________________
INFNINNYANYAKNINKAINENEAKAKAYAYAYAYAYANYANYAKNYAKATAN TAIAIAIAYAYAYAYAYAYA SANPANANANANPANDAN AN ANANYANPANANANANPAWANPAMPANAN ANAN ANAKAN ANAKANAN AMANAN
સંપાદન અંગે
આ પ્રકાશન ૧. મૂળ, ૨. વૃત્તિ, ૩. ટીકા, ૪. અનુવાદ, તથા ૫. પાટિપ્પણથી પંચપાઠી બન્યું છે. સાથે વિદ્વત્તાપૂર્ણ અને માહિતીપૂર્ણ પરિશ્રમપૂર્વક લખેલો ઉપોદ્ઘાત છે. જેમાં પંડિતજીએ વિસ્તારથી અનેક મહત્ત્વપૂર્ણ વિષયોનો પરિચય, જૈનાચાર્યો દ્વારા પ્રણીત કાવ્યશાસ્ત્રીય ગ્રન્થો, કાવ્યપ્રકાશની વિશિષ્ટતા, તેની અનેક ટીકાઓનો પરિચય, તેમજ પ્રસ્તુત ટીકાની સમીક્ષા આપી છે. ઉપરાંત પરિશિષ્ટાદિ વગેરેથી ગ્રન્થને અલંકૃત કર્યો છે.
કેટલાંક કઠિન કે ત્રુટિત સ્થળોના અનુસંધાનમાં તર્કન્યાયરત્ન સૌજન્યમૂર્તિ, સહ્રદયી, વિદ્વદ્યર્ય પં. શ્રી ઈશ્વરચંદ્રજી શર્માએ જે સહયોગ આપ્યો તે માટે તેઓ પણ ખૂબ અભિનંદનના અધિકારી છે.
પ્રસ્તુત ટીકામાં શું છે ?
કાવ્યપ્રકાશના માત્ર બીજા ઉલ્લાસ ઉપર પ્રકાશિત થએલી આ ટીકામાં પૂજ્ય ઉપાધ્યાયજીએ કાવ્યગત શબ્દાર્થસ્વરૂપ નિરૂપણ અને ‘અર્થવ્યંજકતા નિરુપણ'ને લગતા ઉહાપોહોનું નૈયાયિક શૈલીમાં પ્રતિપાદન કરતાં લગભગ પૂર્વવર્તી નવ ટીકાકારોનો નામપૂર્વક નિર્દેશ કર્યો છે. અને લગભગ ચૌદ વિભિન્ન ગ્રન્થકારોનાં મતોનું વિવેચન કર્યું છે. આ વિવેચન પ્રસંગે ઉપાધ્યાયજીએ કોઈ સાંપ્રદાયિક દુરાગ્રહ સેવ્યો નથી. પણ તટસ્થ રીતે જ પોતાના પુરોગામીઓના વિવિધ મતોનો ઉલ્લેખ કરવા સાથે પોતાને માન્ય મતોનું ઉપસ્થાપન કર્યું છે, અને તે ઘણી સ્પષ્ટતા સાથે કર્યું છે.
પ્રસ્તુત કૃતિ અંગે કંઈક ઃ
પહેલા કહી ગયો તેમ પૂજ્ય ઉપાધ્યાયજીના હસ્તાક્ષરવાળી જે પ્રતિ મળી તે પ્રતિમાં શરૂઆતના ૧ થી ૬ પાનાં, નથી, સાતમા પાનાંથી બીજા ત્રીજા ઉલ્લાસની ટીકાનો પ્રારંભ થાય છે, એટલે સહેજે તર્ક થાય કે શું પહેલા ઉલ્લાસની ટીકા હશે અને તે ટીકા પાછળથી નષ્ટ થઈ ગઈ હશે? નિર્ણય કરવાને માટે કોઈ સાધન ઉપલબ્ધ નથી, પણ બીજી રીતે વિચારતાં એમ પણ લાગે છે કે ઉપાધ્યાયજી પોતે ‘ન્યાયાવતાર’ પુરુષ હોવાથી તેમનો પ્રિય વિષય નવ્યન્યાયનો જ રહ્યો છે, અને નવ્યન્યાયનો ઉપયોગ કરી શકાય તેવા લાક્ષણિક ઉલ્લાસો મુખ્યત્વે બીજા-ત્રીજા બે જ છે, એટલે આ જ ઉપર ટીકા કરી હોય તેમ માનવા મ વધુ પ્રેરાય, પ્રતિના શરૂઆતના છ પાનાં એમની બીજી કોઈ કૃતિના પણ હોઈ શકે, જે નષ્ટ થઈ ગયાં હોય, કાં અલગ પડી ગયા હોય, જે હોય તે.
જો હેમચન્દ્રાચાર્યજી કૃત કાવ્યાનુશાસન ઉપરથી ઉપાધ્યાયજીએ રચેલી ‘અલંકાર ચૂડામણિ’ ટીકા ઉપલબ્ધ થઈ હોત તો કદાચ કાવ્યપ્રકાશના આદ્ય કે અગ્રિમ ઉલ્લાસો પર ટીકા કરી હતી કે કેમ! તેનો નિર્ણય કરવાનું કદાચ સરળ થાત. બીજી કમનસીબી એ છે કે ઉપાધ્યાયજીની કેટલીક કૃતિઓની એકથી વધુ હસ્તલિખિત નકલ ઉપલબ્ધ હોતી નથી.
KESKSENCACAKNK KONKONKONK