________________
********
*******
દૂર છે એવો જોરદાર ખ્યાલ મન પર હોવાથી જપ મન્ત્રમાં કે યન્ત્રમાં તે ન જ હોય એવું માની લેવાય છે પણ તે બરાબર નથી.
વળી 7મો ગર્વનાને ટોમે હૈં સ્વાર્થી । આ સિદ્ધાન્તને આશ્રીને કરેલું વિધાન એ વૈકલ્પિક વિધાન છે એવો યથાર્થ ખ્યાલ આવશે ત્યારે નવ ખાનાનાં નવપદોમાં સ્વાહા શબ્દના કરેલા ઉપયોગ માટે સંદેહને સ્થાન નહીં રહે.
બીજા વલય અંગે
યન્ત્રના બીજા વલયના કમલાકાર આઠ ખાનામાં કે આઠ પાંદડાંમાં ૧૬ સ્વરો અને વ્યંજનો લખવામાં આવ્યા છે. જૈન અને અજૈન અનેક યન્ત્રોમાં ચોખ્ખા માત્ર સ્વરો અને વ્યંજનો લખવાનો આમ્નાય મંત્ર-તંત્રના ક્ષેત્રમાં સુપ્રસિદ્ધ છે. એની પાછળ એક રહસ્ય છે. આ સ્વર અને વ્યંજનો સિવાય એ ખાનામાં બીજી રીતે કંઇ પણ લખવાનું હોય જ નહિ, આ એક મર્યાદા છે અને યન્ત્રનો આલેખન આમ્નાય જણાવનાર સિરિવાલકહામાં પણ માત્ર વર્ણો જ લખવાનો આદેશ છે. પરંતુ શ્રી ધુરંધરવિજયજી મહારાજે એ ખાનામાં વર્ણો સાથે વર્ષાવનમઃ। વર્ષાય નમઃ । આવાં વાક્યો પણ લખ્યાં છે. એટલે મારે તેમની જોડે ચર્ચા થઇ અને મેં કહ્યું કે પૂજનવિધિમાં આવતા પૂજન મન્ત્રોને (વર્ગવાક્યોને) આપે મૂક્યાં તે તો અયોગ્ય થયું, આ રીતે યંત્ર આમ્નાય અને પૂજન આમ્નાય બેનું મિશ્રણ કરો તો તે યન્ત્રની વાસ્તવિકતા અને મહત્તા બેય જોખમાઇ જશે, ત્યારે તેમણે કહ્યું કે પૂજન વિધિની સાથે મેળ રાખવા ખાતર મારે આમ કરવું પડ્યું, મેં કહ્યું કે પૂજનવિધિનો આદર કરવાની કે મુખ્યતા આપવાની અહીં કોઇ જ જરૂર ન હતી. કેમકે વર્ષાવનમઃ। આ વાક્યો પૂજન માટેનાં છે આલેખન માટેના નથી.
ૐ વિના માત્ર નમો અરિહંતાણં જોઇએ—
બીજા વલયના બાકીના આઠ ખાનામાં અહીંયા પણ પૂજનવિધિના પાઠનો આદર કરવા જતાં બીજ વધારીને જે મૂક્યું, તે પણ તદ્દન અયોગ્ય બન્યું. પૂજન વખતે યંત્રગત મંત્રો પદો આગળ બહુધા મંત્રબીજો જોડીને પૂજામંત્રો બોલવાનાં હોય છે. પણ આલેખન મંત્રોમાં જે છુટછાટ લીધી તે બિલકુલ બિનજરૂરી હતું.
વળી એમની સામે સત્તઘર, સપ્તાક્ષરો રાતિ રાનમન્ત્રઃ । સપ્તાક્ષરેષુ મળ્યવેત્ પાઠો પણ મોજૂદ હતાં. અને પાઠો (ૐૐ વિના) માત્ર નો દિંતામાં આ સાત અક્ષરો જ મૂકવાના છે. તેની આગળ કંઇ જ મૂકવાનું નથી એવું સ્પષ્ટ જણાવતા હતા. વળી મેં અનેક પટો જોયા ત્યારે એકેય પટમાં ૐ મંત્રબીજ જોડાએલું જોવા મળ્યું નથી.
૧. જુઓ પાછળ છાપેલી ૩૫ પ્રશ્નોની પ્રશ્નાવલી.
૨. દિગ્પાલોમાં પણ ધુરંધર મહારાજે ૐ વ્રહ્મળે નમઃ આટલું જ લખવું જોઇતું હતું પણ અહીંયા પણ પૂજનવિધિની સાથે મેળ કરવાની વાત મનમાં રમતી હતી એટલે બ્રહ્મળે શબ્દની આગળ સોમ શબ્દ વધારી સોમવ્રહ્મળે લખાવરાવ્યું છે જે જરૂરી ન હતું.
------------