________________
APNYAYAYAYAYYNYNPNYSYNYNININK
***********
ગ્રન્થકારોનો ઉદ્દેશ–માનવજાતને ત્રણેય પુરુષાર્થનું પરિજ્ઞાન કરાવવાનો અને ગૃહસ્થાશ્રમીઓને ત્રણેય માટે પુરુષાર્થ કરવાનું જણાવવાનો હોય છે પણ મુખ્યત્વે તમે ધર્મની પ્રધાનતા જાળવીને કરજો એ વાતને ખાસ ધ્વનિત કરવાનો છે.
કોઈ કોઈ ગ્રન્થમાં તો નિઃશ્રેયસામ્યુલય વગેરે શબ્દો ઉમેરીને જીવનનું અંતિમ ધ્યેય સાફસાફ શબ્દોમાં સૂચવી દીધું છે. ધર્મ કરી શકવાના કારણે જ મહામૂલા ઉચ્ચ ગણાતા માનવ જીવનનું ધ્યેય ટૂંકું નથી પણ ઉદાત્ત અને મહાન છે. એને આ ૮૪, લાખના પરિભ્રમણને અંતે સંપૂર્ણ, નિર્ભેળ અને શાશ્વત સુખ-આનંદ અને શાંતિના ધામરૂપ મુક્તિ-મોક્ષ આત્માનો કરવો જ પડશે જો સુખ અને શાંતિ ખપતી હશે તો!
આજના ધર્મબંધુ લેખકોને વિનમ્ર વિનંતિ
ભારતની આઝાદી પછી પરદેશી સાહિત્ય, ફિલ્મો અને પરદેશના પ્રવાસને અન્ને આવતી વાતોથી કેટલાક લેખકો તેની અસર નીચે આવી ગયા છે. એટલે ભારતીય સંસ્કારો, ભારતીય આદર્શો, ભારતીય મર્યાદાઓ કે ભારતીય ભાવનાઓને પુષ્ટિ મળે તેવું લખાણ ભાગ્યેજ જોવા મળે. પણ આજે જેટલું છે એટલું પણ જીવંત રહે તેવું સર્જન કરે તેવી મારી ધર્મબંધુ લેખકોને વિનંતિ છે. છેવટે જેટલું જીવંત આજે છે તે તિરસ્કૃત ન બને અથવા તે નબળું ન પડે, તેનો ખ્યાલ રખાય તોય સારૂં. સેક્સ પ્રધાન સાહિત્યનો મેનિયા બહુ વધ્યો છે. પ્રજાને શું ખાવું છે? એ કરતાં પ્રજાને આપણે શું ખવડાવવું છે કે જેથી તેનાં તન, મનનું આરોગ્ય જળવાય, તે સંસ્કારના સાચા રખેવાળોને જોવાનું છે. ગમે તેવા ગંદા અને ઝેરી ખોરાકો ખવડાવાથી પ્રજા રોગીષ્ઠ બની ગઇ છે, યુવાન પ્રજા ઉપર એની ઘણી મ્હોટી ખરાબ અસરો આજે પડી ચૂકી છે. ભાવિ પેઢીને આપણે કેવી જોવી છે? તે સહુ વિચારે. માત્ર પેટ-પટારા સામું જ ન જુએ પણ પ્રજાની નૈતિક, ધાર્મિક કે આધ્યાત્મિક ઉન્નતિ કેમ થાય? એનો પ્રધાન ખ્યાલ રાખીને સાહિત્ય પીરસે, આપણે માત્ર આલોકવાદી નથી પરલોકવાદી પણ છીએ, આત્મવાદી છીએ, માટે જીવનમાં સારા સંસ્કારો ઊભા કર્યા સિવાય ચાલવાનું નથી જ. કેટલાક લેખકો ધાર્મિક નવલકથાઓનાં નામના ઓઠા નીચે પણ વિકૃત પ્રકરણો લખી મારે છે. વિશેષ શું કહું! આ બધી બાબતો ઉપર સંયમ રાખી કલમ ચલાવે. સામાજિક શિક્ષા રક્ષાનો ધર્મ બજાવે અને ભારતીય સંસ્કારોનું ઋણ અદા કરે, તેવી મારી લેખક ધર્મબંધુઓને પુનઃ વિનમ્ર વિજ્ઞપ્તિ છે.
ઉપરોક્ત પરિસ્થિતિ વાંચીને લેખકો કે વાચકો મને જુદી જુદી દૃષ્ટિએ નિહાળે તે સ્વાભાવિક છે. પણ એક બાબતની હું સ્પષ્ટતા કરૂં કે પરિસ્થિતિ ખૂબ બગડેલી હોવા છતાં નિરાશાના ક્ષેત્રમાંનો અન્તિમવાદી હું નથી બન્યો. ઘણીવાર આશા નિરાશાના પ્રવાહો આપણા જીવનમાં સમાંતર લીટીએ જ ગતિ કરી રહ્યા હોય છે. હું ઈચ્છું છું, ઈચ્છું છું એટલું જ નહિ પણ ઈશ્વરને પ્રાર્થુ છું કે મારી નિરાશા એક દિવસ આશામાં ફેરવાઈ જાય એવા દિવસો જલદી આવે !
NANAN AN AN AN AN AN AN AN AN AN AN AN ANAN AN [302] *******
**************