________________
verses crasseterrested
s AASAAASAASAASASASASAawaawaasaaNaam Asiansmmmmmmm
છે. રામાયણ મહાભારત', પુરાણો વગેરેને અને બૌદ્ધોમાં સુત્તપિટક તથા જાતક કથાઓને નિર્દેશી શકાય.
અહીંઆ પ્રાચીન કાળના આ આર્ય ધરતીના વિદ્વાનો અને લેખકોના ચિત્તમાં કઈ વસ્તુ છે તે કેન્દ્ર સ્થાને હતી, તેમજ એમનો આદર્શ કેવો મહાન અને સમાન હતો એ તરફ વાચકોનું ધ્યાન પર ખેંચવા માગું છું. પ્રાચીન ગ્રન્થકારોનું મુખ્ય ધ્યેય શું રહેતું હતું?
આસ્તિક્ય ગણાતા ભારતીય દર્શનના વિવિધ વિષયોનાં પુસ્તકો-જેમકે વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, અલંકાર, આયુર્વેદ, શિલ્પ, જ્યોતિષ, અર્થશાસ્ત્ર કાવત્ કામશાસ્ત્રો, રચનારા ગ્રન્થકારોએ પોતાના ગ્રંથની રચનાનો ઉદ્દેશ શો છે? તેનો ગ્રન્થારમ્ભમાં જ ખ્યાલ આપતા બહુધા ઘર્થHIM આ, કે આના ભાવને વ્યક્ત કરતું જ કોઇ વાક્ય નોંધ્યું હોય છે. એમાં તેઓ ઘર્મ શબ્દને જ અગ્ર સ્થાન આપે છે. આથી આ દેશમાં ધર્મ પ્રત્યે કેવું બહુમાન, આદર અને અહોભાવ હતો તેનું સ્પષ્ટ દર્શન થાય છે. પ્રાચીન કાળના એટલે બહુ પ્રાચીન કાળના નહિ, નજીકના કાળના વિદ્વાનો, લેખકો, અધિકારીઓ, રાજા-મહારાજાઓ અને સામાન્ય રીતે કહીએ તો અસંખ્ય પ્રજાજનોના હૃદયમાં કેન્દ્રસ્થાને ધર્મ રહેતો હતો અને ‘અર્થ-કામ' તેને
ફરતા હતા. કેન્દ્રની રક્ષા–મહત્તા અને આદર જાળવીને જ ફરતા અર્થ-કામની પ્રાપ્તિ રક્ષા કે કે ઉપભોગ વગેરે થતું હતું. આજે (આઝાદી પછી પ્રબળપણે) માનવીએ બહુધા કેન્દ્ર સ્થાને
અર્થ અને કામને પ્રતિષ્ઠા આપી છે. અને ધર્મને ફરતો મૂક્યો છે. આમ ઊલટી ગંગા વહાવી
છે અને એનાં અનેક માઠાં અને કટુ પરિણામો જોઈ શકીએ છીએ. કે ધર્મકથાનું મહત્ત્વ
ગ્રન્થકાર “ધર્મ' શબ્દ મૂકીને, બે-ત્રણ વસ્તુ ધ્વનિત કરવા માગે છે. પ્રથમ એ કે અર્થ કામની પ્રાપ્તિનું મૂલ ધર્મ છે. ધર્મ એ જ અર્થાદિનું કારણ છે. માટે મૂલ વિના શાખા-પ્રશાખા કયાંથી? (મૂર્ત વિના કુતઃ શાણા) એ વાતને સૂચિત કરે છે. બીજું ધર્મને માટે જ અર્થકામ છે એ ખ્યાલ ન ચૂકજો એ કહેવા માગે છે. ત્રીજી વાત એ કે તમારી અર્થ-કામને લગતી કોઈ પણ પ્રવૃત્તિને ધર્મના પુટથી પુટિત કરતા રહેજો-ધર્મના રંગથી રંગતા રહેજો-ધર્મભાવનાના મસાલાથી મિશ્રિત કરતા રહેજો, જેથી અહિંસા, સત્ય, દયા, નીતિમત્તા, પ્રામાણિકતા અને માનવતાના સદ્ગુણો ટકી રહેશે.
તમારું મન કે તમારો આત્મા, ક્રૂરતા, અનીતિ, અપ્રમાણિકતા અને દાનવતા જેવા દુર્ગુણોનો શિકાર નહીં બને, પરિણામે બીનજરૂરી પાપપ્રવૃત્તિઓથી બચી જવાશે, સુંદર જીવન જીવાશે અને પરસ્પર પ્રેમ, સંપ, ભાઇચારો અને વિશ્વબંધુત્વની ભાવનામાં વધારો થતો રહેશે.
૧.
આ સિવાય બહત્કથાસાગર વગેરે, તેમજ પરદેશના અરેબિયન નાઇટસ વગેરે સુપ્રસિદ્ધ કથાગ્રન્થો પણ છે પણ તે ધર્મકથામાં ગણી શકાય નહિ.
SE
યયયયયયથથા રોજગાર
News News maara aavavama aak