________________
3 આત્મ- પ્રત્યક્ષ કરવાની અવિનાશિની અને અવિપર્યાસિની અતીન્દ્રિય અનંત શક્તિનો ભોક્તા બને છે હે છે, તેવી અનંત શક્તિસંપન્ન વ્યક્તિને સુપ્રસિદ્ધ અને રૂઢ શબ્દોમાં મૂકીએ તો તે ઇશ્વર અથવા તો તે પરમાત્મ સ્વરૂપ કહેવાય છે. જેને જૈનો પોતાના પારિભાષિક-રૂઢ શબ્દોમાં તીર્થકર, અરિહંત, કે ક કેવલી, સર્વજ્ઞ, જિનેશ્વર, વીતરાગ ઇત્યાદિ પૂજ્ય અને ગુણવાચક શબ્દોથી સંબોધી અહર્નિશ તેમની છે પર્ફપાસના કરે છે.
એવા ઇશ્વરાત્મક કિવા પરમાત્મ સ્વરૂપ વ્યક્તિને જગતના પ્રત્યેક સુજ્ઞ અને 2 વિચારશક્તિસંપન્ન પ્રાણી સમુપાદેય ગણે છે તથા આત્મોન્નતિ માટે તે સર્વદા પરમાત્મતત્ત્વનો તે પરમપાસક હોય છે. વર્તમાન દુનિયામાં જૈનો, બૌદ્ધો, વૈદિકો, શેવો, ઇસ્લામીઓ, પારસીઓ, 26 પ્રોટેસ્ટ ક્રિશ્ચિયનો, કે રોમન કેથોલિકો ઇત્યાદિ જે જે ધાર્મિક ફિરકાઓ વિદ્યમાન છે, તે દરેક 2. ધર્મારાધક વ્યકિતઓની અંતરેચ્છા ધર્મના આદ્ય સંસ્થાપકે સ્વમાન્યતાનુસારે પ્રાપ્ત કરેલી ઉચ્ચદશાને રેડ સાધ્ય કરવાની હોય છે; એમ તેના સિદ્ધાન્તો અને મંદિરો, મજીદો કે ચર્ચામાં કરાતી પ્રાર્થનાના
શબ્દધ્યેયમાંથી સામાન્ય રીતે સમજી પણ શકાય છે, એટલું જ નહિ પણ તેઓ એક નહિ તો બીજી રીક રીતે પણ ધર્મસંસ્થાપક, ધર્મોપદેશક અને ધર્મકર્તવ્ય એ ત્રણેય તત્ત્વોને પણ સાથે સાથે અપનાવતા તે હોય છે.
આમ છતાં આત્મ-જીવનના સર્વત: પરમસંરક્ષક અને પરમહિતકર એવા એ ત્રણે સિદ્ધાન્તો | સામે પણ વિરૂદ્ધ અપલાપો, અવિચારી મન્તવ્યો અને અનિચ્છનીય કર્તવ્યો પણ કોઇ કોઇ ખૂણેથી
ઊભાં થતાં શ્રવણગોચર અને દૃષ્ટિગોચર પણ થાય છે, પરંતુ માનવજાત યાદ રાખે કે જ્યાં સુધી 25 આત્મા સંપૂર્ણગુણી કે સંપૂર્ણજ્ઞાનવાનું નથી, ત્યાં સુધી અજ્ઞાનજન્ય યદ્ધા તદ્ધા બોલવું કે સ્વેચ્છાપૂર્વક - સ્વમતિ કલ્પનાનુસારે જે તે માની લેવું એ ઘણું જ ગંભીર અને ભૂલભર્યું, જોખમી અને જીવનને 5 અધોમાર્ગે ગમન કરાવનારું પગલું છે, વાસ્તવમાં એવાઓ માટે તો પરમાત્મદશાની પ્રણાલિકાએ
આરૂઢ થવા સીધો અને સરલ પ્રાથમિક રાજમાર્ગ અહીજ આદરવો ઘટે કે પ્રાચીન મહર્ષિઓએ દર્શાવેલી શાસ્ત્રોક્ત પદ્ધતિ અને પ્રણાલિકાએ ચાલવું, એટલું જ નહિ પણ અટલ અને અનુભવસિદ્ધ ૯ સિદ્ધાન્તોની શ્રદ્ધાપૂર્વક સ્વીકાર અને અમલ કરવો; એ સિવાય મુમુક્ષુ જીવો માટે નિષ્કટક અને છે સહીસલામતભર્યો બીજો એકેય સન્માર્ગ જણાતો નથી.
પણ ભારે કમનસીબી સાથે મારે કહેવું જોઈએ કે આપણે એ આપ્તમહર્ષિઓના સનાતન - સત્ય સ્વરૂપ ફરમાનોને શિરસાવંધ કરી નથી આવકારતા કે નથી તો તે તત્ત્વોની તલસ્પર્શી વિચારણા તે માટે સમય કે સમજણનો ઉપયોગ કરતા, પરિણામે એક જ સાધ્યબિન્દુ ધરાવતા વિવિધ વર્ગોમાં as પણ શાસ્ત્રોક્ત વાક્યોની બાબતોમાં પરસ્પર વિસંવાદ જન્મે છે, અને ક્રમશઃ તે વૃદ્ધિગત થઇને કk
પોતાના વર્તુળમાં પ્રબલ સ્થાન પણ જમાવી લે છે. ચાલુ યુગમાં પણ તત્ત્વાતત્ત્વના સુરહસ્યને નહીં તે સમજી શકનારો, સ્યાદ્વાદમાર્ગ શૈલીથી અનભિજ્ઞ અને પૂર્વાપરના સંબંધને નહીં ઘટાવનારો કેટલોક
અણસમજુવર્ગ કોઇ કોઇ પદાર્થના નિરૂપણ કે નિર્ણયના પ્રસંગે કે નવીન વૈજ્ઞાનિક પદ્ધતિના આ હેતુના પ્રસંગે મહાન પુરુષોના ત્રિકાલાબાધિત અવિચ્છિન્ન અને અફર સિદ્ધાન્તોને અમાન્ય કરી છે . તે ઉપર કેવળ કલ્પનાના હવાઈ કિલ્લાઓ ખડા કરી દે છે, પરંતુ કૂપમંડૂક ન્યાયથી બુદ્ધિમાન છે 発売が発売さおおおおおおおおおおさ5] おおおおおおおおおおおおきゃおきゃ