________________
* જ્યારે વિજ્ઞાન એ ચંદ્રને પૃથ્વીથી છૂટો પડેલો ટુકડો છે એમ માને છે. ચંદ્ર ખડકો, પથ્થરના બનેલા છે એટલે તેઓ ચંદ્રને સ્વયં નિસ્તેજ માને છે. ત્યારે ચંદ્રમાં પ્રકાશ દેખાય છે તેનું શું કારણ? તેના કારણમાં કહે છે કે સૂર્યનું તેજ ચંદ્ર ઉપર પ્રતિબિંબિત થાય છે અને તેથી ચંદ્ર પ્રકાશિત થાય છે. આપણી આ ધરતીથી ઊંચે હજારો માઇલ દૂર જઈએ ત્યારે જ્યોતિષચક્ર આકાશમાં પથરાયેલું આવે છે. સેકડો માઇલના ક્ષેત્રમાં રહેલા જ્યોતિષચક્રને વટાવીને આગળ જઈએ તો કરોડો માઇલ ગયા પછી સ્થિર એવા બાર દેવલોક પૈકીના પહેલા દેવલોકનાં વિમાનોની શરૂઆત થાય છે. પહેલા દેવલોકથી લઇ આ છે વિમાનો અબજોના અબજો માઇલ ઊંચા રહેલાં છે, અને તે એકબીજાથી ખૂબ જ દૂર દૂર હોય છે. બાર દેવલોક, તે પછી નવ ગ્રેવેયક દેવો અને તે પછી અનુત્તર વિમાન આમ ૨૨ પ્રકારના દેવોનો વસવાટ પૂરો થઈ જાય, તે પછી ફક્ત અનુત્તરના મધ્યસ્થ વિમાનની જગ્યાથી બાર યોજન એટલે ૪૮ ગાઉ દૂર અનંત
જ્યોતિરૂપ મોક્ષનું સ્થાન રહેલું છે. તેની નીચે એ સ્થાનનું સૂચન કરતી ૪૫ લાખ યોજન લાંબી-પહોળી અને આઠ યોજન જાડી મહાન સિદ્ધશિલા આકાશમાં અદ્ધર ને રહેલી છે. (આટલી મોટી વિશાળ જંગી સિદ્ધશિલા આકાશમાં નિરાધાર રહી છે) * જ્યારે ઉપરોક્ત વિગતોનું જાણપણું આજના વિજ્ઞાનને જરાપણ થયું નથી. અબજો જ છે નહિ પણ અસંખ્યવાર અબજોના અબજો માઇલમાં ઊંચે ને ઊંચે આકાશ કે અવકાશ વિસ્તાર પામેલું છે, એ બાબતમાં વેજ્ઞાનિકોને ખ્યાલ મલ્યો છે કે કેમ! તે મને જાણવા
મળ્યું નથી. ૧૦. જૈન જ્યોતિષચક્ર આપણી ધરતીથી ઊંચે ૭૯૦ *યોજન ગયા પછી શરૂ થાય છે,
અને ૧૧૦ યોજનમાં ગ્રહો, નક્ષત્ર, તારા બધું સમાપ્ત થાય છે.
* જ્યારે વિજ્ઞાન એ પ્રમાણે માનતું નથી. ૧૧. જેનો ગ્રહોને ઉપરાઉપરી રહેલા માને છે અને એક ગ્રહથી બીજા ગ્રહ વચ્ચે બહુ
જ ઓછું માપ દર્શાવે છે. * જ્યારે વિજ્ઞાન પ્રાયઃ ગ્રહોને ઉપરાઉપરી છે એવું ઓછું માને છે અને એક ગ્રહથી
બીજા ગ્રહ વચ્ચે લાખો, કરોડો, અબજો માઇલનું અંતર બતાવે છે. ૧૨. જૈનો સૂર્ય, ચંદ્ર વગેરેનું બનેલું જ્યોતિષચક્ર મેરુપર્વતને પ્રદક્ષિણા આપતું અવિરત
ગતિ કર્યા કરે છે એમ માને છે. * જ્યારે વિજ્ઞાને આ બધાના કેન્દ્રમાં સૂર્ય માન્યો છે. સૂર્યને કેન્દ્રીય રાજા બનાવ્યો છે અને તમામ ગ્રહ ચર સૂર્યને ફરતા બતાવ્યા છે એમ માને છે. જેને વૈજ્ઞાનિકો સૂર્યમંડળ કે સૂર્યમાળા કહે છે.
ક યોજન એટલે ચાર ગાઉ. =============
==
[ ૧૩૨ ]
ese
ser========