________________
જેટલાં ચૈતન્ય દ્રવ્યો છે તે જીવો છે. જેનો સમાવેશ જીવદ્રવ્યમાં થાય છે અને આ વિશ્વ ઉપર જે ભૌતિક દ્રવ્યો-પદાર્થો કે વસ્તુઓ છે, તે પુદ્ગલ અથવા પુદ્ગલાસ્તિકાય નામના દ્રવ્યના જ વિકારો કે રૂપાંતરો છે. એક જ પુદ્ગલના અનેક પ્રકારો છે એમ માને છે, એટલે તે પૃથ્વી આદિ ચારેય ભૂતોને પ્રકાર-વિકાર સ્વતંત્ર પદાર્થરૂપે સ્વીકારતું નથી. આજે વિજ્ઞાન પણ અસંખ્ય પદાર્થો એક જ પુદ્ગલ પદાર્થના પ્રકારરૂપે છે એવી માન્યતા તરફ ખૂબ ઢળી રહ્યું છે.
આ ગ્રંથમાં તર્ક સંબંધી કેટલીક બાબતોનું એવું નિરૂપણ કર્યું છે કે જે પ્રાચીન જૈન વિદ્વાનોએ પણ કર્યું નથી. આ એક અત્યન્ત ગૌરવ લેવા જેવી બાબત છે.
આ ગ્રંથનો આધ્યયનિક-ભણવાનો લાભ શું? તે માટે ઉપાધ્યાયજી પોતે જ આ ગ્રંથના મંગલાચરણના બીજા શ્લોકમાં જણાવે છે કે આ ગ્રંથને વારંવાર ભણે છે, ચિંતન કરે છે, મનન કરે છે તે તર્કરૂપી સમુદ્રને જોતજોતામાં તરી જાય છે એટલે મહાન તાર્કિક બને છે અને અનેક ગ્રંથોના વાંચનને સુસાધ્ય કરી શકે છે.
* પ્રતિનો પરિચય ક
આ પ્રતિ ખુદ ઉપાધ્યાયજીએ પોતે જ લખી છે, એટલે અતિ શુદ્ધ જ હોય એ સ્વાભાવિક છે. સુંદર અક્ષરો, વ્યવસ્થિત લખાણ, ક્યાંય પણ ચેકચૂક નહિ, એ રીતે લખાયેલી છે. પ્રતિનું માપ, પંકિત, અક્ષર, સંખ્યા વગેરે જણાવવાનું બહુ અગત્યનું ન હોવાથી તેનો નિર્દેશ નથી કરતો. આની બીજી નકલ ક્યાંયથી પણ ઉપલબ્ધ થઈ નથી.
આ પ્રમાણે ગ્રંથને અનુલક્ષીને પ્રાસંગિક કંઇક ઝાંખી કરાવી.
દુ:ખની વાત કહો કે જૈન સંઘની કમનસીબી કહો તે એ કે ઉપાધ્યાયજીના ન્યાય વિષયક ગ્રંથોની પ્રાયઃ એક એક પ્રતિ જ ઉપલબ્ધ થઈ અને તે પણ (પ્રાયઃ) તેઓશ્રીના હાથે જ લખાએલી (પાંડુલિપિ). તો શંકા થાય કે આ પ્રતિઓની બીજી નકલ કેમ મળતી નહિ હોય? શું ખુદ ઉપાધ્યાયજી મહારાજ જ આ પ્રયાસ કરી-કરાવી શક્યા નહિ હોય? અથવા કદાચ થયો હોય અને એમની પ્રતિઓ નષ્ટ થઈ હશે, કે નષ્ટ કરી દેવામાં આવી હશે! જે હોય તે, પણ પ્રત્યત્તર નથી એ હકીકત છે. એટલે ઘણાં સ્થળે અક્ષરો સ્પષ્ટ વાંચી શકાય નહિ ત્યારે બીજી પ્રતિના અભાવે અક્ષર-શબ્દનો નિર્ણય કરવામાં ભારે મુશ્કેલીઓ ઊભી થતી હતી. છતાં શાસનદેવ, ઉપાધ્યાયજી અને ભગવતીજીની પરમકૃપાથી જ અલ્પમતિ મારાથી જેવું હોય તેવું પણ કામ પાર પાડ્યું, એનો મને આત્મસંતોષ છે.
આ રીતે ગ્રંથને અનુલક્ષીને કંઈક ઝાંખી કરાવી છે.
Be
*
[ ૪૦૪ ]