________________
v
t
)
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
ઉવસગ્ગહરં સ્તોત્ર યાતે જૈન મંત્રવાદની જયગાથાની
પ્રસ્તાવના
. વિ. સં. ૨૦૨૫
ઇ.સત્ ૧૯૬૯
દH ARAT
RS
પ્રસ્તાવના
સ્તોત્ર-મંત્ર-યંત્રની ઉપાસના આ કાળમાં પણ પોતાના પ્રગટ પ્રભાવને બતાવનારી છે, એ અનુભવસિદ્ધ નિર્વિવાદ બાબત છે. છતાંય જે ઉપાસકોને આરાધના ફલવતી નથી દેખાતી, તેનાં કારણો શું છે? તે અંગે મારી દૃષ્ટિએ થોડુંક લખવા ઇચ્છા હતી. વળી સમ્યગૃષ્ટિ શાસનદેવ-દેવીઓ અને મન્નોનું શું સ્થાન છે તથા તેનો પ્રભાવ શું છે? તે અને સાધકો અને ઉપાસકોના તેમજ મારા પોતાના અનુભવો અંગે પણ લખવાની ઈચ્છા હતી, પણ તે તો સ્વતંત્ર પુસ્તક દ્વારા જ શક્ય બને. એમ છતાં શતાવધાનીજીએ એમના મંત્રગ્રન્થોની શ્રેણિમાં આ અંગે ઘણું લખ્યું છે, વાચકો તેથી જરૂર સંતોષ મેળવી શકે તેમ છે, એટલે હું તો ભગવાન શ્રી પાર્શ્વનાથ સાથે સંબંધ ધરાવતી જાણવા જોગ કેટલીક હકીકતો, સ્તોત્રાદિક અંગેની મહત્ત્વની બાબત વગેરે જણાવીને મારી પ્રસ્તાવના સમાપ્ત કરીશ.
જે સ્તોત્ર ઉપર આ ગર્ચે તૈયાર થયો છે, એ સ્તોત્ર પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનનું છે. પ્રસ્તુત તીર્થકર બાલ્યકાળથી મારા ઉપાસ્ય છે, આરાધ્ય છે. માત્ર આરાધ્ય જ નહિ, પરમારાધ્ય છે. એમનાં નામસ્મરણ, ધ્યાન તથા ઉપાસનાએ મારા
3
RA