________________
આજના યુગમાં આ અને આના જેવા દુર્ગમ ગણાતા ગ્રન્થોના પઠનપાઠનનો પારો ખૂબ જ ઉતરી ગયો છે, એટલે આ ગ્રન્થને ભણનારા ઇન, મીન, તીન નીકળે તોય અહોભાગ્ય! પણ હું અમારો ઉદ્દેશ ભૂતકાળમાં, કાળની ગર્તામાં તેઓશ્રીની અનેક કૃતિઓ ગરકાવ થઈ ગઈ, તેવું છે હવે ન બને અને તે કૃતિઓ સુરક્ષિત બની રહે, એટલા ખાતર આ પ્રયત્ન છે, જૈનધર્મનો સિદ્ધાન્ત છે કે સોમાંથી એક વ્યકિત ધર્મ પાળે તો ય સામાનો પુરુષાર્થ સફળ છે.
પ્રસિદ્ધ નાટકકાર આચાર્યશ્રી ભવભૂતિના “ઉત્પSત્ર મમ પિ સમાનધર્મા' ની ઉકિત વિચારીએ ત્યારે ભાવિકાળમાં બીજા યશોવિજયને પકવવામાં આ કૃતિઓ જો નિમિત્ત બનશે ત્યારે ખરેખર! અમારો પ્રયાસ સફળતાને વરશે. મારી ભાવના, ચિંતા અને ધન્યવાદ :
resistry Exy xxxx Akass
મારા મનમાં વર્ષોથી એક ઉમળકો—એક ઝંખના રહેતી હતી કે, “પૂ. ઉપાધ્યાયજીની મારાથી શક્ય એવી કૃતિઓનાં સંશોધન, સંપાદન કે અનુવાદ કરવાનું કાર્ય હું પોતે જ કરીને તેઓશ્રીની શ્રુતસેવાનો યત્કિંચિત્ લાભ શા માટે ન લઉ”? એટલે હું હરસાલ આ માટે પર યથાયોગ્ય-યથાશકિત પ્રયત્નશીલ રહેતો. પણ પ્રથમ તો મારા નિત્યમિત્ર શરીરની ચિરસ્થાયી છે. બનેલી પ્રતિકૂળતા અને એના લીધે ઊભા થતાં કાર્યાતરાયો અને બીજું મારી વિવિધ કારણોસર પર વિવિધ રોકાણો, આ કારણે મને થયું કે હવે મારે એ દિશાના મમતા કે મોહ જતા કરવા
જોઈએ. પણ સાથે એ વિચાર આવતો કે મોહ-મમતા જતા તો કરું પણ મારો કાર્યબોજ ઉપાડનાર જો કોઈ ન મળે તો શું? દરમિયાન ભલે લાંબા ગાળે પણ મારા જૂના મિત્ર યોગસંખ્યાચાર્ય શ્રી રૂદ્રદેવજી ત્રિપાઠીને દિલ્હીથી મુંબઈ આવવાનું થયું, ત્યારે તેઓ મને મળવા આવ્યા, ત્યારે તેમને મેં કહ્યું કે “પંડિતજી હવે એકલા હાથે બધી જ જવાબદારી વહન કરી શકે તેવી સ્થિતિ મારી નથી રહી અને આ બાબતમાં મને અન્ય કોઈ સહાયક નથી, એ જોતાં - જો હવે પ્રસ્તુત કાર્યની મમતા કે મોહ ઉપર પૂર્ણ વિરામ કે અર્ધ વિરામ હું નહીં મૂકું તો ,
પ્રસ્તુત પ્રકાશનો, પ્રકાશનનો પ્રકાશ ક્યારે જોશે? એ ચિંતા રહે છે. તેમણે મારી આ દર્દભરી આ વાત સાંભળી, સહૃદયી, પરમોત્સાહી પંડિતજીએ મારા કાર્યના સહકારી થવાની સહર્ષ સ્વીકૃતિ
આપી, અને મેં એમને “સ્તોત્રાવલી” અને “કાવ્યપ્રકાશ ની મારી સંશોધિત અને સંપાદિત પ્રેસ
કોપીઓ છાપવા માટે આપી. સોપેલું કાર્ય યથાસમયે કરીને પ્રથમ સ્તોત્રાવલીનું મુદ્રણ, આ સંપાદનાદિ કાર્ય પાર પાડ્યું. જે પ્રકાશન યશોભારતીના ચોથા પુષ્પ તરીકે પ્રકાશિત પણ કે થઈ ગયું
હવે આજે યશોભારતીના પાંચમા પુષ્પ તરીકે કાવ્યપ્રકાશના એક અંશનું પ્રકાશન પણ પર તેમના પૂરા પરિશ્રમને અંતે પ્રકાશિત થઈ રહ્યું છે ત્યારે પંડિતજીને ખૂબ હાર્દિક ધન્યવાદ
આપું છું. - આ પ્રકાશન મારી પસંદ કરેલી પદ્ધતિ અને આપેલી સૂચના સલાહને અનુસરીને પર પંડિતજીએ કર્યું હોવાથી તેનો મને સંતોષ ઉપજ્યા છે.
છે