________________
******************************************************
**************
જાણકાર સર્વજ્ઞ ભગવંતો વસ્તુનું યથાર્થ સ્વરૂપે પ્રતિપાદન કરનારા હોય છે તેથી તેઓ ‘સર્વજ્ઞ' કહેવાય છે.
એ સર્વજ્ઞપણું રાગ-દ્વેષ મોહજન્ય કર્મોના ક્ષયથી પ્રાપ્ત થાય છે, અને રાગનો ક્ષય કર્યો હોવાથી તેઓને નથી ખપતો ત્રિયાદિકનો મોહ, કે નથી હોતી પાપોત્પાદક અને અનિષ્ટ તત્ત્વ પોષક કોઈપણ જાતની લીલાઓ; તેમજ દ્વેષ કર્મને દેશવટો આપ્યો હોવાથી નથી તો કોઈને દુઃખ આપવાનું કે નથી મારન-કુટ્ટન, તાડન, તર્જન કરવાનું, અમુકને સુખ આપવું કે અમુકને દુ:ખ આપવું એવું કશુંએ નથી હોતું; તેઓ જગતના પ્રત્યેક પ્રાણી ઉપર સમર્દષ્ટિ અને સમષ્ટિની ભાવનાવાળા હોય છે, ફક્ત તેઓનું કાર્ય જગતના ઉદ્ધાર માટે પોતાના પ્રવચનો દ્વારા સંસાર સાગરમાંથી ઉત્તીર્ણ થવાના માર્ગો પ્રાણી સમક્ષ બતાવવાનું.
એવા કરુણા રસનાં ભંડાર પરમાત્માઓનું દર્શન-વંદન કે પૂજન તેમના અલૌકિક ગુણોને આપણામાં આવિર્ભાવ કરવા માટે જબ્બર સાધનરૂપ છે અને તે પરમાલંબન સેવી આત્મા ક્રમશઃ ઉત્તરોત્તર ગુણની ભૂમિકાએ આરોહણ કરતાં અનુપમ આત્મદશામાં રમતો સ્વકલ્યાણ સાધી જાય છે.
આવા કલ્યાણકારી જિન પરમાત્માની આજ્ઞાને અહર્નિશ ઉઠાવનારા જે અનુયાયીઓ તે જાતિએ કોઈપણ હોય તો પણ તે જૈન' શબ્દથી સંબોધી શકાય છે.
એ જિનેશ્વર દેવોએ પ્રતિપાદન કરેલું દર્શન તે જૈનદર્શન' કહેવાય છે. શરઋતુના ચન્દ્ર
જેવું નિર્મળ, પરમપવિત્ર, પૂર્વાપર અવિસંવાદી, સ્યાદ્વાદમય, એવું જૈન દર્શન-સાહિત્ય, સંક્ષેપમાં કહીએ તો ૧. દ્રવ્યાનુયોગ ૨. ગણિતાનુયોગ, ૩. ચરણકરણાનુયોગ અને ૪. ધર્મકથાનુયોગ એ પ્રમાણે ચાર વિભાગમાં વિભક્ત થયેલું છે.
ત્યારપછીના
11911
" जावंति अज्जवइरा अपुहुत्तं कालियाणुओयस्स । तेणारेण पुहुत्तं, कालियसुयदिट्ठवाए य अणुओगो चारिवारभासइ एगो । पुत्ताणुओगकरणे ते अत्त्य तओ वि वोच्छिन्ना ॥२॥
ભાષ્યસુધાંભોનિધિ ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજના ઉક્ત વચનથી એટલું
તો સ્પષ્ટ જણાય છે કે, ભગવાન શ્રી આર્યવજૂસ્વામીજી મહારાજના સમય પર્યંત પ્રત્યેક સૂત્ર ઉપર અનુયોગ ગર્ભિત વ્યાખ્યાઓ થતી હતી. દૃષ્ટાંત તરીકે ‘ધમ્મો માત્ત મુવિનું હિંસા સંગમો તવો ।
ચારે
ટેવાવિ તં નમંત્તિ નસ્લમે સામળો' એ ગાથા દ્વારા ચારે અનુયોગોનું અસ્તિત્વ સ્પષ્ટ જણાય છે.
સમયમાં શ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજે ભાવિ આત્માર્થીઓના બુદ્ધિમાન્ધાદિ કારણોને ******* [q] ******
****
देविंद दिएहिं महाणुभावेहिं रक्खियज्जेहिं । जुगमासज्जविभत्ती, अणुओगो तो कओ चउहा ॥३॥
(વિશેષાવશ્યકભાષ્ય)
**************************************
*********