________________
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
ઋષિમંડલ આરાધનાની
વિ. સં. ૨૦૨૭
પ્રસ્તાવના
૨૫
ઇ.સન્ ૧૯૭૧
પ્રસ્તાવના
(પ્રથમ આવૃત્તિ મુજબ)
લે. ૫. પૂ. મુનિશ્રી યશોવિજયજી મહારાજ
જેમ નવસ્મરણ, જિનપંજર, મંત્રાધિરાજ આદિ અનેક સ્તોત્રો છે, તેમ ઋષિમંડલ પણ એવું એક સ્તોત્ર છે. નવસ્મરણમાં પણ ભક્તામરસ્તોત્રનું શ્વેતામ્બર–દિગમ્બર સંપ્રદાયમાં જેવું સ્થાન છે, તેવું જ બંને સંપ્રદાયોમાં ૠષિમંડલ સ્તોત્રનું સ્થાન છે.
ઋષિમંડલ શબ્દનો અર્થ, તે ક્યારે રચાયું? રચનાર કોણ હતા? એની વિશેષતા, મહિમા, અન્તિમ ફલશ્રુતિ, નાના મોટા વચ્ચેનો તફાવત, આના આરાધકોના કેટલાક અનુભવો અને તેના અર્થ વગેરે બાબતો ઉપર લેખક મહાશયે યથાયોગ્ય રીતે પ્રકાશ પાડ્યો છે, એટલે એ અંગે વિશેષ કોઇ નિર્દેશ૧ અહીં કરતો નથી. અહી જરૂરી અવલોકન નોંધી પ્રસ્તાવના ટૂંકમાં જ પૂરી કરીશ.
આ સ્તોત્રનો પાઠ ચતુર્વિધ સંઘના હજારો આત્માઓ રોજે રોજ કરે છે. તેના યન્ત્ર-મન્ત્રની આરાધના પણ હજારો પુણ્યવાન આત્માઓ કરે છે. સેંકડો માણસો એની વિધિપૂર્વક આરાધના અનેક રીતે કરતા આવ્યા છે, અને એના આધ્યાત્મિક લાભો, માનસિક શાંતિ અને બીજા અનેક ચમત્કારિક લાભો-ફળો તેઓએ અનુભવેલા છે. આ એક નિર્વિવાદ બાબત છે. સ્તોત્રની ભાષા સરલ, પ્રાસાદિક છે. સહુને પથ્ય થાય તેવું
૧. મારી સંપાદિત કરેલ ઋષિમંડલની પહેલી તથા ત્રીજી આવૃત્તિ જુઓ. એમાં સંક્ષેપમાં પણ ઘણી ઘણી બાબતો ઉપર વિવેચન કરેલું છે.