________________
US
કે જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે; એટલે પ્રારંભમાં ત્રિકરણયોગે વિધવિધ નામે ઓળખાતા
જૈન સંઘના લોકપ્રિય તીર્થકરને ભાવપૂર્વક વંદન-નમસ્કાર કરું છું. સાથે સાથે ભગવતી આરાધ્યદેવી શ્રી પદ્માવતી માતાજીને પણ નમસ્કાર કરું છું. ભગવાન પાર્શ્વનો જન્મકાળ :
SONGS
%E0%ઈs,
New
જૈન ધર્મમાં કાલને એક સ્વતંત્ર દ્રવ્ય-પદાર્થ તરીકે ગણેલ છે, અને માનવજાતને સમજવા માટે સમય કે કાળની એક સ્વતંત્ર પરિભાષા નિર્માણ થઈ છે. એ પરિભાષામાં કાળના છે અવિચ્છિન્ન-અવિભાજ્ય પ્રમાણને સમય એવા સ્વતંત્ર શબ્દથી ઓળખાવ્યો છે. અહીંયા સમય’ શબ્દથી પ્રચલિત “વખત” એવો અર્થ લેવાનો નથી.
આ સમયના પરિમાણને સમજવું શી રીતે? આ વિષયથી અજ્ઞ એવા હરકોઈ વાચકોને આ પ્રશ્ન ઉઠે. એના માટે શાસ્ત્રમાં અનેક દષ્ટાંતો-દાખલાઓ આપ્યા છે. એ પૈકી એક દાખલો જોઈએ.
આપણે આંખને મીંચીને તરત ખોલી નાંખીએ, તેને પલકારો' કહીએ છીએ. એમાં જેટલો કાળ પસાર થયો, તેમાં અસંખ્ય સમય વીતી ગયા. જરા કલ્પના તો કરો! તમારી કલ્પના પણ થીજી જાય એવી આ બાબત છે. એમાં હજારો, લાખો, કરોડો, અબજો નહિ પણ અસંખ્ય કે
સમયો એટલે કે જેની ગણત્રી કરવી જ મુશ્કેલ, એટલા સમાયા છે. અત્યારે સ્થૂલ ગણિતમાં - વિપલ' સુધીનું માપ છે. અંગ્રેજીમાં ચાલુ વહેવારમાં ‘સેકન્ડ'નું (એક મીનીટના ૬૦મા ભાગનું)
માપ છે. આ વિપલ કે સેકન્ડમાં લાખો કરોડો સમયનો સરવાળો રહેલો છે. આથી એક સમય હતો કે કેટલો સૂક્ષ્મ વિભાગ છે, તેની કલ્પના આવી શકશે. જૈનધર્મનું આ આત્મત્તિક કોટિનું સૂમમાન
છે. આ કાલગણિત તમને અન્યત્ર ક્યાંય નહિ મળે. કાળનું આદિમાન જેમ સમય છે, તેમ છે છે તેનું અન્તિમાન અનંત છે.
સમયથી શરૂ થતું આ માપ ગણત્રીની મર્યાદા છોડીને આગળ વધે છે, ત્યારે તેને માટે પસંધ્યા શબ્દનો પ્રયોગ થાય છે. આવા અસંખ્ય વરસોના કાળને એક પત્યોપમ કહે છે. આવા અસંખ્યાતા છે પલ્યોપમના કાળને એક સાગરોપમનો કાળ કહેવાય છે. આવા દશ કોડાકોડી સાગરોપમ જેટલા જ કાળને એક ઉત્કંપની અને એટલા જ માનવાળા કાળને વળી એવું રૂઢ નામ આપ્યું છે. ઉત્સર્પિણી અને અવસર્પિણી બંનેના સમુદિત–ભેગા કાળને માટે એક %િ આવું નામકરણ કે કરવામાં આવ્યું છે. આવા અનંતા કાળચક્રો વીતી ગયાં છે અને વીતશે.
અહીં ઉત્સર્પિણી અને અવસર્પિણી બંને કાલને છ છ ભાગે વહેંચી નાંખવામાં આવ્યો છે. તે શાસ્ત્રોક્ત શબ્દોમાં આ ભાગને મારા શબ્દથી ઓળખાવાય છે. તેના પર્યાય તરીકે પ્રચલિત ભાષામાં યુગ” શબ્દ યોજી શકાય. ઉત્સર્પિણી એટલે બધી રીતે ઉત્તરોત્તર ઉન્નતિ દર્શાવતો કાળ અને અવસર્પિણી એટલે ઉત્તરોત્તર અવનતિ દર્શાવતો કાળ.
આરોહ જેવા ઉત્સર્પિણી અને અવરોહ જેવા અવસર્પિણી કાળમાં, યથાયોગ્ય કાળે વિવિધ
RESS..!