________________
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
VARTA
બાબુ અમીચંદ-આદીશ્વર દેરાસરના દર્શનીય અને ભવ્યમૂર્તિ શિલ્પોની
ચિત્રાવલીની પ્રસ્તાવના
3
વિ. સં. ૨૦૨૯
ઇ.સત્ ૧૯૭૩
:34:3
જ મારા બે બોલ જ
ગીત
વાલકેશ્વરના ભવ્ય મંદિરમાં ધર્મ અને કલાનો સુભગ સમન્વય ધરાવતા નૂતન મૂર્તિ શિલ્પો તૈયાર કરવાની અને આ મંદિરને વધુ ભવ્ય અને દર્શનીય બનાવવાની જે પુણ્ય તક, મેને. ટ્રસ્ટી, દેવગુરુભક્તિકારક પુણ્યપ્રભાવક શેઠ શ્રી સીતાપચંદજી તથા બીજા ટ્રસ્ટી ધર્મશ્રદ્ધાળુ સુશ્રાવક સુમતિભાઈ તથા ધર્મપ્રેમી અન્ય ટ્રસ્ટીઓએ સહુએ મને આપી તે બદલ તેઓ સહુને હાર્દિક ધન્યવાદ આપું છું. આ નિમિત્તે મારા મન, વચન અને કાયાના યોગોને શુભમાર્ગે પ્રવર્તાવવાના પુણ્ય દિવસો પ્રાપ્ત થયા તે માટે મારી જાતને હું ધન્ય લેખું છું.
પરમપૂજ્ય આચાર્યશ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી મહારાજશ્રીની પ્રેરણાથી હજુ બીજાં નવ ફૂટ ઉંચા અને ૪૦ ફૂટ ઉંચા અભૂતપૂર્વ શિલ્પો તૈયાર થવાનાં છે. શ્રદ્ધા છે કે ન આ શિલ્પો પણ એક નવી જ ભાત પાડનારાં બનશે.
આ નાનકડી પુસ્તિકામાં આપેલી તસ્વીરો પ્રથમવાર અત્રેના ચાલી રહેલા અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવની સુંદર આમંત્રણ પત્રિકામાં પ્રસિદ્ધ થતાં જનતાને તે
ચિત્રો એટલાં બધા ગમી ગયાં કે આ ચિત્રોની જુદી બુકલેટ છાપવાની જોરદાર છે. માંગણીઓ થઈ, એટલે અમોએ તેની સ્વતંત્ર પુસ્તિકા છપાવીને પ્રસિદ્ધ કરી છે. તે SS આ પુસ્તિકાનું મુદ્રણ જવાહિર પ્રિ. પ્રેસના સંચાલક, મારા ધર્મસ્નેહી, સૌજન્ય
ગીત 2022034