________________
આત્મસાત્ કર્યો હતો કે ‘નવ્યન્યાય’ના અવતાર લેખાયા હતા. આ કારણથી તેઓ ‘તાર્કિક શિરોમણિ' તરીકે વિખ્યાત થયા હતા. જૈન સંઘમાં નવ્યન્યાયના આ આદ્ય વિદ્વાન હતા. જૈન સિદ્ધાંતો અને તેના ત્યાગ-વૈરાગ્ય પ્રધાન આચારોને નવ્યન્યાયના માધ્યમ દ્વારા તર્કબદ્ધ કરનાર માત્ર એક અને અદ્વિતીય ઉપાધ્યાયજી જ હતા. એમનું અંતિમ અવસાન વડોદરા શહેરથી ૧૯ માઈલ દૂર આવેલા પ્રાચીન દર્ભાવતી, વર્તમાનમાં ‘ડભોઈ’ શહેરમાં વિ. સં. ૧૭૪૩માં થયું હતું. આજે એમની દેહાન્તભૂમિ ઉપર એક ભવ્ય સ્મારક ઊભું કરવામાં આવ્યું છે. જ્યાં એમની વિ. સં. ૧૭૪૫માં પ્રતિષ્ઠા કરેલી પાદુકા પધરાવવામાં આવી છે. ડભોઈ એ રીતે બડભાગી બન્યું છે. ઉપાધ્યાયજીના જીવનની અને તેઓશ્રીને સ્પર્શતી બાબતોની આ અલ્પ ઝાંખી છે.
મુનિ યશોવિજય [‘યશોદોહન' નામના ગ્રંથમાંથી ઉદ્ધૃત]
લેખન સં. તા. ૧૬-૨-૬૬ વિ. સં. ૨૦૨૨ નમિનાથ જૈન ઉપાશ્રય પાયધુની મુંબઇ
એક ખુલાસો—
યશોભારતી સંસ્થાના નવ પ્રકાશનોની શ્રેણિમાં આ પુસ્તકનો પુષ્પ નંબર છઠ્ઠો છપાયો છે તે ભૂલ થઈ છે. વિષમ સંજોગોમાં આ પુસ્તક સહુથી છેલ્લું પ્રગટ થાય છે—આનો પુષ્પ નંબર ૭ સમજવો.
મારી બીજી વાત—
મહોપાધ્યાયજીના પ્રકાશનો માટે સ્થપાએલી યશોભારતી સંસ્થા જૈન પ્રકાશન તરફથી ૨૬
પુસ્તકો પ્રકાશિત કરવાનું ભગીરથ કાર્ય મેં જે ઉપાડેલું તે કાર્ય પૂર્ણ થાય છે. આ પુસ્તકનું મુદ્રણ વહેલું થયું હોવા છતાં પ્રકાશન મોડું થાય છે.
પૂ. ઉપાધ્યાયજી મહારાજના ૨૪ પુસ્તકો અને એક અન્ય લેખક લિખિત ગ્રન્થ સાથે ૨૫ પુસ્તકોનું અતિપરિશ્રમ, સમય અને કષ્ટસાધ્ય કાર્ય, મારી નાદુરસ્ત તબીયત જાહેર સમાજ સાથે સંકળાયેલું જીવન છતાં, આનંદ અનુભવું છું. શાસનદેવ-ગુરુકૃપા અને સહુના પ્રેમ સહકારથી પૂર્ણ થાય છે.
મહાન જ્યોતિર્ધરના અક્ષર દેહની અને એ દ્વારા શ્રુતજ્ઞાનની ઉપાસનાની શ્રેષ્ઠ તક સાંપડી તે મારા જીવનનું મોટું અહોભાગ્ય સમજું છું. આ માટે સહુનો સર્વાંગી આભાર માનું છું.
બીજા તબક્કામાં ઉપાધ્યાયજી માટે ઘણું ઘણું કરવાનું બાકી રહ્યું છે. પણ હવે જીવનની અંતિમ સંધ્યા જોતજોતામાં આવી પડી છે. સ્વાસ્થ્ય અસ્વસ્થ છે એટલે અન્ય કોઇ વિદ્વાન આત્મા અધૂરાં કાર્યને આગળ ધપાવશે એ આશા સાથે
જૈન સાહિત્ય મંદિર, પાલીતાણા
આ. યશોદેવસૂરિ
સ્વીટી કર
લિટલ [૪૧૫]
વ
<<<<<