________________
લઇને એટલે કે સ્વાર્ પદની બૌદ્ધિક કરામત-કસરતથી ભિન્ન-વિભિન્ન મન્તવ્યોનો સંગમ સાધી સમન્વય સાધ્યો છે.
ઉપાધ્યાયજી ભગવંતને તો તર્ક, ન્યાય કે બૌદ્ધિક (લોજિક) વાદ-વિવાદનું એવું ઘેલું લાગ્યું હતું કે એવો પ્રસંગ જ્યાં નજરમાં આવે કે ત્યાં તરત જ તેના ઉપર કલમ ચલાવવા મંડી જ પડે. એમનું દિમાગ જંપીને બેસે નહિ, એટલે તેઓશ્રીને આ અષ્ટમ પ્રકાશની એક ટીકાથી સંતોષ ન થયો એટલે જઘન્ય, મધ્યમ અને બૃહદ્ એમ ત્રણ-ત્રણ ટીકાઓ રચી નાંખી, જો કે આ ત્રણ ટીકાઓ કરવા પાછળનું વાસ્તવિક કારણ શું હશે તે અંગે વધુ વિચારવાનું અહીં મુલતવી રાખીએ.
ઉપાધ્યાયજીએ આ અષ્ટમ પ્રકાશના શ્લોકમાં અને તેની ટીકામાં જે પ્રતિપાદન કર્યું છે તેની જરૂરી ઝાંખી અહીં કરાવું છું. જેથી આ વિષયના રસિકોને કંઇક રસ પડે.
નૈયાયિકો તથા અન્ય કેટલાક દાર્શનિકો આદિ મતવાદીઓ, વિશ્વવર્તી જે પદાર્થો છે તેમાંના કેટલાક પદાર્થોને સર્વથા નિત્ય માને છે. સર્વથા એટલે એકાંતે નિત્ય એટલે બધી રીતે નિત્ય જ છે, એટલે શાશ્વતકાળ એક જ પ્રકારે રહેવાવાળા છે. જ્યારે સદાય શાશ્વત એટલે કંઇ પણ ફેરફાર વિનાના કેટલાક પદાર્થોને તેઓ સર્વથા અનિત્ય એટલે એકાંતે અનિત્ય-એટલે બધી રીતે નિશ્ચિતપણે અનિત્ય માને છે, એટલે કાયમને માટે વિનાશી જ=એકધારી સ્થિતિમાં નહીં રહેવાવાળા માને છે.
જેમકે; પૃથ્વી કે તેના પરમાણુઓ આકાશ, આત્મા આદિ દ્રવ્યો-પદાર્થો સર્વથા નિત્ય છે. અર્થાત્ જે સ્થિતિમાં અનાદિકાળ પહેલાં હતા તે જ સ્થિતિમાં આજે છે. અને ભાવિ અનન્તાકાળ સુધી એ જ એક જ પરિસ્થિતિમાં રહેશે. માટે તેમને સર્વથા નિત્ય કહ્યા. પણ પૃથ્વી, જલ, તેજ, વાયુ આદિ ભૂતોના હ્રયણુક (એટલે બે પરમાણુથી ઉત્પન્ન) થી માંડીને મહાપૃથિવ્યાદિ સુધીના સ્થૂલ અવયવીઓ–કાર્ય (કાર્યાન્વિત) પદાર્થો, એ બધાય અનિત્ય છે.
ઉપરોકત સર્વથા નિત્ય અને સર્વથા અનિત્ય, આ બંને મંતવ્યો જૈન દર્શનને હરગીજ માન્ય નથી. ‘સર્વથા’ ના લેબલવાળી માન્યતા અનેક દોષાપત્તિઓને ઊભી કરનારી અને ત્રિકાલાબાધિત સર્વજ્ઞમૂલક સિદ્ધાંતોની સાથે બંધબેસતી નથી. એટલે ભગવાન શ્રી મહાવીરે અનેકાન્તવાદ (કે સ્યાદ્વાદ) નામની વિશિષ્ટ વિચારધારાની એક મહાન અને અભૂતપૂર્વ દૃષ્ટિ કે અનુપમ ભેટ, માનવ સ્વભાવના વૈચારિક મતભેદો કે સંઘર્ષોનું ઉત્થાન ન થાય, થાય તો ઉપશમન થાય માટે વિશ્વને આપી.
અનેકાંતવાદ (કે સ્યાદ્વાદ)ના પુરસ્કર્તા કહે છે કે વિચાર કે વાણીમાં કે ‘ી કે’ પણ’ રાખો, પણ ી કે ‘જ' ન રાખો, પણ યથાયોગ્ય રીતે જ તેનો ઉપયોગ કરો.
આવી અને આના જેવી કે આને લગતી અનેક બાબતો તેઓશ્રીએ સ્યાદ્વાદરહસ્ય નામની ટીકામાં જણાવી છે. જેમકે; પહેલા શ્લોકમાં પદાર્થ માત્રને અપેક્ષાભેદથી નિત્ય અને અપેક્ષાભેદથી અનિત્ય દર્શાવી પદાર્થ માત્રને નિત્યાનિત્ય સ્વભાવવાળા દર્શાવ્યા છે, ત્યાં આગળ તેઓએ એક દૃષ્ટાંત દ્વારા સમજણ આપી છે કે,—જો પદાર્થ સર્વથા નિત્ય હોય તો ઘી, દૂધ આદિ જન્ય પદાર્થનું સર્વથા અસ્તિત્વ જ રહેવું જોઇએ, અને જો પદાર્થ સર્વથા અનિત્ય હોય તો ઘટ-પટ વગેરે પદાર્થોનું
be
[ ૩૯૬ ]
ආද
388