________________
'
*************************************************************
************************** ***** **** *****
કારણ નષ્ટ થતાં કાર્ય સંભવી જ ન શકે એટલે આત્મપ્રદેશો સાથે અનંતાકાળથી વળગેલાં કર્મોને અહિંસા, સંયમ, તપ વગેરેની મહાસાધના દ્વારા છૂટાં પાડી દીધાં હોવાથી સંસાર * પરિભ્રમણરૂપ કાર્ય હવે તેઓને રહ્યું નહીં, સંસાર નથી તો જન્મ-મરણને ફરી અવકાશ જ
નથી. એ નથી એટલે આધિ, વ્યાધિ, ઉપાધિનાં દુઃખો ભોગવવાનાં રહેતાં નથી, એટલે મોક્ષે ગયેલા પરમ આત્માઓ અજર, અમર, અવિનાશી, નિરંજન, નિરાકાર વિશેષણોથી ઓળખાવાય છે, અને તે આત્માઓને અનન્ત અવ્યાબાધ સુખને પ્રાપ્ત થયા છે.
આવું મોક્ષ સ્થાન પ્રાપ્ત કરવું એ જીવમાત્રનું અંતિમ અને પરમધ્યેય છે, અંતિમ સાધ્ય છે. પૂર્વોક્ત સુખના અભિલાષીઓને આજે કે કાલે આ સાધ્ય સ્વીકારે જ છૂટકો છે.
આ સાધ્ય કે આ ધ્યેય મનુષ્ય દેહથી જ પાર પડે છે. કેમકે મુક્તિની સાધના માત્ર * આ દેહથી જ શક્ય છે અને આ સાધનાની સિદ્ધિ આ દેહથી જ લભ્ય છે.
એ પણ ધ્યાનમાં રાખવું ઘટે કે મનુષ્ય અવતાર ભૂતકાળમાં અનેકવાર મળવા છતાં મુક્તિનું સાધ્ય સિદ્ધ થઈ શક્યું નથી, અને સંસાર જીવતો જાગતો પુંઠે પડેલો ચાલુ છે. એનાં કારણો આ શું? તો એનાં કારણોમાં સાચી શ્રદ્ધા, સાચી સમજ અને સાચા આચરણનો અભાવ કારણ છે. જેને જૈન પરિભાષાના શબ્દોમાં મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ કહેવામાં આવે છે.
આ ત્રણેય દોષો ટળે તો તેના ફલ રૂપે (પ્રતિપક્ષી એવા) સમ્યજ્ઞાન, સમ્યગુદર્શન અને સમ્યગુચારિત્ર ગુણો પ્રગટે, અને આ ગુણો જે ભવમાં પરાકાષ્ઠાએ પહોંચે એ જ ભવે જીવનો મોક્ષ અવશ્ય થાય. એટલા જ માટે શાસ્ત્રકારોએ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી રત્નત્રયી એ જ મોક્ષ માર્ગ છે એમ જણાવ્યું છે.
ત્યારે પ્રથમ જિનેશ્વરદેવ કથિત તત્ત્વ કે માર્ગ ઉપર પૂર્ણ શ્રદ્ધાવાન બનો, વળી એ તત્ત્વોને શ્રદ્ધેય બનાવ્યા પછી એને સાચી રીતે ઓળખો, આ જાણપણું જ તમોને હેય અને ઉપાદેય એટલે કે જીવનમાં ત્યાગ કરવા લાયક શું છે? પ્રાપ્ત કરવા લાયક શું છે? તેની સાચી સમજ પ્રાપ્ત કરાવશે.
સભ્યશ્રદ્ધા અને શ્રદ્ધાનુસારી સમ્યજ્ઞાન માત્રથી (જેને શાસ્ત્રીય પરિભાષામાં સમ્યગુજ્ઞાન કહેવાય) સાધનાની સિદ્ધિ કદી થતી નથી પણ ત્યાગ કરવા લાયકનો ત્યાગ કરવામાં આવે અને મેળવવા લાયક બાબતોને પ્રાપ્ત કરવામાં આવે તો જ સાધ્યની કે ધ્યેયની સિદ્ધિ થાય.
હેયોપાદેયને જાણ્યા પછી જ્ઞાનસ્ય ફd વિજ્ઞતિઃ સૂત્ર મુજબ તેનો અમલ થવો જોઈએ તો જ જાણું સફળ છે, પણ ત્યાગ વિનાનું માત્ર કોરું જાણપણું ઈષ્ટ સિદ્ધિ માટે કારગત નથી.
એટલે પછી તમારે સમ્યગુચારિત્રના આચારને અમલમાં મૂકવો જોઈએ, અર્થાત્ સંયમ* ચારિત્ર કે દીક્ષાનો સ્વીકાર કરવો જોઈએ, જેને જૈન તત્ત્વજ્ઞાન (કર્મગ્રંથ)ની ભાષામાં જ * “સર્વવિરતિ' કહેવામાં આવે છે. વિતિ એટલે ત્યાગ જેમાં સંપૂર્ણ ત્યાગનું પાલન હોય તેને જે
*******************************************
*************
૧. સગર્શનજ્ઞાનવત્રાળ મોક્ષમાર્ગ: તસ્વાર્થ સૂત્ર. ૧]. ***** **** ********* [ ૩૨૭] k**
**
**************