________________
છે નમ: જૈન ભૂગોળ-ખગોળ તથા વૈજ્ઞાનિકોની ભૂગોળ-ખગોળ અંગે વિવિધ માહિતીઓ રજૂ કરતા અને વિજ્ઞાન વગેરેની અન્ય
વિગતોની જાણકારી આપતા ઉપયોગી લેખો
(બીજી આવૃત્તિમાંથી ઉદ્ભૂત) કી ભૂમિકા–સંગ્રહણીનું પ્રકાશન કરવાની આખરી તૈયારી ચાલતી હતી, ત્યાં એક વિચાર ર આવ્યો કે આપણા જૈન સાધુ-સાધ્વીજીઓને તથા કેટલાક શિક્ષિત શિક્ષકવર્ગમાં જૈન ભૂગોળ
ખગોળની બાબતમાં વિજ્ઞાન” ખરેખર શું કહે છે તે વિષયમાં જોઇએ તેવી જાણકારી હોતી નથી ? નક અને તેઓ વિજ્ઞાનની સાથે તુલના કે સુમેળ કરવા જાય, તો તેનો મેળ કયાંથી બેસે?
વળી વિજ્ઞાનની કેટલીક જરૂરી પ્રાથમિક બાબતોનું જાણપણું થાય, વિજ્ઞાનના અકલ્પનીય આવિષ્કારો જાણીને જડ-પુગલનાં વૈશ્વિક ગહન રહસ્યો કેવાં કેવાં છે, પંચભૂત વગેરેનાં - પુદ્ગલોની અને તેની પરાવર્તન અવસ્થાઓની કેવી કેવી અદ્ભુત આશ્ચર્યજનક ઘટનાઓ છે, તેની તે કંઈક ઝાંખી થાય એ માટે મેં ભૂગોળ-ખગોળના જુદા જુદા વિષય ઉપર વાચકોને જરૂર
ઉપયોગી થાય તેવા લેખો લખ્યા, તે બૃહતસંગ્રહણી ગ્રન્થની આ બીજી આવૃત્તિમાં ખાસ પ્રગટ ક કરીએ છીએ.
- વિશ્વ અમાપ, અપરિમિત અને અત્યન્ત ગહન રહસ્યોથી ભરેલું છે. એમાં રહેલી | સર્જનાત્મક કૃતિઓ તથા રચનાઓ પ્રત્યેક અણુમાં કે કૃતિઓમાં ક્ષણે ક્ષણે પરાવર્તન પામે એ તે એક અજબગજબની રહસ્યમય બાબત છે. એના અતળ ઊંડાણનો તાગ કોઇથી લઇ શકાય તેમ
નથી. વળી પદ્ગલિક પદાર્થની ચિત્રવિચિત્ર ચમત્કારિક લીલાઓ જાણવા મળે એ માટે આ
લેખો લખ્યા છે. હું બહુ ખેદની વાત એ છે કે હું આ બધા લેખો કટકે કટકે લખી શકયો, લખ્યા પછી લેખો િબરાબર ચેક કરી શક્યો નહિ એટલે આ લેખોમાં કોઈ કોઈ વિષયો કે બાબતો બેવડાઈ ગયેલ નીક હશે, વળી એકધારું લખાયું નથી એટલે એકસરખું સંકલન અને વ્યવસ્થા જાળવી શકાણી નથી કે તે માટે દિલગીર છું.
જ ભવિષ્યમાં સમય મળે વિજ્ઞાન અને જૈનધર્મની વૈજ્ઞાનિક બાબતો સાથે આજના જ - વિજ્ઞાનનો ક્યાં ક્યાં અને કેવી કેવી રીતે મેળ ખાય છે તે દર્શાવવા સાથે આજના વૈજ્ઞાનિકોએ - પુગલ વિજ્ઞાન ઉપર કરેલી શોધો માટે લખવા વિચાર છે. પાલીતાણા, ઇ. સન ૧૯૯૦
– વદરસૂરિ 999
****************一&2」****************