________________
**********
************************
********
( પ્રતિક્રમણ એટલે શું અને તેની સમજ
************
*****
********
*
**
*
****
*
*
નોંધ: આ લેખમાં સરલ રીતે જરૂરી સમજ આપી છે.
પ્રત્યેક આત્મા સ્પષ્ટપણે કે અસ્પષ્ટપણે, અવિનાશી, સંપૂર્ણ અને નિર્ભેળ (એટલે દુઃખના મિશ્રણ વિનાનાં) આવા ત્રણ વિશેષણ કે ગુણવાળા સુખની સતત ઝંખના કરે છે. પણ આવું સુખ ૮૪ લાખ જીવાયોનિરૂપ સંસારમાં અર્થાત્ ત્રણે લોકમાં ક્યાંય અસ્તિત્વ ધરાવતું નથી. આ દુનિયાના કોઈ ખૂણે-ખાંચરે તે નથી. રંકની ઝૂંપડીથી લઈને રાજાના મહેલોમાં ઘૂમી વળો તો ત્યાંયે નથી. ભૂતકાળમાંય ન હતું અને ભવિષ્યમાં પણ હોવાનું નથી. આવું સુખ તે માત્ર એક મોક્ષ-મુક્તિસ્થાનમાં જ છે, અને જ્યારે આત્માની ત્યાં ઉત્પત્તિ થાય ત્યારે ત્રણેય ગુણોથી વિશિષ્ટ એવા આત્યંતિક સુખનો અનુભવ કરી શકે છે. એ મોક્ષ સ્થાન ક્યાં આવ્યું?
દશ્ય વિશ્વ કરતાં અદેશ્ય વિશ્વ અસંખ્યગણું મોટું છે. ત્રણેય લોક અને મોક્ષસ્થાન સહિતના આ વિરાટ વિશ્વને જૈનધર્મની ભૌગોલિક પરિભાષામાં તો કહેવાય છે. તેનું પ્રમાણ ચૌદરાજ * પ્રમાણ હોવાથી વહેવારમાં લોકની આગળ ચૌદરાજ શબ્દ જોડી પ્રસ્તુત લોકને ‘ચોદરાજલોક' * શબ્દથી ઓળખાવાય છે. આ ચૌદરાજલોક પ્રમાણ લોક ક્ષેત્રમાં કેન્દ્રમાં એક રાજ પ્રમાણ ૪ લાંબા-પહોળા તથા ચોદરાજ ઊંચા એવા સમચોરસ ક્ષેત્રને ત્રસનાડીની ઉપમા આપવામાં આવી ? છે. આ ત્રસનાડીમાં સર્વની અધો ભાગે નરકનું સ્થાન છે. તેની ઉપર મનુષ્યલોક વગેરે છે. $ તેની ઉપર ઊર્ધ્વભાગે દેવલોક અને આની ઉપર જરાક જ દૂર મોક્ષનું સ્થાન છે. જ્યાં અનંતા
કાળથી (દેહાદિકથી રહિત માત્ર આત્મત્વ ધરાવનારા) મુક્તિને પામેલા અનંતા જીવો વર્તે છે. ૨ ચોરાશી લાખરૂપ સંસારની રખડપટ્ટીમાં કારણભૂત એવાં કર્મોનો સર્વથા ક્ષય કરી સર્વગુણસંપન આ
બની કૃતકૃત્ય થયેલા આત્માઓ જ આ સ્થાનને પ્રાપ્ત કરી શકે છે.
*******
*****************************
**************************************
૧. ચૌદરાજ એટલે શું? તો “રાજ' શબ્દ એ જૈનધર્મની ભૌગોલિક પરિભાષામાં ક્ષેત્રમાનની સંજ્ઞાનો વાચક શબ્દ છે. એક રાજમાં અસંખ્ય એવા કોટાનકોટી યોજનનો સમાવેશ થાય છે, અને આ લોક બરાબર ચૌદરાજ જેટલા માનનો હોવાથી “ચૌદરાજ' શબ્દ રૂઢ થઈ ગયો છે.
૨. ત્રસ એટલે શું? તો ત્રસ એટલે ગતિ પ્રાપ્ત જીવો, આ જીવો ચૌદરાજવર્તી વિશ્વના કેન્દ્રમાં આવેલી ૧ રાજ લાંબી, પહોળી અને ચૌદ રાજલોક ઊંચી એવી સમચોરસ જગ્યામાં જ હોય છે. ત્રસ જીવો એથી બહાર હોતા જ નથી. તેથી ત્રસ જીવ પ્રધાન જગ્યાને ‘નાડી' સંબોધન લગાડી સનાડી કહેવામાં આવે છે.
૩. કર્મ એટલે શું? કર્મ બે પ્રકારનાં છે. એક દ્રવ્યકર્મ અને બીજું ભાવકર્મ. દ્રવ્યકર્મ એટલે જગતમાં $ સર્વત્ર વર્તતા કામણ વર્ગણાના પુગલ પરમાણુઓ. જેમાં વ્યક્તિના સારા-નરસા વિચારોનાં કારણે શુભાશુભ ફળ આપવાની શક્તિ પેદા થાય છે. અને પછી એ શક્તિ જીવને સુખ-દુઃખ કે સારા-નરસાનો અનુભવ કરાવે છે, અને આત્માનો શુભાશુભ વિચાર-પરિણામ તે ભાવકર્મ છે.
********************ય
? ૩૨૬ /
*******
********