________________
***************** *************** * *********૪ * વધુ (થાવત્ ૧૦૮) શ્લોકની રચનાને સ્તવથી ઓળખાવાય છે.
વળી સ્તુતિ અને સ્તવના ઉચ્ચારણ વખતે શારીરિક મુદ્રા કેવી હોવી જોઈએ? એને માટે પણ ભેદ કરવામાં આવ્યો છે એટલે કે સ્તુતિ ઊભા ઊભા કરવી જોઈએ અને તવ બેઠા બેઠા કરવો જોઈએ.
જૈનસંઘમાં આવી સ્તુતિ માટે વપરાતો સ્તુતિ” શબ્દ બંધ પડ્યો છે. હવે તો તે માત્ર લખવાના કે છાપવાના જ વિષય રૂપ બની ગયો છે. અત્યારે તો તેની જગ્યાએ વપરાશમાં સર્વત્ર “રોય' શબ્દ જ ચાલે છે. થોય એ સ્તુતિવાચક પ્રાકૃત ભાષાના “યુ’ શબ્દનો જ અપભ્રંશ છે અને એમાં ચાર ચારની સંખ્યાવાળી સ્તુતિઓ હોય તેને ‘થોય જોડો' કહે છે. તેનો પ્રાકૃત * શબ્દ “ગુરૂનુયન’ છે. અહીંયા સ્તુતિ શબ્દથી ચાર થય રૂપ સ્તુતિ જ અભિપ્રેત હોવાથી તે કે સિવાયની વિવિધ સ્તુતિઓ અંગે લખવું અનાવશ્યક છે.
ચોવીશી એટલે ચોવીશ. ચાર અધિક વીશ એટલે ચોવીશ. સંસ્કૃતમાં ચોવીશની સંખ્યા માટે “ચતુર્વિશતિ' શબ્દ યોજાયો છે. પ્રાકૃતમાં “ર-વીસ' શબ્દ છે. અને આ પ્રાકૃત શબ્દનો જ અપભ્રંશ થઈને “ચોવીશ’ શબ્દ બન્યો છે, અને ચોવીશ તીર્થકરોનો એ વાચક છે. ૨. ચોવીશીની રચનાનો વિષય શું?
જૈન સાહિત્યમાં “ચતુર્વિશતિકા' (-કે ચોવીશી ) એ નામનો કાવ્યનો એક રચના પ્રકાર * છે. આમ તો સ્તુતિના અનેક પ્રકારો છે. પણ અહીંયા તો ચાર ચાર શ્લોકની જ સ્તુતિ જે આ
દેવવંદનની ક્રિયામાં બોલાય છે તે જ લેવાની છે. ચાર શ્લોકોવાળી સ્તુતિઓ બહુધા ચોવીશે તીર્થકરોને ઉદ્દેશીને કરેલી હોય છે. એમ છતાં ‘ચારેય સ્તુતિઓમાં તીર્થકરોનું જ વર્ણન નથી હોતું. આ ચાર સ્તુતિઓ માટે અમુક નિયમન કરવામાં આવ્યું છે. ચારમાં પ્રથમ સ્તુતિશ્લોક
*
*
*
– કોઈ આચાર્ય એકથી સાત શ્લોકની રચનાને “તવ' કહે છે. ૨– સ્તોત્રની વ્યાખ્યા પણ સ્તોત્ર પુનર્વદુસ્સોવમાનમ્ (રંવાટ) ના ઉલ્લેખથી લગભગ સમાન છે. – સ્તુતિતૂટુથ્વમૂર થનમ્ (૩૪૦)
ऊधांभूय जघन्येन स्तुतिचतुष्टये स्तुतिप्रकथने। (पंचा०) ૪– પ્રાન્તીય ભાષાઓમાં સ્તુતિ ને જુદા જુદા નામથી ઓળખાવાય છે. ઈગ્લીશમાં hymn (હીમ્ન) કહે છે
અને સમૂહને hymnology—(હીપ્નોલોજી) કહે છે. પ--સ્તુતિઓના અનેક પ્રકારો છે. અનેક વિષયો ઉપર તે લખાઈ છે. એકાક્ષરી રચનાથી માંડીને અનેકાક્ષરીમાં
રચાઈ છે. એ માટે વિવિધ ભાષાઓનો ઉપયોગ થયો છે. અનેક પ્રકારની ચમત્કૃતિઓવાલી, વાચકના મનને આનંદના આકાશમાં ઉડાડનારી, હૃદયને આહલાદ ઉપજાવનારી, બુદ્ધિને સતેજ કરનારી, ભક્તિપ્રધાનથી માંડીને વાવતું દાર્શનિકક્ષેત્રને આવરી લેનારી, શતશઃ કૃતિઓ જૈનસંધ પાસે--હજારો નષ્ટ થવા છતાં આજે ?
પણ વિદ્યમાન છે. એથી કાવ્ય રચનાના ક્ષેત્રે જેન કવિઓનું સ્થાન ગૌરવભર્યું જળવાઈ રહ્યું છે, અને રહેશે. ६- अहिगयजिण पढम थुई, वीआ सब्बाण तइअ नाणस्स।
वेयावच्चगराणं, उवओगत्थं चउत्थ थुई।। (देव० भा०) *
** * [ ૨૦૮ ]*******************
*