________________
©©©©©©©©©©©©©©©©©©©©e
Posto10101010101010 010108steseserere/sr889896065 છે તેમનો કહેલો ધર્મ તે જૈનધર્મ. ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે આ ધર્મને મહાવીરધર્મ છે છે કે પારસનાથે ધર્મ એવું નામ આપવામાં નથી આવ્યું. ધર્મની સાથે કોઈ વ્યક્તિનું વાચકનામ છે છે જોડવામાં આવ્યું નથી. આવા “જિનોતો ભૂતકાળમાં અનંતા થયા અને ભવિષ્યમાં અનંતા થશે. છે છે અને એ બધા જ જિનોથી ઓળખાશે. તે જ્યારે જ્યારે હોય ત્યારે ત્યારે જૈનસંસ્કૃતિ, શ્રમણસંસ્કૃતિ કે જૈનધર્મ હોય જ. આ જિનો વીતરાગ તેમજ સર્વજ્ઞ હોય છે.
જૈનો જેને પરમાત્મા, ઈશ્વર કે ભગવાન માને છે તેમને માટે તેઓ તીર્થકર, અહંતુ વગેરે શબ્દો વાપરે છે. આ શબ્દો પણ ગુણવાચક સાથે જાતિવાચક છે. પણ વ્યક્તિવાચક નથી. જાતિમાં વ્યક્તિનો સમાવેશ થઈ જાય છે. પણ વ્યક્તિમાં જાતિ સંનિવિષ્ટ થતી નથી. વ્યક્તિ છે વાચક નામની હંમેશા આદિ હોય છે, પણ જાતિવાચક નામની આદિ હોતી નથી. આ સામાન્ય સમજણથી શ્રમણ સંસ્કૃતિ અનાદિ સિદ્ધ થાય છે.
જૈન શાસ્ત્રો તો જૈનધર્મનું અનાદિત ભાખે છે, પરંતુ ઉપરોક્ત રીતે જાતિવાચક શબ્દોથી જે છે પણ જૈનધર્મ કે જૈનસંસ્કૃતિનું અનાદિત સૂચિત થાય છે. વળી જૈન સંસ્કૃતિ સર્વજ્ઞ મૂલક છે. જે જૈ જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન, આત્મા, કર્મ, પરલોક, અને મોક્ષ વિષયક વિશાળ અને અગાધ તાત્ત્વિક 8 * ચિન્તન, એને અંગે વપરાએલી દુનિયાના કોઈ ખૂણામાં જાણવા કે સાંભળવા ન મળે તેવી છે & પરિભાષા, આત્મા અને કર્મની જડ અને ચેતનની કાર્યકારણ--ભાવાદિકની પ્રક્રિયા, ખરેખર! તેની # ૐ સર્વજ્ઞમૂલકતાને માનવા દૃઢ રીતે પ્રેરે છે. અને માધ્યસ્થવૃત્તિ ધરાવનાર અજૈન વિદ્વાનો જ્યારે છે છે જૈન ધર્મના સિદ્ધાન્તો અને તેના આત્મા અને કર્મ વિષયક સાહિત્યને, દશ્ય કે અદશ્ય વિશ્વની ) છે શાસ્ત્રોક્ત વ્યવસ્થાને જાણે છે ત્યારે બોલી ઉઠે છે કે ખરેખર! આના મૂલમાં કોઈ સર્વજ્ઞ આત્મા @ જરૂર હોવો જોઈએ. આ રીતે જૈનસંસ્કૃતિ અનાદિ અને સર્વજ્ઞમૂલક છે.
કાલના અનંત પ્રવાહની દષ્ટિએ સંસ્કૃતિની અનાદિ હોય છે, પણ અમુક સાપેક્ષ કાળની છે દૃષ્ટિએ તેની આદિ પણ છે. જેનોની કાલગણનામાં કાલચક્ર નામનો એક સંખ્યા પ્રકાર છે. વીતેલા અનંતા કાલચક્રોની અપેક્ષાએ અનંતા કાલચક્રો પસાર થયાં છે. આ કાલચક્રમાં અથવા એક કાલચક્રને જો યુગ શબ્દથી ઓળખીએ તો આ યુગની અંદર જૈન ધર્મની પુનઃ સ્થાપના કરવાનું શ્રેય આધતીર્થકર ભગવાન શ્રી. ઋષભદેવને ફાળે જાય છે. ઋષભદેવ કે વૃષભ આ યુગના આદિ--આદ્ય તીર્થકર છે, અને તેથી જ જેનોમાં તેની વધુ પ્રસિદ્ધિ “આદિનાથ' એ નામથી થઈ છે. અને આ જ કાલચક્ર કે આ યુગના અન્તિમ-છેલ્લા તીર્થકર ભગવાન મહાવીર જ છે. વચમાં બીજા બાવીશ તીર્થકરો થયા તે પૈકી અજેન વર્ગમાં સવિશેષ પ્રસિદ્ધિ પામેલા
ભગવાન પાર્શ્વનાથ એ ત્રેવીસમા તીર્થંકર છે. જે ભગવાન મહાવીરનાં જન્મ પહેલાં ૨૫૦ વર્ષ છે જે ઉપર થઈ ગયા.
જેનો દરેક કાલચક્રમાં કે યુગમાં (રૂઢ અર્થવાળા) ૨૪ અવતારો નહિ પણ ૨૪ તીર્થકરો ) 99 થાય તેવું માને છે. એટલે કે હિન્દુઓ એકને એક વ્યક્તિ પુનઃ પુનઃ ઈશ્વરી અવતાર ધારણ 9 છું કરે છે એવું જે માને છે, તેવી માન્યતા જૈનોની નથી. તેઓ તો દરેક ઈશ્વરનો આત્મા અલગ છે છું અલગ જ હોય છે એવું માને છે. આથી ઈશ્વરપદ જૈનધર્મમાં રજીસ્ટર્ડ નથી. જૈનધર્મ તો Se e 3e98e9% [ ૨૨૩] 769888888888888