________________
A
AAAAASAN
T
.
ANA
- પ્રકાશન કરી રહી છે, તે આપણા સહુ માટે આનંદિત થવા જેવી બાબત છે. છે. કથાકાર તરીકે ઉપાધ્યાયજી
આપણા વંદનીય ગ્રંથકાર શ્રીમદ્ યશોવિજયજી મહારાજે ગત જન્મોમાં પવિત્ર એવા નું તે સમ્યગુજ્ઞાન અને તેને લગતાં સાધનોની તથા જ્ઞાન, ત્યાગ, વેરાગ્ય આદિ ગુણોથી અલંકૃત
જ્ઞાનીઓના ચરણકમલની કોઇ એવી અસાધારણ કોટિની ઉપાસના કરી હશે કે જેના પ્રતાપે એક
જ વ્યક્તિમાં અનેક શક્તિઓ આવિર્ભાવ થવા પામી હતી. બાલ્યાવસ્થામાં જ દીક્ષા લઇ ગુરુદેવશ્રી કર નવિજયજી સાથે કાશી વગેરેના વિદ્યાધામમાં જઈને અસાધારણ પરિશ્રમ અને પરીષહ ઉઠાવી,
અનેક દર્શન શાસ્ત્રો, તેમજ સાર્વજનીન સાહિત્યનું ગંભીરભાવે તલસ્પર્શી અને વિશાળ અવગાહન કરવાને શક્તિમાન બન્યા હતા. એ અવગાહન પરિશીલન તેમજ ચિંતન-મનનના પરિણામે
વિવિધવિષયક જ્ઞાન વિજ્ઞાન સાહિત્યનું સર્જન કરવાને સમર્થ બન્યા હતા. પૂજ્યશ્રીએ આગમ' ઉપર છે, ટીકા ટીપ્પણાદિ કરવાનું ટાળ્યું છે. તે સિવાય તેઓશ્રીએ અનેક વિષયો ઉપર ગંભીર માર્મિક પર યુક્તિયુક્ત મહત્ત્વનું અને અભિનવ પ્રકાશ પાડતું ઘણું ઘણું લખ્યું છે.
ઉપાધ્યાયજી દર્શનશાસ્ત્રોની રચનાથી, દાર્શનિક તર્કપૂર્ણ ગ્રંથો લખવાથી તાર્કિક, વિવિધ ભાષામાં કવિતાઓ બનાવવાથી કવિ, સ્તુતિઓ રચવાથી સ્તુતિકાર, અલંકારના ગ્રન્થો રચવાથી સાહિત્યકાર, અધ્યાત્મ અને યોગવિષયક ગ્રંથો લખવાથી આધ્યાત્મિક-યોગી, એમ વિવિધ વિશેષણોને યોગ્ય બન્યા છે. તેઓશ્રીએ કથાના ગ્રન્થો રચ્યા હોવાથી “કથાકાર' તરીકે પણ
આપણે ઓળખાવી શકીએ. આ અદ્ભુત સર્જક
એક વાત લક્ષમાં રાખવી ઘટે કે વિદ્વાનો હજારો પાકે છે જ્યારે સર્જકો સેકડોયે પાકતા છે નથી. ઉપાધ્યાયજી અજોડ કોટિના, “અદભુત” શબ્દથી નવાજી શકાય તેવા દિગજ વિદ્વાન તો
હતા જ પણ “સર્જક' પણ એવા જ અભુત કોટિના હતા. ભગવાન શ્રી મહાવીર દેવના , ૨૫00 વરસના શાસનમાં ઉત્તમ કોટિના પાંડિત્યપૂર્ણ થોડા ઘણા સર્જક આચાર્યો જે થઇ ગયા તેમાં ઉપાધ્યાયજીનું સ્થાન ઘણું જ જ્વલંત છે. પણ એથી આગળ વધીને તટસ્થભાવે કહું તો કોઇ અપેક્ષાએ વધુ ચમકતું છે. કારણ કે એમને પોતાની માતૃભાષા (જૂની ગુજરાતી)માં પણ છે શાસ્ત્રવાણી અને ઉપદેશને ઉતારી બાલજીવો ઉપર જે ઉપકાર કર્યો છે તેવો અને તેટલો બીજા સર્જકોએ કર્યો નથી એટલે તેઓ આમ જનતાના પણ સર્જક-ઉપકારક કહેવાયા છે.
ઓળખતું, કોઈ અપરનામ તરીકે “મુક્તિશુક્તિ' ઓળખાવતું હતું, કોઈ કોઈ લેખકોએ પ્રસ્તાવનામાં અથવા તેમની પ્રગટ થયેલી યાદીમાં એ રીતે જ નોંધ લીધી છે પણ હવે અસલ મૂલ પ્રતિ મળતાં આ ગ્રન્થનું ઉપરોક્ત નામ સ્પષ્ટ થઇ જાય છે. થોડા સમય ઉપર ધર્મમિત્ર મુનિવરશ્રી પુણ્યવિજયજી મહારાજ તરફથી આનંદજનક સમાચાર મળ્યા કે ઉપાધ્યાયજીએ ‘અનુવાદ્વાર'ના આગમ ઉપર ટીકા ૨ચ્યાનો પુરાવો મળ્યો છે.