________________
આફતના ઘેરાતા વાદળ નિહાળ્યાં અને તેનો હૃદય સાગર ખળભળી ઉઠ્યો.
એ મહાઆર્ય હતો કચ્છ દેશના ભદ્રેશ્વર નગરનો વતની, એનું પુણ્યશ્લોક નામ હતું ? * “જગડુશાહ.” એ ધર્મે જૈન અને સાચો દાનવીર હતો; મહાગુજરાતથી માંડીને ઠેઠ કાશી અને સિંધ પ્રદેશ સુધી હજારો મણ અનાજ પુરું પાડી, મફત અનશાળા અને દાનશાળાઓ ખોલી ત્રણ ત્રણ વર્ષનાં લાંબા દુષ્કાળથી થનારી ત્રણ ભયંકર અસરમાંથી પ્રજા અને પ્રાણીઓને ઉગારી લીધી અને પ્રજાએ એ નરોત્તમને “જગત પાલનહાર” તરીકે બિરદાવ્યો અને તે ઘટના ઇતિહાસને પાને અમર બની ગઈ. આ થઈ ભૂતકાળની વાત!
હવે અહીં જે કથા કહેવાની છે, તે છે એવા જ કોઈ ઉદાર ચરિત દાનવીર પુણ્યાત્માએ કરેલા ભવ્ય અને પ્રેરક પુરૂષાર્થની.
આ પુરૂષનો જન્મ થયો વિક્રમની ૧૬મી સદીમાં, ભારતભરમાં અહિંસક સંસ્કૃતિથી સહુથી વધુ પરિપ્લાવિત થએલી, કામદુગ્ધા જેવી ગુજરાતની પુણ્યભૂમિએ હતો એનો દેશ અને એ
ગુર્જર ભૂમિની પશ્ચિમે યા તેની પશ્ચિમ સરહદ પાસે આવેલું ધંધુકા પાસેનું ડાલીયા એ હતી * એની જન્મભૂમિ, એનું નામ હતું “ખેમો દેદરાણી.' એ ધર્મે જૈન હતો અને એક નાનકડા જ ગામડામાં જન્મી તદ્દન સાદું અને સંયમી જીવન જીવતાં શીખી ગયો હતો.
ધંધુકા એ ગુજરાતના એક મહાન જ્યોતિર્ધર કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીનું જન્મ * િસ્થાન, ગુજરાતના એ ધર્મ ફિરસ્તાએ “આત્મવત્ સર્વભૂતેષુ સુખદુઃખે પ્રિયાપ્રિયે”ની * # પ્રતિબોધેલી જીવન જીવવાની મહાન ચાવી સરખી ઉક્તિને જેને જીવનમાં બરાબર ઉતારી દીધી ને
હતી, પ્રાણ વિનાનું શરીર જેમ મડદું છે તેમ ધર્મ વિનાનું જીવન પણ તેવું જ નિરર્થક છે, એમ મેં સમજીને “ખેમો' ઉત્તમ પ્રકારનું ધાર્મિક જીવન ગાળતો હતો અને તે આજીવિકા માટે અનાજ, કરીયાણાં, ઘી, તેલ વગેરેનો પ્રામાણિકપણે ધંધો કરતો હતો.
એક પ્રસંગે ગુજરાતના એક વિભાગમાં દુષ્કાળનો પ્રસંગ ઊભો થતાં ચાંપાનેરના બાદશાહ * મહમ્મદ બેગડાએ ચાંપાનેરના મહાજનને બોલાવીને ધમકી આપી કે તમારા બાપદાદા અને તમો બહુ બહાદુર છો તો પ્રજાને દુષ્કાળમાંથી ઉગારો ત્યારે ખરા, જો નહીં ઉગારો તો બાદશાહ તમારી શાહ અટક ખૂંચવી લેશે. બંબ બારોટ અને મહાજને બાદશાહના એ પડકારને ઝીલી લીધો અને બેગડાના દરબારમાં જ આપણી કથાનો મુખ્ય દેદરાણી ગુજરાતમાં પડેલા એક વર્ષના દુષ્કાળનો તમામ ખર્ચ વગેરે આપવાનું કહીને તે પડકારનો કેવો સુંદર જવાબ આપે છે અને મહાજનની,
ગુજરાતની, તેમજ જૈનધર્મની શાન કેવી રીતે બઢાવે છે વગેરે સુવિસ્તૃત પરિચય ભાઈ ૐ બળદેવપ્રસાદ નાયકે સુંદર રીતે આલેખેલી નાટિકા વાંચવાથી જ મળી જશે.
હજારો વર્ષથી નાટક, નાટિકાએ ભારતમાં લખાતી ને ભજવાતી આવી છે, એ ઇતિહાસ આપવો અહીં અપ્રસ્તુત છે, બાકી આ નાટિકાનો સહુ સદુપયોગ કરી માનવમાત્ર તેમાંથી ભવ્ય * પ્રેરણા મેળવે એ જ શુભેચ્છા. * સં. ૨૦૦૬, મુંબઈ
“યશોવિજય”
**
***
******
*
***
* [ ૧૪૧ ]
**
*
#*****ૠૠૠૠૠ**