________________
છે: કડક '
RSS
સ્પર્શેન્દ્રિયના વિપાક અસત્ય, માન અને રસનેન્દ્રિયના ચોરી, માયા, પ્રાણ, નાસિકા ઈન્દ્રિયના; કે પરિગ્રહ, મોહ, કર્મેન્દ્રિયના વિપાકો અને પૂર્વોક્તાર્થનો ઉપસંહાર છેવટે આધ્યાત્મિક સુંદર અને બોધ આ વિષયોનો સારાંશ બનશે તો થોડા વધુ વિસ્તારથી અલગ આપશું.
આ પ્રસ્તાવના લખતાં શાસ્ત્ર ઇતિહાસ કે ગ્રંથકારના આશયને અનનુકૂલ વિધાન થયું હોય તે તો ક્ષમા માગું છું અને વાચકોને તે જણાવવા વિનંતી કરું છું. સંપાદન કાર્ય અંગે કંઈક
વિ. સં. ૨૦૧૨ની સાલમાં પ. પૂ. વિદ્વદર્ય ધર્મસ્નેહી આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજને વૈરાગ્યરતિ’ ગ્રંથનું સંપાદન કાર્ય કરવા નમ્ર વિનંતી કરી. તેઓશ્રીએ ઉદાર ભાવે વિનંતી સ્વીકારી અને તે કાર્ય વિદ્વાન અને સ્નેહી મુનિવર પં. શ્રી રમણિકવિજયજી મહારાજને સોંપ્યું. વરસો બાદ તે કાર્ય પૂરું થવા પામ્યું અને ગત વરસમાં (૨૦૧૪) ગ્રંથ છપાઈને તૈયાર થવા પામ્યો. અને પ્રસ્તુત ગ્રંથના ફર્મા વગેરે મારા પર જોવા મોકલી આપ્યા, એમાં મારે પ્રસ્તાવના લખવાની હતી પણ અચાન્ય કારણો, ઉપરાંત આવેલી અણધારી રે માંદગીના કારણે આંખથી કામ કરવાનું બંધ રહ્યું હતું તેથી પ્રસ્તાવના લખી ન શકાણી, જેથી તે પ્રકાશન ઢીલમાં મૂકાયું. હવે એ પ્રસ્તાવના મુદ્રિત થતાં તેનું પ્રકાશન થવા પામ્યું છે.
સંપાદક મુનિશ્રીએ આના સંપાદનમાં શ્રેષ્ઠ કાળજી રાખી છે. સારો પરિશ્રમ ઉઠાવ્યો છે અને એમના સાથીદારોએ સારો સહકાર આપ્યો છે. પરિણામે અનેક ગ્રંથોમાં ખાસ કરીને સંશોધકોની નબળાઈને કારણે મોટા મોટા ભારેખમ શુદ્ધિપત્રકો છાપવા પડે છે. તેવું આમાં ન બનતાં–નાનકડું જ શુદ્ધિપત્રક બનવા પામ્યું છે, એ અતિયોગ્ય જ થયું છે.
એક વાત મને એ ખૂંચી કે સંપાદકે આને માટે વિશેષ સમય ફાજલ પાડીને આ ગ્રંથાતર્ગતના સુભાષિત શ્લોકોની તારવણી કરી અનુવાદ સહ પાછળ પરિશિષ્ટ તરીકે જો આપી પર હોત તો સામાન્ય વાચકોને થોડા સંતોષનું કારણ બનત. કાગળ જરા જાડા અને ટાઈપ જરા મોટા પસંદ કર્યા હોત અને પ્રિન્ટીંગમાં વધુ કાળજી લીધી હોત તો મુદ્રણની દૃષ્ટિએ ગ્રંથાકર્ષણ સુંદર થયું હોત. અસ્તુ. - પૂ. આગમપ્રભાકરજીના અને સંપાદકશ્રીના મને તેમજ આ સંસ્થાને આપેલ હાર્દિક સહકાર બદલ અમો સહુ આભારી છીએ. પણ એક અતિદુઃખદ વાતની નોંધ લેતાં ખેદની
લાગણી અનુભવવી પડે છે કે આ ગ્રંથના સંપાદક મહાશય પોતાના પરિશ્રમના ફળરૂપ આ આ ગ્રંથનું પ્રકાશન જોવા આપણી વચ્ચે નથી. પ્રકાશન થતાં પહેલાં સ્વર્ગવાસી બન્યા છે.
પૂ. આગમપ્રભાકરજીનો સાહજિક રીતે ઉદાર અને સહદથી સહકાર તો સદાય મને મળતો જ રહ્યો છે તે બદલ આનંદની લાગણી અનુભવું છું. સર વિ. સં. ૨૦૨૬ ચેમ્બરતીર્થ, મુંબઈ
મુનિ યશોવિજય
[ ૩૧