________________
**********************************************
છતાંય જૈનો એક શાન્તિપ્રિય પ્રજા છે. એની કોણ ના કહી શકશે? વીરતાભરી અહિંસક આ * સંસ્કૃતિને વરેલા ભૂતકાળના જૈન સામ્રાજ્યવાદી જૈન સમ્રાટોએ કે સર્વ ધર્મ સમન્વયની વિશાળ * * અને ઉદાર દૃષ્ટિબિન્દુ ધરાવતી જૈન પ્રજાએ, અકારણ કોઈ રાષ્ટ્ર કે પ્રજા પર આક્રમણ કર્યું શું હોય તેવું ઇતિહાસ બોલતો નથી. એ જ એનો પુરાવો છે. આચારે અને વિચારે અહિંસક * જીવનની જિજીવિષાવાળી જૈન પ્રજાએ પોતાની મહામૂલી અહિંસક સંસ્કૃતિને પોતાના જીવનમાં * ઉતારવા સાથે સાથે તે સંસ્કૃતિનો અને પોતાના અહિંસક વર્તનનો ભારતના વિશાળ ભાગ ઉપર * ઉંડો પ્રભાવ પાડ્યો હતો. એ ભવ્ય સંસ્કૃતિના પ્રતાપે પોતાના પાડોશીઓ સાથે પણ તેને સંપ છે અને સહિષ્ણુતા, પ્રેમ, અને આદર્શ ભાતૃભાવના પણ કેળવી જાણી હતી.
આટલું જૈન પ્રજાનું ઉડતું અવલોકન એટલા માટે આપ્યું છે કે આ પુસ્તિકામાં જે કથાને ગૂંથી લેવામાં આવી છે તે કથા એક અહિંસકસંસ્કૃતિ અને જીવદયાની ભાવનાથી છવાયેલા, * જૈન કુલોત્પન પુણ્યાત્માની જ છે. હવે એ કથાનો ટૂંકો સાર આપવા અગાઉ જૈન ઇતિહાસ * તરફ કંઈક નજર કરી લઈએ.
ભૂતકાળના ઇતિહાસમાં જરા ડોકીયું કરશું તો, દાનવીર અને ધર્મવીર જૈનોએ ન્યાત * જાતના ભેદ રાખ્યા સિવાય પોતાના અને અન્ય ધર્માવલંબીઓના કલ્યાણ, સુખ, શાંતિ અને # આબાદી માટે પોતાની અઢળક સંપત્તિ અને શક્તિઓને પૂરેપૂરી કામે લગાડી હતી. ૐ એમાંય જ્યારે જ્યારે દેશ ઉપર ઇતર રાષ્ટ્રો તરફથી આફતો ઊભી થતી, સ્વચક્ર અને છે પરચક્રના ભય આવી પડતા, કુદરત રૂઠતીને દુષ્કાળના ભયંકર ઓળા ધરતી પર ઉતરી પડતા * ત્યારે ત્યારે તન, મન અને ધનથી પોતાની શક્તિઓને અવિરતપણે ખરચવામાં કશી કમીના * રાખી ન હતી, પરિણામે લાખો કે કરોડો માનવીઓ તેમજ પશુઓ અને પક્ષીઓને મૃત્યુના વિકરાળ મુખમાંથી બચાવી મહાન પુણ્ય હાંસલ કર્યું હતું.
આ રીતે તે પ્રજાએ માનવદયા અને પ્રાણીદયાના મહામૂલા આદર્શોનો જે પદાર્થપાઠ સ્વયં $ શીખીને, વિશ્વની અન્ય પ્રજાઓને શીખવા માટે વિશ્વના ચોગાનમાં ખૂલ્લો મૂક્યો છે, જ માનવજાતને તેમાંથી જેટલો બોધ લેવો હોય તેટલો લઈ શકે છે. | વિક્રમની પહેલી સદીમાં એક મહાન જૈનાચાર્યે પાટલીપુત્રની દુષ્કાળ પીડિત પ્રજાને પ્રચર્ડ
પુરૂષાર્થ દ્વારા બચાવી લીધી હતી. ત્યારપછી દેશના બે હજાર વર્ષના ઇતિહાસમાં દેશ ઉપર ૐ આવેલી કુદરતી કે અકુદરતી આફતોમાં અનેક આસ્માની સુલતાનીમાં જૈન નરવીરોએ લાખો *
અને કરોડો પ્રજાજનોને જ નહિ. બ૯ હજારો મૂકપ્રાણીઓને રક્ષણ આપી દેશની મહાન સેવા * બજાવ્યાના અનેક દૃષ્ટાંતો ઇતિહાસના સુવર્ણ પાને નોંધાયા છે. એમાંથી નજીકનો વિખ્યાત * દાખલો ૧૪ મી સદીનો છે કે જ્યારે દેશના વિશાળ ભાગ ઉપર ભયંકર દુષ્કાળ પડી ચુક્યો કે ૐ હતો અને દેશનું માનવધન અને પશુધન ભૂખમરોને મોતની ભયંકર ચિંતામાં ગરકાવ થયું હતું કે * ત્યાં જ પ્રજાના મહાન સદ્ભાગ્યે ભારતના એક ખૂણામાં વસતા માનવતાથી સભર ભરેલા એક * મહામાનવીના હૈયાને કુદરતે સાદ દીધો ઉઠ, જાગ્રત થા, અને કર્તવ્યની મહામૂલી પળ વધાવી
લે, તેને દૂર સુદૂર એક લાંબી નજર ફેકી, તેને પોતાના ભાઈઓ અને દેશ બાંધવો ઉપર * * * ** ***** [ ૧૪૦] ******************