________________
. એમ જાણવા છતાં મારા સ્વભાવ પ્રમાણે એક અંગત વિચાર રજૂ કરૂં છું. છે જો કે છેલ્લાં દશ વર્ષ દરમિયાન હું સમર્થ, અગ્રણી આચાર્યપ્રવરો જેઓ પોતાના સુજ્ઞ . ૬ શિયો પાસે કંઈક કામ કરાવી શકે એવા આચાર્યમહારાજોને ખાસ વિનંતિ કરતો રહ્યો છું કે હું કે તે મારા પોતાનાં અનેક કામોમાં રોકાયેલો છું. ઉંમરના કારણે પણ ઝાઝું કાર્ય કરવાની પરિસ્થિતિ છે એક રહી નથી. આ સંજોગોમાં હું પોતે જૈનધર્મની ભૂગોળ-ખગોળ સિવાયની કેટલીક માન્યતા સાથે |
વિજ્ઞાનનું નિકટપણું કેવું છે? એ અંગે લખવાની તીવ્ર ઇચ્છા છતાં લખી શકું તેમ નથી માટે 25 બુદ્ધિશાળી, ચતુર, હોશિયાર અને ટેકનીકલ સમજ ધરાવનારા જે કોઇ સાધુઓ હાય એવાં બે
ત્રણ સુયોગ્ય સાધુઓને તે તે સંઘાડાના અગ્રણીઓ આ કામ માટે જે રોકે અને તેમને જોઇતા પુસ્તકો, સામાયિકો, સાહિત્ય વગેરેની સગવડ પૂરી પાડવામાં આવે અને એમને જણાવવામાં
આવે કે બે વરસમાં વિજ્ઞાનની બાબતોનું જૈન તત્ત્વજ્ઞાન સાથે ક્યાં ક્યાં નજીકપણું કે સામ્યપણે હું દેખાય છે તે શોધી કાઢે જેથી જૈનતત્ત્વજ્ઞાનની બાબતો સો ટકા સાચી છે એવી પ્રતીતિ લોકોને તે
કરાવવામાં બળ મળે. વિજ્ઞાને એવી કઈ કઈ બાબતો શોધી છે એનો તેઓ સંગ્રહ કરે અને એ કે
સંગ્રહને વિદ્વાન, અધિકારી સાધુઓ તથા ભારતીય કોઇપણ અધિકૃત વૈજ્ઞાનિક જોઇ જાય. તે ક પછી આપણા અભ્યાસી વિદ્વાનો ચકાસણી કરે અને પછી એ સંગ્રહને ગુજરાતી, હિન્દી અને ૬ અંગ્રેજી ત્રણેય ભાષામાં પ્રસિદ્ધિ આપે તો ભારતીય જેનવિજ્ઞાન અને પાશ્ચાત્ય વૈજ્ઞાનિકો વચ્ચે જ હું થોડું સેતુ (પુલ)નું કામ કરશે. જેને-અજૈન પ્રજા ખૂબ આકર્ષાશે. તેથી જાણકારી વધશે, પ્રચાર : તે વધશે, જૈનધર્મના સિદ્ધાંતો પ્રત્યે માન અને ગૌરવ વધશે. જૈનતત્ત્વજ્ઞાન વાંચવાની ભાવના કોક જાગશે. જો કે આજની વિષમ પરિસ્થિતિમાં ભૂગોળ-ખગોળના ગૃહસ્થવિદ્વાનો આ કામ જો કરી
શકે તેમ હોય તો છૂટથી પૈસા ખરચી શકે તેવી સંસ્થા કે વ્યક્તિઓએ આ દિશામાં પ્રયત્ન કરી Bક જોવો જરૂરી ખરો! કે વિજ્ઞાની નથી. વિજ્ઞાનનો ઘણો જ સામાન્ય અભ્યાસી છું જેટલું જાણું, વાંચ્યું તેની છે છે જરૂરી વાતોની નોંધ ૪૬ પાનામાં આપી છે. લખવામાં જાણે-અજાણે ખોટું વિધાન થઇ ગયું તે હોય, ખોટી રજૂઆતો થઇ ગઇ હોય તો ક્ષમાર્થી છું. વાચકો મને જાણ કરે તેવી વિનંતિ.
યશોદેવસૂરિ
================ [ ૧૩૪ ] elsec===============