________________
AASASASASASASASASASAAAAAAABHARAT
આરાધના-ઉપાસના માટે વર્ષમાં ખાસ બે તહેવારો-પ્રસંગો નિર્માણ થયાં છે. એક ચૈત્ર સુદમાં અને બીજો આસો સુદમાં. અને આ પર્વોત્સવ એક બે દિવસના નહીં પણ ખાસા નવ નવ દિવસ
સુધી ઉજવાય છે. તે વખતે શહેરોનાં અનેક જિનમંદિરો સિદ્ધચક્ર કે તેના બૃહદ્ યન્ત્રનાં પૂજાપાઠ છે અને ગીત-ગુણ-જ્ઞાનની ભકિતથી ગાજી ઉઠે છે. આ ઉત્સવથી તે દિવસોમાં એક ધર્મભાવનાસભર
વાતાવરણ સર્જાય છે. હજારો ભાવિકો ભકિતની ગંગામાં ડુબકી મારી પાવન થતાં એક પ્રકારની હળવાશ અનુભવે છે અને આધ્યાત્મિક દિવ્ય આનંદની મજા માણે છે.
ઉપાશ્રયમાં પણ મુનિમહારાજાઓ સિદ્ધચક્ર-નવપદજીનું સ્વરૂપ-મહામ્ય એની મહત્તા પ્રભાવ, એની આરાધના કેમ કરવી તે સમજાવે છે અને એની શ્રેષ્ઠકોટિની અખંડ આરાધના કરનારા મહામના આદર્શ મહાનુભાવો શ્રીપાલ અને મયણાના ભવ્ય અને પ્રેરક ચરિત્રને નવ દિવસ સુધી સુંદર રીતે સમજાવે છે, એથી આરાધના જીવંત બની રહી છે. સુદીર્ઘકાળથી સુવિખ્યાત અને સર્વ સામાન્ય જૈનો માટે આ બાબત સુપરિચિત હોવાથી સિદ્ધચક્રની આરાધના સવિશેષ પ્રસિદ્ધ છે. આયંબિલ તપ અને ભોજન વ્યવસ્થા–
આરાધના યથાર્થ વિધિ જાળવીને કરવી હોય તેને તપ કરવો પડે છે. એકાસણ કે એકટાણાની જેમ આ તપમાં પણ બપોરના એક જ વખત બેસીને ભોજન લેવાનું હોય છે. કે ભોજન પછી સૂર્યાસ્ત પહેલાં માત્ર ગરમ કરેલું પાણી પીવાનું હોય છે. પણ આ તપનું ભોજન કર
લૂખું અને નિરસ હોય છે. કેમકે આ તપમાં દૂધ, દહીં, ઘી, ગોળ, સાકર કે તેની બનાવેલી છે 3 ચીજ કે લીલોતરી, કુટ–મેવો વગેરે વાપરવાનાં હોતાં નથી, ફકત અનાજ કે તેના લોટની રે કે બનાવેલી ચીજો જેમાં ફકત મીઠું મરી આ બે જ વસ્તુ નાંખેલી હોય છે તેવી બધી વસ્તુઓ છે
વાપરી શકાય છે. આ તપને જૈનધર્મની પરિભાષામાં ‘આયંબિલ' તપ (આયામ્લ તપ) કહેવાય છે છે. વળી આ નવેય દિવસની આરાધાનાના તબક્કાને કે મર્યાદાને “ઓખીઅથવા “આયંબિલની
ઓળી'-નવપદજીની ઓળી–સિદ્ધચક્રજીની ઓળી' આવા નામોથી ઓળખાવાય છે. ઉત્કૃષ્ટ રીતે જો પર તપ કરનારા તો મીઠા વિનાનું કાં એક મીઠાવાળું જ ભોજન લે છે.
નવે દિવસ તપ કરવાવાળો વર્ગ મર્યાદિત હોય છે. એમાં વિધિપૂર્વક ઓછી કરવાવાળો વર્ગ એથી પણ ઓછો હોય છે. પણ ઓળીના નવ દિવસ દરમિયાન આ તપનો આદર કરવામાં મંગલ નિમિત્તે એક, બે કે ત્રણ (પહેલું છેલ્લું ખાસ) આમ છુટક આયંબિલ કરવાવાળો વર્ગ ઘણી વિશાળ સંખ્યામાં હોય છે. આ માટે નાનાં મોટાં શહેરોમાં આયંબિલશાળાઓ ચાલે છે. તે જયાં આ તપની રસકસ વિનાની જાતજાતની લૂખી રસોઇ રસોઇયાઓ બનાવે છે ત્યાં તમામ સગવડ હોય છે એટલે સેકડો માણસો ત્યાં જઇને જ ભોજન કરી લે છે. જેને ત્યાં ન જવું છે હોય તો તે પોતાના ઘરે લૂખું ભોજન કરી જમી લે છે. આયંબિલ તપથી થતો લાભ–
આવા લૂખા ભોજનથી ઇન્દ્રિયો કે તેના અશુભ વ્યાપારોનું અવમૂલ્યન થાય છે. એમાં શેપ છે