કરી પ્રગટ કર્યું છે. જે આ જ પુસ્તકના પ્રારંભના પેજ ૩૬થી વાંચી લેવું, જેથી કૃતિનો વિસ્તૃત પરિચય મલી જશે. જે શેષ મારે કહેવાનું છે તે અહીં જણાવું છું.
ભારતમાં સહસ્ત્રનામો દ્વારા કોઈ પણ ઇષ્ટ દેવ-દેવીનાં વિવિધનામો દ્વારા ગુણોત્કીર્તન નામ સ્તવન-સ્તુતિ કરવાની પરંપરા 'જુગજુગ પુરાણી છે. સહુથી પ્રથમ અજૈનોએ સહસ્ત્ર નામો દ્વારા આવી સ્તુતિ રચનાઓ કરી. તે પછી બૌદ્ધ-જૈનોએ પણ કરી. જૈનદર્શનમાં પણ આ પરંપરા અર્વાચીન નથી, પ્રાચીન માત્ર નથી, પણ અતિ પ્રાચીન-પુરાણી પ્રથા છે.
ઉપલબ્ધ કૃતિના આધારે કહીએ તો જૈનસંઘમાં ચોથી શતાબ્દીથી જિનસહસ્ર નામની કૃતિ મળી આવવાથી ૧૬૦૦ વર્ષ પહેલાં આ હતી તે પુરવાર થાય છે. પણ આ પહેલાં આવી કોઈ કૃતિ રચાણી હશે ખરી? એ પ્રશ્નાર્થક રહે છે. આ કૃતિ દિગમ્બરીય છે.
આવી રચના શુષ્ક લાગતી હોય છે એટલે આ દિશામાં અત્યલ્પ વ્યકિતઓએ કલમ ચલાવી છે. પ્રાપ્ત સાધનોથી અનુમાન કરી શકાય કે ચોથી શતાબ્દીથી બે હજારની શતાબ્દી સુધીમાં જૈન સમાજમાં સહસ્રનામથી અંકિત કૃતિઓ પંદરેકથી વધુ તો નહિ જ હોય.
આ વિષય જ એવો છે કે જેમાં માત્ર નામોની જ રચના હોય છે. એમાં બીજું કંઈ કથિતવ્ય હોતું નથી. જો કે નામો રચવાનું પણ કાર્ય સહેલું નથી. એમાંએ કાર્ય કારણ ભાવની વ્યવસ્થિત તત્વવ્યવસ્થા જે દર્શનમાં હોય ત્યાં શબ્દો નક્કી કરવા માટે ખૂબ જ પ્રતિભા અને સાવધાની માગી લે તેવી બાબત છે. છતાંય એકંદરે બીજા વિષયોનું જે ખેડાણ થયું છે એની સરખામણીમાં આ દિશાનો પ્રયાસ નાનો કહી શકાય, આ એક શોખની-રસની બાબત છે. અનિવાર્ય જરૂરિયાતની બાબત નથી. છતાંએ હિન્દુ પરંપરા કે વૈદિક ક્ષેત્રમાં સ્પર્શાએલા ક્ષેત્રો જૈનીક્ષેત્રમાં અગ્રેસ્પા રહે, આ ક્ષેત્રોમાં જૈનોની દેણ ન હોય તે એક સ્વતંત્ર સંસ્કૃતિ ધરાવતા જૈનસંઘ માટે સમુચિત ન હોવાથી જૈનમુનિઓએ કરેલો આ પ્રયાસ ખરેખર જૈનસંઘ માટે અતિ અગત્યનો અને ઉપકારક ગણી શકાય તેવો છે.
1. ઋગ્વેદ જેટલી પ્રાચીન તો ખરી જ
. સહસ્ત્ર રચનાની અદ્વૈતાનો વાદી ઘણી લાંબી હોવાથી નમૂનારૂપે જ થોડાં નામોનાં અહી નિર્દેશ કરૂં છું. ૧. વિસક, ગોપાલસહસ્ર, ગણેશ, દત્તાત્રેય, સૂર્યન'રાયણ, પુરૂષોતમ વગેરેના સહસ્રનામો રચાયાં છે. દેવીમાં લક્ષ્મી, રેણુક, પદ્માવતીનાં પણ સહસ્રનામો રચાયાં છે.
ૐ,
'જિન' શબ્દનો અથ જીતે તે જિન. આટલાથી અર્થ તૃપ્તિ થતી નથી. અર્થ સાકાંક્ષ રહે છે એટલે પ્રશ્ન થાય કે કોને નેિ? તો આત્માના રાગદ્વેષરૂપી શત્રુને. આ જીતાઈ જાય એટલે આત્મા વીતરાગ બની જાય. જિનહીતર એક જ અર્થના વાચક છે. વીતરાગ થયા એટલે સર્વત્ર સમભાવવાળા બન્યા એટલે જ સર્વગુણસંપન્ન બન્યા.
[ ૪૮૫] *