________________
તે માટે દેવી અન્નપૂર્ણા જેવા ગણાતા સુરત નિવાસી જાણીતા વિદ્વાન પ્રો. શ્રી હીરાલાલ .
રસિકદાસ કાપડિયાને સોંપવામાં આવ્યું. અને “સમીક્ષાના અનુકરણરૂપે કરવાનું હોવાથી લેખકની
ઇચ્છાનુસાર થશોદોહન' એવું અભિધાન રાખ્યું. પણ તૈયાર થયેલું લખાણ જોયા બાદ લાગ્યું કે . કે તેઓએ તેમાં ‘સમીક્ષા' ને બદલે પ્રધાનતયા “ગ્રન્થપરિચય' આપવાનું કાર્ય કર્યું છે. આથી ક સંભવ છે કે પ્રસ્તુત નામ તેના પૂર્ણાર્થમાં બંધબેસતું ન લાગે! એમ છતાં તેઓએ પરિશિષ્ટાદિ વિવિધ અંગોને જોડવા પૂર્વક જે કાર્ય કર્યું છે તે પણ અતિ ઉપયોગી જ થયું છે, અને આ કાર્ય સારી રીતે પાર પડયું છે, એમ સાનંદ નોંધવું જોઈએ અને એથી લેખક મહાશય ધન્યવાદના અધિકારી બને તે પણ સ્વાભાવિક જ છે.
પ્રસ્તુત ગ્રન્થના બે ખંડ પાડવામાં આવ્યા છે. પુનઃ બીજા ખંડના ચાર ઉપખંડ પાડવામાં આવ્યા છે, જેને દશ પેટા પ્રકરણો વડે શોભાવ્યા છે. પ્રથમ ખંડમાં ઉપાધ્યાયજી શ્રીમદ્ યશોવિજયજીનું જીવનચરિત્ર અને તેને લગતી માહિતીઓ આપવામાં આવી છે. અને બીજા
ખંડમાં તેનું કવન એટલે કે તેમને વિવિધ ભાષામાં જે કંઈ કહ્યું-લખ્યું તેનો પરિચય આપવામાં કે આવ્યો છે. આ બંને ખંડો ક્રાઉન ૧૬ પેજીના ૨રા ફોર્મ એટલે ૩૬૦ પૃષ્ઠમાં મુદ્રિત થયા
છે. ૨૩ મા ફોર્મથી પાંચ પરિશિષ્ટો શરૂ કરવામાં આવ્યા છે. જે લગભગ ૧૦ ફોર્મ એટલે - કે ૩૬૧ થી ૫૧૫ એટલે ૧૫૫ પૃષ્ઠમાં પૂર્ણ થયાં છે. અન્તમાં જરૂરી શુદ્ધિપત્રક પણ - આપવામાં આવ્યું છે. ગ્રન્થના પ્રારંભમાં અનેકવિધ માહિતી આપતો વિસ્તૃત ઉપોદઘાત અને
| વિસ્તૃત વિષયસૂચી વગેરે જોડવામાં આવ્યા છે. આ રીતે આ ગ્રન્થને આધુનિક રૂપ આપી તે ઉપયોગી બનાવવામાં આવ્યો છે. આથી શ્રદ્ધા છે કે ઉપાધ્યાયજીની સાહિત્યસેવાની વિવિધતા 26 અને વિશાળતા જાણવા માટે આ ગ્રન્થ વિવિધ રીતે ઉપયોગી થઈ પડશે અને ઉપાધ્યાયજી . પ્રત્યેના આદરમાનમાં વૃદ્ધિ કરાવશે અને એક વિરલ અને તેજસ્વી બુદ્ધિપ્રતિભાસંપન્ન વ્યક્તિ, તો અપ્રમત્ત ભાવના રાખી જ્ઞાનોપાસનાનો પ્રચણ્ડ પુરુષાર્થ કરે, સાથે સાથે સામાજિક કે દુન્યવી
વહેવારોના આકર્ષક પ્રલોભનોથી દૂર રહે તો શું સિદ્ધિ મેળવી શકે છે? તે અંગેની જ્વલન્ત
પ્રેરણા પણ આપણને સહુને આ ગ્રન્થ આપી જશે. આ ગ્રન્થના વાંચન દ્વારા વાચકો તેઓશ્રીના તે ઉત્તમ સાહિત્યના સેવન, સર્જન અને વિવર્ધનના કાર્યમાં જૂનાધિકપણે પણ પ્રગતિ કરશે તો, - આ ગ્રન્થ પ્રકાશનની વિશેષ સાર્થકતા લેખાશે. બાકી તો જૈન શ્રીસંઘના સહકારથી ઉપાધ્યાયજી
ભગવંતે કરેલા અગણ્ય મહાન ઉપકારોનું ઋણ સેંકડો વર્ષ બાદ પણ અંશે અદા કરવાનું કાર્ય 25 આવા ગ્રન્થો દ્વારા થઈ રહ્યું છે, એ જ જૈન શ્રીસંઘ કે આ સંસ્થા માટે એક મોટી સંતોષાત્મક આ બાબત અને ગૌરવાસ્પદ ઘટના છે.
આ પ્રકાશન પણ સંજોગવશ દુતવિલખિતવૃત્ત’ની જેમ થોડું વિલંબે પ્રકાશિત થયું છે, ક પણ થયું છે એ જ આનંદજનક છે.
આ ગ્રન્થની કોઈ કોઈ હકીકતો, વધુ સંશોધન, વધુ વિચારણાઓ માગે તેવી પણ છે. ક પણ આવા પ્રયત્નો ચાલુ રહેશે તો, નવી--સૂઝ, હકીકતો અને પુરાવાઓ મળતાં તેમાં સુધારા
વધારા થતા રહેશે. પરિણામે પૂર્ણ સત્ય કાં તો સત્યની વધુ નજીક પહોંચવાનું થતું રહેશે. તે ------------------:: [ ૨૩૮ ] =================