________________
******
*************
***
********** * ***** * **** *************** જ થવાના ભવ પહેલાંનો ત્રીજો ભવ હોય છે. અને પછી ત્રીજા જ ભવે, પૂર્વના ભવોમાં, હું અહિંસા, સત્ય, ક્ષમા, ત્યાગ, તપ, સેવા, દેવ-ગુરુભક્તિ, કરૂણા, દયા, સરળતા વગેરે ગુણો
દ્વારા જે સાધના કરી હતી, એ સાધનાનાં ફળ તરીકે પરમાત્મારૂપે અવતાર લે છે. આ, જન્મ તેમનો ચરમ એટલે અનિમ જન્મ હોય છે. તેઓ જન્મતાંની સાથે જ અમુક કક્ષાનું (મતિ, * શ્રુત, અવધિ) વિશિષ્ટ જ્ઞાન લઈને આવે છે. જે દ્વારા મર્યાદિત પ્રમાણની ભૂત, ભવિષ્ય અને વર્તમાનની ઘટનાઓને પ્રત્યક્ષ જોઈ-જાણી શકે છે. જન્મતાંની સાથે જ દેવ-દેવેન્દ્રોથી પૂજનીય બને છે. ત્યાર પછી ધીમે ધીમે મોટા થાય છે. ગુહસ્થ ધર્મમાં હોવા છતાં તેમની આધ્યાત્મિક સાધના ચાલુ હોય છે. પોતાને પ્રાપ્ત જ્ઞાનથી પોતાનું ભોગાવલી કર્મ અવશેષ છે, એવું જાણે તો તે કર્મને ભોગવી ક્ષય કરવા માટે લગ્નનો સ્વીકાર કરે છે અને જેમને એવી જરૂરિયાત
ન હોય તેઓ તેનો અસ્વીકાર કરી આજન્મ બ્રહ્મચારી જ બને છે. ત્યાર પછી ચારિત્ર, દીક્ષા છે કે સંયમની આડે આવતાં ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થતાં, અશરણ જગતને શરણ * આપવા, અનાથ જગતના નાથ બનવા, વિશ્વનું યોગક્ષેમ કરવાની શક્તિ મેળવવા, યથાયોગ્ય તે સમયે સાવદ્ય (પાપ) યોગના પ્રત્યાખ્યાન અને નિરવઘયોગના આસેવન સ્વરૂપ ચારિત્રને ગ્રહણ જે કરે છે. પછી પરમાત્મા વિચારે છે કે જન્મ, જરા, મરણથી પીડાતાં અને તત્ પ્રાયોગ્ય અન્ય આ અનેક દુઃખોથી સંતપ્ત બનેલાં જગતને સાચો સુખ, શાંતિનો માર્ગ બતાવવો હોય તો પ્રથમ * સ્વયં એ માર્ગને યથાર્થ રીતે જાણવો જોઈએ. એ માટે અપૂર્ણ નહીં પણ સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત *
કરવું જોઈએ. જેને શાસ્ત્રીય શબ્દોમાં કેવલજ્ઞાન કે સર્વજ્ઞપણું કહેવાય છે. અને આવું જ્ઞાન, અજ્ઞાન અને મોહનો સર્વથા ક્ષય વિના પ્રગટ થતું નથી, એટલે ભગવાન એનો ક્ષય કરવા છે
માટે અહિંસા, સંયમ અને તપની સાધનામાં પ્રચણ્ડપણે ઝુકાવી દે છે. ઉત્કૃષ્ટ કોટિના અતિ જ * નિર્મળ સંયમની આરાધના, વિપુલ અને અતિ ઉગ્રકોટિની તપશ્ચર્યાને કાર્યસિદ્ધિનું માધ્યમ ન બનાવીને ગામડે ગામડે, જંગલે જંગલે, નગરે નગર, (પ્રાયઃ મૌનપણે) વિચરે છે. એ $ દરમિયાન તેમનું મનોમંથન ચાલુ હોય છે. વિશિષ્ટ ચિન્તન અને ઉંડા આત્મસંશોધનપૂર્વક $
ક્ષમા, સમતા, આદિ શસ્ત્રો સજીને મોહનીય આદિ કર્મરાજા સાથે મહાયુદ્ધમાં ઉતરે છે અને આ - પૂર્વસંચિત અનેક સંકિલષ્ટ કર્મોનાં ભુક્કા ઉડાવતા જાય છે. આ સાધના દરમિયાન ગમે તેવા
ઉપસર્ગો, આપત્તિઓ, સંકટો, મુસીબતો આવે તો તેનું સહર્ષ સ્વાગત કરે છે. તે તેને સમજાવે વેદે છે. તેથી આત્માનો મૌલિક પ્રકાશ વધતો જાય છે. છેવટે વીતરાગદશાની પરાકાષ્ઠાએ પહોંચતા આત્માનો નિર્મળ સ્વભાવ પ્રગટ થઈ જાય છે. આત્માના અસંખ્ય પ્રદેશો ઉપર * આચ્છાદિત રહેલાં કર્મનાં આવરણો ખસી જતાં કેવલજ્ઞાન અને કેવલદર્શનનો સંપૂર્ણ જ્ઞાનપ્રકાશ પ્રગટ થઈ જાય છે, અર્થાત્ ત્રિકાલજ્ઞાનાદિકની પ્રાપ્તિ થાય છે. પ્રચલિત શબ્દમાં ‘સર્વજ્ઞ' બન્યા એમ કહેવાય છે.
એ જ્ઞાન પ્રગટ થતાં વિશ્વના તમામ દ્રવ્યો-પદાર્થો અને તેના સૈકાલિક ભાવોને સંપૂર્ણપણે * જાણવાવાળા અને જોવાવાળા બને છે અને ત્યારે પરાકાષ્ઠાનું આત્મબળ પ્રગટ થાય છે. જેને * શાસ્ત્રીય શબ્દોમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય-બળ (શક્તિ) તરીકે સે * ઓળખાવાય છે.
*
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
**
**
*
******
*******