________________
*******************************************************
* * * * * * ************************** * જ્યારે વૈજ્ઞાનિકો દેવલોકને જ માનતા નથી પછી આગળ વાત જ ક્યાં કરવાની રહી!
3. જૈનો આ ધરતીની નીચે ભૂગર્ભમાં અબજોના અબજો માઇલના દીર્ઘ અવકાશમાં સાત નરકપૃથ્વીઓ છે એવું માને છે.
* જ્યારે પરદેશના અજૈન દર્શનો કે વૈજ્ઞાનિકો આ ધરતીની નીચે નરક જેવી વસ્તુ એવું માનતા જ નથી.
૪. આપણે એક લાખ યોજન (૪૦૦ લાખ યોજન) ના જંબુદ્રીપને માનીએ છીએ અને આ કારણે જંબૂદ્રીપના કેન્દ્રમાં આવેલા મેરુપર્વત અને મહાવિદેહને પણ માનીએ છીએ અને તેના છેડે આવેલા ભરતક્ષેત્રને પણ માનીએ છીએ.
&.
* જ્યારે વિજ્ઞાનને ત્યાં જંબુદ્રીપ જેવી કોઇ માન્યતા નથી, એનું સ્વપ્નું પણ નથી એટલ મેરુપવત વગેરેની વાત જ કર્યાં કરવાની રહી!
૫. આપણે અત્યારે જે ધરતી ઉપર રહ્યા છીએ એ ધરતીની નીચે હજારો માઇલ ગયા બાદ આપણી ધરતીને છેડે જ જોડાયેલી સાત નરકપૃથ્વી પૈકી પહેલી નરકપૃથ્વી રહેલી છે. આ જ પૃથ્વીમાં ભવનપતિ અને વ્યંતર દેવો રહેલા છે.
* જ્યારે વિજ્ઞાન આપણી ધરતીની જોડે જોડાયેલી કોઇ જંગી પૃથ્વી છે એવું સ્વીકારતું નથી એટલે નરકો જેવી સૃષ્ટિ નીચે છે એનું તો એને સ્વપ્નું પણ ના આવે.
આપણે (જૈનો), વૈદિક હિન્દુ ગ્રન્થો, બૌદ્ધ ગ્રન્થો અને ઇસુખ્રિસ્તનું લખેલ બાઇબલ વગેરે પ્રાચીન બધા ધર્મો પૃથ્વી સ્થિર છે અને સૂર્ય-ચંદ્ર ફરે છે એવું જણાવે છે. * જ્યારે વિજ્ઞાન પૃથ્વીને ફરતી અને ગોળાકારે માને છે અને સૂર્ય-ચંદ્ર વગેરે સ્થિર છે એમ માને છે.
૭. જૈન ખગોળ આકાશમાં દેખાતા સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા જે દેખાય છે તે
બધા જ સ્ફટિકરત્નનાં તેજસ્વી વિમાનો હોવાથી તેને જોઇએ છીએ અર્થાત્ જે દેખાય છે તે બધા સ્ફટિકરત્નનાં બનેલાં જંગી વિમાનો જ છે અને તેની અંદર અસંખ્ય દેવ-દેવીઓ આમોદ-પ્રમોદમાં જીવન વીતાવી રહ્યા છે. અનાદિથી અનંતકાળ સુધી આ વિમાનોનો ધર્મ ઘુમતા જ રહેવાનો છે એમ માને છે.
* જ્યારે વિજ્ઞાન આકાશમાં દેખાતા ચમકતા સૂર્યાદિ ગ્રહો વગેરેને વિમાનો છે એવું માનતા નથી. સૂર્યને અગ્નિનો ધગધગતો ગોળો માને છે. ચંદ્ર, મંગળ વગેરે ખડકો, પહાડો વગેરેના બનેલા છે એમ માને છે. ત્યાં કોઇ સજીવ વસ્તુ નથી, દેવ-દેવી, પ્રાણી, વનસ્પતિ કે નાનું-મોટું કોઇપણ જાતનું ચૈતન્ય જીવન નથી એમ માને છે.
૮. જૈનો ચંદ્ર સ્વયં પ્રકાશિત છે, ચંદ્રનું વિમાન સ્ફટિકરત્નનું બનેલું છે અને એ મહાન રત્નનો મહાન પ્રકાશ જ ધરતી ઉપર આવે છે એવું માને છે.
* * * * * * * ******
131 | ***********
*********************
********************