________________
છે (જ્ઞાન) વૃક્ષને પ્રદક્ષિણા આપે છે. શાસ્ત્રાભ્યાસીઓને વિચારણા માટે ઘણી પ્રેરણા આપે તેવું છે છે આ ચિત્ર છે. અહીં ચિત્રકાર ભૂલથી શાલ નામનું ચૈત્યવૃક્ષ પહેલેથી બતાવી શક્યા નહીં. જો
કે ચીતર્યા પછી તો તે કરવાની જરાપણ શક્યતા રહી ન હતી. છેવટે પ્રતીકરૂપે માત્ર બે કરો ડાળીઓ જ બતાવી સંતોષ માન્યો છે. આ બાબત મને હંમેશા ખટકતી રહેશે.
બેતાળીસમું ચિત્ર મેં મારી ખાસ ઇચ્છાથી કરાવરાવ્યું છે. સમવસરણનો દરવાજો જે રીતે આ શાસ્ત્રમાં વર્ણવ્યો છે, તેવો જંગી દરવાજો કે તેની અલ્પ પણ ઝાંખી કરાવવાની તાકાત કે લિએ શક્યતા માનવી પાસે છે જ નહીં. છતાં થયું કે નમૂનાના પ્રતીકરૂપે પણ કંઈક કલાત્મક, રે આકર્ષક આંખને ગમે તે રીતનો દરવાજો કરાવવો એટલે નાનકડો છતાં ભવ્ય, મનમોહક અને સુંદર દરવાજો કરાવ્યો છે. આ ચિત્ર લાક્ષણિક બને અને ભગવાનની બેઠક, જનતાની હાજરી
આ બધું વિશિષ્ટ એંગલમાં બતાવવું જેથી આધુનિક રજૂઆત અને કલાદૃષ્ટિનું આછું દર્શન થાય છે છે એ ખ્યાલથી કરાવરાવ્યું છે. ફક્ત એક ભગવાન શ્રી મહાવીર સિવાયના બાકીના ૨૩ તીર્થકરો આજીવન દેવદૂષ્ય વસ્ત્રધારી હતા તેથી આ ચિત્ર ત્રેવીશે તીર્થકરો માટે ઘટમાન છે.
તેતાલીસમા ચિત્રના પ્રસંગનો નિર્દેશ ગ્રન્થમાં એક ઠેકાણે કરેલો હોવાથી મોટાભાગનો છે. અમારા સાધુમહાત્માઓને ખ્યાલમાં ન આવે તે સહજ છે. આ બલિવિધાનનો પ્રસંગ ખૂબ જ
મહત્વનો, માર્મિક અને સહુના માટે અનેક રીતે પ્રેરક છે. વિશેષ પરિચય માટે પાછળ છે છે પરિશિષ્ટ પૃષ્ઠ નં. ૫૮ જુઓ.
૨૪ તીર્થકરોમાં ભગવાન મહાવીરનું જીવન પ્રસંગ-ઘટનાઓની દષ્ટિએ બીજા તીર્થકરોથી જ છે સહુથી જુદું તરી આવે છે. એટલા માટે એમ કહેવાય છે કે સંસારમાં આ ધરતી ઉપર છે અનંતા તીર્થકરો થઈ ગયા પણ ભગવાન શ્રી મહાવીરને સાધનાકાળ અને કૈવલ્યકાળમાં
ઉપસર્ગો-પરીષહની અકલ્પનીય જે બધી ઘટનાઓ બની એવી એકેય તીર્થકરો માટે બની જ નથી, એટલે ભગવાનના જીવનમાં ઘણી ઘણી નવીનતાઓ અને વિશેષતાઓ હોય તે સંભવિત છે
છે, અને એ કારણે તેઓશ્રીનું જીવન આત્મકલ્યાણ માટે, મોક્ષની સાધના માટે ઘણું જ પ્રેરકમાર્ગદર્શક બન્યું છે.
૨૪ તીર્થકરોનાં જીવનચરિત્રોમાં સૌથી વધુમાં વધુ રાજાઓ ભક્ત બન્યાની નોધ છે ભગવાન મહાવીરના ચરિત્રમાં જોવા મળે છે. આ ચિત્રમાં ઉત્તર ભારતના અઢાર દેશના છે. રાજાઓને બતાવીને ભગવાન શ્રી મહાવીરના મુખ્ય અનન્ય ભક્ત રાજવી શ્રેણિકને ઊભા છે બતાવ્યા છે. જેમ બૌદ્ધ ચિત્રમાં તેમના પરમભક્ત અશોકને રજૂ કરવાનો રિવાજ છે તેમ જ અહીં મેં શ્રેણિકને રજૂ કર્યા છે. ભગવાન પ્રત્યેની સમર્પણભાવની અખંડ ભક્તિથી શ્રેણિક - આવતી ચોવીશીમાં પહેલા તીર્થકર થવાના છે અને તે પણ જેવા મહાવીર હતા બધી રીતે છે. તેવા જ તીર્થકરરૂપે થશે. પેપર કટીંગની નવકારમંત્રની તથા સિદ્ધચક્રની ડિઝાઈનનો અલ્પ પરિચય છે. | નવકાર મંત્ર :-અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ વિશ્વની સર્વોચ્ચ ગણાતી હતી