________________
નિમિત્ત કારણભૂત હોય છે. બંને નિમિત્ત કારણોના સંયોગથી આત્મગુણોના વિકાસમાં સફળતા મળે છે. અંતરંગ-ચારિત્ર, ક્ષયોપશમ, અપ્રમાદવૃતિ બહિરંગ-સદ્ગુરુનો સમાગમ અધ્યયન-૧૧માં દાવદ્રવ વૃક્ષનું દૃષ્ટાંત છે.
સમુદ્રના કિનારે સુંદર મનોહર દાવદ્રવ નામના વૃક્ષ હોય છે. જ્યારે દ્વીપનો વાયુ વાય છે ત્યારે વૃક્ષ અધિક ખીલે છે અને થોડા કરમાઈ જાય છે. (ર)સમુદ્રનો વાયુ વાય તો ઘણા કરમાઈ જાય છે. થોડા ખીલે છે. (૩)કોઈ પણ વાયુ નથી તો બધા કરમાઈ જાય છે. (૪)બંને વાયુ વાય છે ત્યારે બધા ખીલી ઉઠે છે. સુશોભિત થાય છે.
દાવદ્રવ વૃક્ષની જેમ સહનશીલતાની અપેક્ષાએ સાધુના પણ ચાર પ્રકાર છે. (૧)દેશ વિરાધક (ર)દેશ આરાધક (૩)સર્વ વિરાધક (૪)સર્વ આરાધક. ઉપદેશ:- સર્વ વિરાધક બધાથી નિમ્ન કક્ષાના સાધક છે. દેશ આરાધક શ્રેષ્ઠ છે. દેશ વિરાધક તેનાથી શ્રેષ્ઠ છે. સર્વ આરાધક બધાથી શ્રેષ્ઠ છે.
આમ બધા સાધકોએ ચોથા વિભાગવાળા દાવઢવોની સમાન બની સર્વ આરાધક બનવું જોઇએ. અધ્યયન-૧૨માં જિતશત્રુ રાજા અને સુબુધ્ધિ પ્રધાનની કથા છે.
ચંપાનગરીમાં રાજા જિતશત્રુના સુબુધ્ધિ નામના પ્રધાન હતા. જિતશત્રુ જિનમતથી અનભિજ્ઞ હતા, જ્યારે સુબુધ્ધિ અમાત્ય શ્રમણોપાસક હતા. એક દિવસ રાજા અનેક પ્રતિષ્ઠિત જનોની સાથે ભોજન કરી રહ્યા હતા. સંયોગવશ તે દિવસે ભોજન ખૂબ સ્વાદિષ્ટ બન્યું. રાજાએ ભોજનની પ્રશંસા કરી. અન્ય લોકોએ તેને ટેકો આપ્યો. પરંતુ સુબુધ્ધિ હાજર હતા છતાં મૌન સેવ્યું.
સુબુધ્ધિનું મૌન જાણી રાજાએ વાંરવાર ભોજનની પ્રશંસા કરી, તેથી સુબુધ્ધિને બોલવું પડયું. “સ્વામિ! એમા આશ્ચર્ય જેવું નથી. પુદ્ગલના અનેક પ્રકાર હોય છે. શુભ પુદ્ગલ ક્યારેક અશુભમાં પરિણમન પામે છે, તો ક્યારેક અશુભ પુદ્ગલ શુભમાં પરિણમે છે. અંતે તો પુદ્ગલ જ છે.” રાજાએ મૌન ધારણ કર્યું.
ચંપા નગરીની બહાર એક ખાઇ હતી. તેમાં ગંદુ પાણી ભરેલું હતુ. એકદા રાજા પ્રધાનની સાથે ફરવા નીકળતા ખાઈ પાસેથી પસાર થયા. પાણીની દુર્ગધથી રાજા અકળાઈ ગયા. રાજાએ પાણીની અમનોજ્ઞતાનું વર્ણન કર્યું. ત્યારે સુબુધ્ધિએ પૂર્વ
65