________________
米米米米米米米米米米必然然然然然类法选出出出出出张张张光法治法治法治 2પૃથ્વીની નજીક હોવાથી અને ગ્રહો પ્રકાશમાન હોવાથી એમની નજરમાં એ દેખાયું અને એની 2. પર પાછળ સતત લાગી રહ્યા. તેમજ વિશ્વનાં બધાં રાષ્ટ્રો એનાં સંશોધન પાછળ ઝૂકી પડ્યાં અને તે છે ડૂબી ગયા છે. અબજો રૂપિયાના ખર્ચા થઈ ગયા અને થઈ રહ્યા છે. દૂરબીનથી જેવું દેખાતું ગયું ? 6 તેવા નિર્ણયો કરતા રહ્યા, પરંતુ જૈનશાસ્ત્રોએ આકાશમાં જ્યોતિષચક્ર પુરૂં થાય તે પછી ઊંચે ઊંચે હ આકાશમાં જ અબજો માઈલના વિસ્તારમાં વિમાનધારી અને વિમાનવાસી અસંખ્ય દેવોના
અસંખ્ય વિમાનો સ્થિર રહ્યાં છે. તે વિમાનો અનાદિ-અનંતકાળ સુધી એક જ સ્થિતિમાં રહેવાવાળાં છે. વિરાટ આકાશમાં અબજો માઈલ દૂર રહેલાં વિમાનોનાં અસ્તિત્વની ઉપગ્રહો : અને અવકાશયાનો નોધ ન લઇ શકે તે પણ સ્વાભાવિક છે. બાકી સાતે ગ્રહો અને પૃથ્વી વૈજ્ઞાનિકોએ જેટલી જોઇ છે તે બધું વિરાટ જૈન બ્રહ્માંડ આગળ તો બિંદુ જેટલું પણ નથી.
પ્રશ્ર–કોઈ પૂછે કે જૈન ભૂગોળનું પ્રમાણ-માપ શું?
ઉત્તર–ભૂગોળ શબ્દથી ભૂ એટલે પૃથ્વી સાથે સંબંધ ધરાવતી વાત. એ દૃષ્ટિએ વિચારીએ તો માત્ર મનુષ્યલોકની ધરતીનું ગ્રહણ કરાય તો એક રાજ એટલે અસંખ્ય કોટાનકોટી
અર્થાત્ અબજો માઇલનું પ્રમાણ ગણાય, અને આ અબજો માઇલમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રોવાળી ન - પૃથ્વી ગોળાકારે છે.
હવે આગળ વધીએ તો આપણી ધરતીની નીચે પાતાલમાં રહેલી સાત નરકો એ પણ સાત : - પૃથ્વીઓ છે, હકીકતમાં એ ધરતી જ છે. આકાશમાં પણ પૃથ્વી છે અને સિદ્ધશિલાને પૃથ્વી જ કહી છે.
પ્રશ્રકારનો પ્રશ્ન આ ધરતી ઉપરની ભૂગોળ પૂરતો છે જેથી એનો જવાબ માત્ર ઉપર કહ્યું કે છે તેમ મનુષ્યલોકના માપે સમજી લેવો. પણ જો ભૂગોળ શબ્દ ન વાપરીએ તો અલગ અલગ કે પૃથ્વીઓથી વર્તતું સમગ્ર વિશ્વ જેમાં સિદ્ધશિલા, દેવલોક, જ્યોતિષચક્ર, મનુષ્યલોક, અધોલોક- ક
પાતાલલોક અર્થાત્ સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ ત્રણેયનો વિચાર કરીએ તો સમગ્ર વિશ્વ હ ચૌદરાજલોકરૂપ કહેવાય. એક રાજ એટલે અબજોના અબજો માઈલનો વિસ્તાર સમજવાનો એટલે કે
આ વિશ્વ ઠેઠ નીચે પાતાળના તળિયાથી લઈને ઠેઠ ઉપર આકાશના છેડા સુધી પહોંચેલું છે. આ ચૌદરાજલોકરૂપી વિશ્વનો આકાર કેવો હોય તેનું ચિત્ર આ સંગ્રહણી ગ્રન્થમાં આપ્યું છે તે જોઈ જ લેવું. ચૌદરાજલોકરૂપ વિશ્વની લંબાઇ-પહોળાઈ બધે ઠેકાણે એકસરખી નથી, ઓછીવત્તી છે.
આ પ્રમાણે કેટલીક છૂટક છૂટક વિગતો પૂરી થઈ.
25:2
9::[ ૯૩] ::
ceeeeeeee