________________
********************
* * * * * * * ***************
—પૃથ્વી મોટી છે, અસંખ્ય યોજન પ્રમાણ —સૂર્ય ઘણો મોટો છે. પૃથ્વી તેની અપેક્ષાએ
ઘણી જ નાની અને મર્યાદિત પ્રમાણવાળી છે. —બુધ-શુક્ર વગેરે અન્ય ગ્રહોની માફક પૃથ્વી એ પણ (ઉપ) ગ્રહ છે.
—અને ચન્દ્ર-સૂર્ય તો ઘણા જ નાના છે.
–અસંખ્ય દ્વીપ-સમુદ્ર પ્રમાણ પૃથ્વી છે,
—-ચન્દ્ર સૂર્ય-તારાદિ પૃથ્વીથી લાખો માઈલ દૂર છે.
************
—એશિયા, યુરોપ, આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રેલિઆ વગેરે પંચખંડ પ્રમાણ પૃથ્વી છે. —ચન્દ્ર-સૂર્ય પૃથ્વીથી કરોડો માઈલ દૂર છે.
—ચન્દ્ર, સૂર્ય, ગ્રહો, નક્ષત્રો, અને તારા
—ચન્દ્ર-સૂર્ય ગ્રહાદિ પૃથ્વીના પડસ્વરૂપ છે તે
સ્ફટિક વિમાન સ્વરૂપ છે અને તેમાં દેવો રહે છે. ઉપર પર્વતો સરોવરો ખડકો નદીઓ માણસો વગેરે.... નહેરો ટેકરા વગેરે ઘણું ઘણું છે.
આ અને આવી બીજી આધુનિક અનેક માન્યતાઓ જન્મ ધરાવે છે. એમાં તેઓની પરિવર્તનશીલ ભૂગોળ માટે તો આ સંસ્થા તરફથી બહાર પડેલ ‘શ્રી ક્ષેત્રસમાસ' નામના જૈન ગ્રન્થનો યુક્તિપૂર્વક લખાએલ ઉપોદ્ઘાત ખાસ જોવો; જેથી સત્યાસત્યનો સચોટ ખ્યાલ આવશે. જ્યારે ખગોળ માટે તો ઘણો જ વિસંવાદ છે એ લખવા બેસીએ તો એક અલાયદો ગ્રન્થ જ થવા જાય, તેટલું સ્થાન અહીં ન હોવાથી પ્રસંગે તે ચર્ચા મુલતવી રાખી મૂલ વિષય ઉપર આવીએ. ‘નિ ગયે’. ધાતુ ઉપરથી ઉણાદિ ‘વિઅિવીડુવિયોન' સૂત્રથી ન પ્રત્યય લાગતાં અથવા સિદ્ધ હેમ વ્યાકરણના ઉણાદિ ‘નિશીનીયુમિમ્યઃ ત્િ' સૂત્રથી નિ મિમવે’ ધાતુને વિષ્ણુ નઃ પ્રત્યય લાગતાં ‘બિન' શબ્દની નિષ્પત્તિ થાય છે, તેની સામાન્ય વ્યુત્પત્તિ ‘ગતિ સ્વાત્મતપોવનેન રાદ્વેષમોહાવીન્ દુર્ધશત્રૂનું પરામતિ મિમવતીતિ નિનઃ' અર્થાત્ જેઓ રાગ-દ્વેષ અને મોહરૂપી દુર્ધર શત્રુઓને પોતાના (અમોઘ અને અજોડ) આત્મા તપોબલ વડે કરીને પરાભવ પમાડે છે, તેઓ જિન કહેવાય છે.
એવા જિનેશ્વરો અલૌકિક અનંત શક્તિ અને સામર્થ્યના ધણી હોય છે. ત્યારે તેઓ સંપૂર્ણ જગતમાં વર્તતા સૂક્ષ્મ કે સ્થૂલ પદાર્થોના ત્રણે કાલના ભાવોને આત્મ પ્રત્યક્ષ જોવાનું પરમ સામર્થ્ય ધરાવતા હોય છે, અસત્યના મૌલિક કારણભૂત રાગ-દ્વેષનો નિર્મૂલ ક્ષય કર્યો હોવાથી વસ્તુ ધર્મની વ્યાખ્યામાં મૃષા ભાષણ કરવાનું પ્રયોજન હોતું જ નથી અને મોહ એટલે કે અજ્ઞાન અંધકારનો વિધ્વંસ કર્યો હોવાથી કોઈ પણ પદાર્થનું કોઈપણ પ્રકારનું સ્વરૂપ જાણવા માટે મુંઝાવાપણું રહેતું નથી, જે બીના અગાઉ જોઈ આવ્યા છીએ.
આવા અનેક સબળ હેતુઓને લઈ સર્વ પદાર્થ પરિગ્રહના પરમત્યાગી સર્વ વસ્તુના
૧. અત્યારે ઘણા પાશ્ચાત્ય વિદ્વાનો પૃથ્વી ગોળ હોવાની માન્યતા ખોટી છે એમ સપ્રમાણ જાહેર કરે છે, અને શાસ્ત્રીય માન્યતામાં ઢળતા જાય છે, તે જાણીને ખુશી થવા જેવું છે.
************ [ 14 ] ********
*******************************************************