________________
************************
kakakakakakakakakakakak
ઉપાધ્યાયજીનો નિઃશંક સમાવેશ થાય છે. આવી વિરલ શક્તિ અને પુણ્યાઈ કોઈના જ લલાટે લખાએલી હોય છે. આ શક્તિ ખરેખર! સદ્ગુરુકૃપા, જન્માન્તરનો તેજસ્વી જ્ઞાનસંસ્કાર અને સરસ્વતીનું સાક્ષાત્ મેળવેલું વરદાન, આ ત્રિવેણીસંગમને આભારી હતી.
તેઓશ્રી ‘અવધાન’કાર (એટલે બુદ્ધિની ધારણાશક્તિના ચમત્કારો) પણ હતા. અમદાવાદના શ્રીસંઘ વચ્ચે અને બીજી વાર અમદાવાદના મુસલમાન સુબાની રાજસભામાં આ અવધાનના પ્રાર્ગો કરી બતાવ્યા હતા. તે જોઈને સહુ આશ્ચર્યમુગ્ધ બન્યા હતા. માનવીની બુદ્ધિ શક્તિન અદભુત પરચો બતાવી જૈનધર્મ અને જૈન સાધુનું અસાધારણ ગૌરવ વધાયું હતું. તેઓશ્રીની શષ્યસમ્પત્તિ અલ્પસંખ્યક હતી. અનેક વિષયોના તલસ્પર્શી વિદ્વાન છતાં નવ્ય ન્યાય'ને એવા આત્મસાત્ કર્યા હતા કે, નવ્ય ન્યાયના ‘અવતાર' લેખાયા હતા. આ કારણથી તે તાર્કિકશિરોમણિ' તરીકે વિખ્યાત થયા હતા. જનસંઘમાં નવ્યન્યાયના (પ્રાયઃ) આ આદ્ય વિદ્વાન હતા. જૈન સિદ્ધાન્તો અને તેના ત્યાગ વરાગ્યપ્રધાન આચારોને નવ્ય ન્યાયના માધ્યમ દ્વારા તર્કબદ્ધ કરનાર માત્ર અદ્વિતીય ઉપાધ્યાયજી જ હતા. એમનું અન્તિમ અવસાન ગુજરાતના વડોદરા શહેરથી ૧૯ માઈલ દૂર આવેલા પ્રાચીન દર્ભાવતી, વર્તમાનમાં ‘ડભોઇ' શહેરમાં વિ. સં. ૧૭૪૩માં થયું હતું. આજે એમની દેહાન્તભૂમિ ઉપર એક ભવ્ય સ્મારક ઊભું કરવામાં આવ્યું છે. જ્યાં એમની વિ. સં. ૧૭૪૫માં પ્રતિષ્ઠા કરેલી પાદુકા પધરાવવામાં આવી છે. ડભોઇ એ રીતે બડભાગી બન્યું છે.
ઉપાધ્યાયજીના જીવનની અને તેઓશ્રીને સ્પર્શતી બાબતોની અલ્પ ઝાંખી કરી. હવે પ્રસ્તુત પુસ્તક અંગે ‘કંઈક’ કહું.
પ્રસ્તુત પુસ્તક અંગે—
આવા એક અનોખા મહાપુરુષની શ્રુત કે સારસ્વત સેવા કે તેની સાધના કેવી ઊંડી અને વિશાળ હતી? તેઓશ્રીની જન્મદત્ત નૈસર્ગિક પ્રતિભા કેવી હતી? નાનીશી માનવ જીંદગી, ત્યાગી જીવન, અનેક ફરજો અને જવાબદારીઓથી સંકુલ જીવન છતાં, એવી એક જ વ્યક્તિ પોતાની સવતોમુખી પ્રતિભા અને અગાધ વિદ્વત્તાના વિરલ યોગે, સ્વ--પર કલ્યાણાર્થે વિવિધલક્ષ સાહિત્યનું અભિનવ સર્જન, પ્રાચીન વિચારોનું સંવર્ધન અને પ્રમાર્જન વગેરે દ્વારા સાહિત્યરાશિના કેવો ઉમદા અને સમૃદ્ધ વારસો શ્રીસંઘને સોંપતા ગયા છે; એ બધી બાબતોનો સામાન્ય ખ્યાલ જૈન-જૈન વિદ્વાનને આવે તો સારૂં એ માટે પ્રસિદ્ધ થયેલી ‘હેમસમીક્ષા'ની જેમ ઉપાધ્યાયજીના ગ્રન્થોની પણ પરિચય સાથે ‘સમીક્ષા’ પ્રગટ થાય તેવું કાર્ય કરવું, એવું સ્વપ્ન લાંબા કાળથી સેવ્યું હતું. સેવેલું સ્વપ્નું સાકાર બનશે કે કેમ? એ મારા જેવા કમનસીબ અને પ્રમાદી માટે અનિશ્ચિત હતું, એટલે વિચાર્યું કે ઉપાધ્યાયજીના વિપુલ સાહિત્યની સર્વાંગીણ સમીક્ષા તેના વિવિધ અભ્યાસીઓ દ્વારા વિવિધ રીતે થાય તો શું ખોટું છે? ઊલટું સવિશેષ લાભપ્રદ જ છે. કારણકે દરેકની બૌદ્ધિકશક્તિ, વિચારધોરણ, રજૂઆતની કુશલતા સમીક્ષાની લઢગ્ર સહુની નોખી નોખી હોય છે. એટલે આ સમીક્ષાનું કાર્ય માહિતીના સંગ્ર
અને
************* (230 /*********************
****************************************