________________
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
પાર્શ્વનાથની પ્રસ્તાવના
વિ. સં. ૨૦૩૦
ઇ.સત્ ૧૯૭૪
242343AARA
( પ્રસ્તાવના
સ્તોત્ર-મંત્ર-યંત્રની ઉપાસના આ કાળમાં પણ પોતાના પ્રગટ પ્રભાવને 5 બતાવનારી છે, એ અનુભવીઓની અનુભવસિદ્ધ નિર્વિવાદ બાબત છે. છતાંય જે ઉપાસકોને આરાધના ફલવતી નથી દેખાતી, તેનાં કારણો શું છે? તે અંગે મારી દૃષ્ટિએ ગs થોડુંક લખવા ઇચ્છા હતી. વળી સમ્યગ્દષ્ટિ શાસનદેવ-દેવીઓ અને મત્રોનું શું સ્થાન છે છે તથા તેનો પ્રભાવ શું છે? તે અને સાધકો અને ઉપાસકોના તેમજ મારા પોતાના મા અનુભવો અંગે પણ લખવાની ઇચ્છા હતી, પણ તે તો સ્વતંત્ર પુસ્તક દ્વારા જ શક્ય બને. એમ છતાં શતાવધાનીજીએ એમના મંત્રગ્રન્થોની શ્રેણિમાં આ અંગે ઘણું લખ્યું છે, વાચકો તેથી જરૂર સંતોષ મેળવી શકે તેમ છે. એટલે હું તો ભગવાન શ્રી પાર્શ્વનાથ સાથે સંબંધ ધરાવતી જાણવા જોગ કેટલીક હકીકતો, સ્તોત્રાદિક અંગેની મહત્ત્વની બાબત છે. વગેરે જણાવીને મારી પ્રસ્તાવના સમાપ્ત કરીશ.
જે સ્તોત્ર ઉપર આ ગ્રન્થ તૈયાર થયો છે, એ સ્તોત્ર પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનનું છે. પ્રસ્તુત તીર્થકર બાલ્યકાળથી મારા ઉપાસ્ય છે, આરાધ્ય છે. માત્ર આરાધ્ય જ નહિ, પરમારાધ્ય છે. એમનાં નામસ્મરણ, ધ્યાન તથા ઉપાસનાએ મારા G જીવનમાં મહત્વનો ભાગ ભજવ્યો છે; એટલે પ્રારંભમાં ત્રિકરણયોગે વિધવિધ નામે ઓળખાતા જૈન સંઘના લોકપ્રિય તીર્થકરને ભાવપૂર્વક વંદન–નમસ્કાર કરું છું. સાથે સાથે ભગવતી આરાધ્યદેવી શ્રી પદ્માવતી માતાજીને પણ નમસ્કાર કરું છું.
ભગવાન પાર્શ્વનો જન્મકાળ :
જૈનધર્મમાં કાળને એક સ્વતંત્ર દ્રવ્ય-પદાર્થ તરીકે ગણેલ છે, અને માનવજાતને