________________
બે ઘટનાઓ અંગે કંઈક :
ભગવાન મહાવીરના જીવનની બે ઘટનાઓ પ્રત્યે લોકોને તર્ક થયા કરે છે. પહેલી બાબત છે પ્રભુના શરીરનું લોહી શ્વેત હતું તે. અને બીજી છે ગર્ભાપહરણની.
લોહી લાલ જ હોય, એ આબાલગોપાલ પ્રસિદ્ધ હકીકત આગળ સફેદ લોહીની વાત ગળે કેમ ઉતરે? પણ બુદ્ધિને બીજીબાજુ વળાંક આપીએ તો સમાધાન મળી આવે. શું માનવ શરીરમાં શ્વેત લોહી હોય ખરૂં? હા, સ્ત્રીના શરીરમાં તે પેદા થાય છે. ક્યારે પેદા થાય છે? તો સ્ત્રી પત્ની ઉપરાંત જ્યારે માતૃત્વદશા પ્રાપ્ત કરે છે ત્યારે અર્થાત્ બાળક ગર્ભમાં આવે ત્યારે. એમાં કારણ શું? કારણ એ કે બાળક પ્રત્યે માતાના હૈયામાં એવો અસાધારણ પ્રેમ વાત્સલ્યભાવ જાગે છે કે પ્રેમની ઉષ્મા લોહીનું સફેદાઈમાં પરાવર્તન (રીફાઈન) કરે છે. અને તેનું પરાવર્તન તેના સ્તનમાં જોવા મળે છે. જો એક જ જીવ પ્રત્યેના પ્રેમથી લોહી સફેદ થતું હોય તો વિશ્વના પ્રાણી પ્રત્યેના પ્રેમ વાત્સલ્યભાવની ઉષ્મા, ભગવાનના શરીરના સંપૂર્ણ લોહીને શ્વેત કરી નાંખે તો તેમાં શું આશ્ચર્ય?
ગર્ભાપહરણ એ કંઈ અશક્ય ઘટના નથી. આજના વિજ્ઞાન યુગમાં વૈજ્ઞાનિક ડોક્ટરો આજે પણ ગર્ભપરાવર્તન કરી શકે છે. તો અચિંત્ય દૈવિકશક્તિ ધરાવતા દેવોથી શું અશક્ય હોય ખરું? આ અંગે વિશેષ ઉદાહરણો આપવાનું આ સ્થાન નથી.
શ્રી મહાવીરદેવના સિદ્ધાંતની પૂર્ણતા અને મહત્તા :
‘સને નીવા વિ ફ ંતિ નીવિડં, ન શિખર' પ્રાણી માત્ર જીવવાને ઇચ્છે છે. કોઈ જીવ મરવાને ઇચ્છતો નથી. માટે તમે કોઈની પણ હિંસા ન કરો. ભગવાને તો પૃથ્વી, પાણી, વાયુ, વનસ્પતિને પણ જીવસ્વરૂપ બતાવ્યા. એમાં પણ જીવન કહ્યું અને સમસ્ત પ્રાણી જગત સાથે મૈત્રી ભાવનાનું તાદાત્મ્ય સાધવાની ઘોષણા કરીને, એ જીવોના પ્રાણોની હિંસાથી દૂર રહેવાનો આદેશ આપ્યો.
ઇશુ ખ્રિસ્તનો “Live and Let Live” જીવો અને જીવવા દો' નો વિશ્વપ્રસિદ્ધ સિદ્ધાન્ત અધૂરો ને સ્વાર્થમૂલક છે. એમાં માનવતા ઝળકતી નથી. એ કહે છે કે ‘તમે તમારી રીતે જીવો અને અમને અમારી રીતે જીવવા દો' આમાં એકબીજાને મદદરૂપ થવાની કે સુખદુ:ખમાં ભાગીદાર બનવાની વાત રહેતી નથી. પછી કોઈ વખતે દાન, દયા કે પરોપકારના ધર્મને શું હાનિ નહીં પહોંચે ?
જ્યારે ભગવાન મહાવીરનો સિદ્ધાંત પૂર્તિ કરતાં કહે છે કે-જીવો જીવવા દો, આની સાથે–તમારા જીવનના ભોગે અન્યને જીવાડો. (અથવા અન્યને જીવંત રાખવા તમે જીવો) આમ દ્વીસૂત્રીને બદલે ત્રિસૂત્રી સિદ્ધાંત બને તો જ સિદ્ધાન્ત સાચો અને સંપૂર્ણ બને. અને ત્યાં જ માનવતાનું તેજ દેખાય.
પેલું મહાત્મા બુદ્ધનું સુપ્રસિદ્ધ વર્તુગહિતાય વધુનનસુલાવ સૂત્ર એમ કહે છે હિત માટે અને ઘણાં જીવોના સુખ માટે કરો.'
[ ૨૩૧ ]
‘ઘણા જીવોના