________________
છે અને વિચારક વ્યક્તિઓ માટે એ સન્માર્ગ હોઇ શકતો નથી. તેઓએ તો જરા ઉંડું ઉતરી :
દીર્ઘદૃષ્ટિથી લક્ષ્મપૂર્વક વિચારવું ઘટે કે દરેક શાસ્ત્રોનું પ્રત્યક્ષ, અથવા તો પરોક્ષ, અથવા તો પ્રત્યક્ષ - અનુમાન, ઉપમાન કે આગમ-શબ્દ પ્રમાણથી જ નિરૂપણ હોઈ શકે છે, તેમાં કોઈ પદાર્થ પ્રત્યક્ષ
પ્રમાણથી સંસિદ્ધ થતો હોય ત્યારે કોઈ અનુમાન પ્રમાણથી ઘટતો હોય, જ્યારે કોઇ પદાર્થની સિદ્ધિમાં પ્રત્યક્ષ કે પરોક્ષ બને ચરિતાર્થ થતાં ન હોય ત્યાં અતીન્દ્રિય પદાર્થો માટે શબ્દ અથવા આગમ પ્રમાણથી વસ્તુતત્ત્વની સિદ્ધિ પણ અવશ્ય કબૂલ રાખવી જ પડે છે.
કારણકે શબ્દ-આગમના પ્રણેતા કોણ? તેનો ઘડીભરને માટે વિચાર કરીએ તો કે “પુવિધારે વવશ્વાસઃ' એ ન્યાયે આગમના પ્રણેતા રાગદ્વેષ મોહ રહિત એવા સર્વજ્ઞ તે પરમાત્માઓ હોય છે અને તેઓશ્રીના વચનામૃતમાં વિરોધાભાસ કે વિસંવાદને સ્થાન જ હોઈ . - શકતું નથી, કારણકે “Tદ્ વા વૈપાત્ વા મહદ્ વાચકૃતં તૂ' એ આખોક્તિ પ્રમાણે માનવજાત એક એ ત્રણ પ્રકારે મૃષા બોલે છે, જ્યારે આ મહાન વિભૂતિઓએ એ ત્રણે કારણોનો સમૂલ-વિધ્વંસ
કર્યો હોવાથી તેમની વચનાવલીમાં અસત્યને અવકાશ જ ક્યાંથી હોય! માટે આગમ પ્રમાણ એ આ સર્વગ્રાહ્ય કરવું જ પડે છે, જો તેને પ્રમાણભૂત ન માનીએ અને હવામાં ઉડાડી નાંખવામાં આવે તે તો ભયંકર અનર્થતા વ્યાપી જાય અને સર્વજ્ઞ પ્રણીત ધર્મશાસ્ત્રના અચલ સિદ્ધાન્તોમાં સર્વત્ર ઘેરો અંધકાર જામી જાય, તેમજ અવ્યવસ્થાનાં વાદળો ઉતરી પડે.
આથી જે અતીન્દ્રિય પદાર્થો છે કે, જેને જોવા કે જાણવા માટે ચર્મચક્ષુનું સામર્થ્ય નથી છે તેવા પદાર્થો તો હંમેશા જ્ઞાનીગમ્ય હોય છે, જે માટે કહ્યું છે કે :
समान विषया यस्माद् बाध्यबाधकसंस्थितिः।
अतीन्द्रिये च संसारि प्रमाणं न प्रवर्तते॥ અલબત્ત સમયના પરિવર્તન સાથે પ્રજાના સામાજિક ધાર્મિક, વેજ્ઞાનિક કે વિવિધ કલા તથા સાહિત્ય ઇત્યાદિ વિષયોને લગતી અભિરૂચિના માર્ગોનું પણ અનેક પ્રકારે પરાવર્તન થાય છે, પછી તે તે યોગ્ય હોય કે અયોગ્ય હોય, પણ એ પરાવર્તનના પ્રતાપે અત્યારે શ્રદ્ધા પ્રધાનયુગનું સ્થાન છે - તાર્કિક યુગે લીધું છે, તે જોતાં એ દિશામાં વધુ પ્રગતિ અને પ્રયત્ન દ્વારા તર્કયુક્તિઓ વડે શાસ્ત્રોક્ત $ - કથનોના નિરૂપણનો વિકાસ અને વૃદ્ધિ થાય તો જડવાદી યુગમાં હઠીલા અને અણસમજુ વર્ગ કે 26 માટે પણ તે વસ્તુ તથા ઐતિહાસિક કે આગમ પ્રસિદ્ધ બીનાઓ પણ શ્રદ્ધા ગ્રાહ્ય થાય અને તે માં ત્યારે જ તેનું સત્ય મૂલ્યાંક અંકાય. એટલા પુરતું આત્મોન્નતિ, અધ્યાત્મસ્વરૂપ અને અહિંસાપ્રધાન છે એવા જૈનધર્મના સનાતન સિદ્ધાન્તો લોકરૂચિ ઉત્પન થાય તેવી રીતે લોકભોગ્ય કરવા
આત્મપ્રેરણાત્મક અને આકર્ષણાત્મક રીતે નવીન પદ્ધતિનું અન્વેષણ કે પરિમાર્જન ચોક્કસ માગી
લે છે પણ સાથે એ ઉમેરવું જોઇએ કે એ પરિમાર્જન શાસ્ત્રોક્ત આશયોને અબાધિત રાખીને મ હોવું જોઈએ, નહિ કે મારી મચડીને, વિકૃત કરીને કે ખંડન કરીને!
વાયરલેસ-રેડિયો-ફોનોગ્રાફ વગેરે વસ્ત્રોનો શાસ્ત્રીય દૃષ્ટિએ સમન્વય :
વૈજ્ઞાનિક હેતુઓ અને સંશોધનોના કારણોની પ્રસ્તુત ચર્ચાની વધુ સિદ્ધિને માટે થોડોક ઉલ્લેખ ક ======] See eeeeeeee eeeeeeee