________________
જ સ્વભાવી, શ્રી ડુંગરશીભાઈ તથા તેમના અન્ય સાથીઓએ પોતાનું માનીને ત્રણ જ દિવસમાં છે. છાપી આપીને એક પુણ્યકાર્ય કર્યું છે તે બદલ તેઓને ધન્યવાદ આપું છું.
અંતમાં સંસારના તાપથી સંતપ્ત થએલા માનવીને સદાએ શીતળતા આપનારા, જીવનને છેઅન્તર્મુખ બનાવનારાં જિનમંદિરો, અંધારામાં અટવાતા માનવીઓને માટે સન્માર્ગના પથ પ્રદર્શક છે. બની રહો એ જ મંગલ કામના!
ટ્રસ્ટીમંડળ આ મંદિરને હજુ વધુ આકર્ષક અને ભવ્ય બનાવે અને તેની પરિચય પુસ્તિકા આ શીધ્ર પ્રગટ કરે એટલો નમ્ર અનુરોધ કરીને વિરમું છું. તા. ૧૮-૨-૭૩
મુનિયશોવિજય
S
છે. અમાસને પૂનમ બનતાં પંદર દિવસની રાહ જોવી પડે છે તો અમાસને દિવાળી બનતાં તો એક વરસની રાહ જોવી પડે છે. ઓટને ભરતી બનતાં ૧૨ કલાકની રાહ જોવી પડે છે, તો પાનખરને વસંત બનતાં ચાર મહિનાની રાહ જોવી પડે છે પણ આત્માને પરમાત્મા બનતાં આમ જોવા જાવ તો પળનીયે વાર લાગતી નથી અને આમ જોવા જાવ તો અનંતકાળેય ઠેકાણું પડતું નથી સાવધ બની જાવ તો આત્મા ખૂબ ટૂંકા ગાળામાં એ પોતાના સ્વરૂપનો ઉઘાડ કરવામાં સફળ બની જાય છે અને જો સતત પ્રમાદમાં જ પડ્યો રહે તો અનંતકાળેય એ શુદ્ધ સ્વરૂપ સુધી પહોંચી શકતો નથી.
છે ગુરુકૃપાથી વિભાવનું વિસર્જન અને સ્વભાવનું સર્જન થાય છે. આપણા હૃદયમાં ગુરુભગવંત પ્રત્યે અહોભાવ અને આદરભાવ એ જ સાચી કૃપા છે.