________________
જ સુંદર રીતે આલેખ્યું છે.
કુવલયમાલા” કથામાં પણ આવા વૃતાન્તો આવે છે તેમજ જન્મ-જન્માન્તરની કથાઓ પણ વર્ણવી છે.
આ ઉપરાંત ઉપમિતિભવ પ્રપંચમાં પણ આડકથાઓ અને રૂપક કથાઓનું વર્ણન નિરૂપાયું છે. રસ નિષ્પતિઃ
ભોજન સ્વાદિષ્ટ ત્યારે બને જ્યારે તેમાં મસાલા સપ્રમાણ નાખ્યાં હોય. ભોજનની સ્વાદિષ્ટતા માટે મસાલા આવશ્યક છે. તેવીજ રીતે કથા ત્યારે જ સુંદર બને જ્યારે તેમાં વિવિધ રસો ભળે. કથાના પ્રવાહને આગળ વધારવા તેમજ કથા વસ્તુને મજબૂત તેમજ રસિક બનાવવા રસ આવશ્યક છે. તેમાં શુંગારરસની પ્રધાનતા છે. જૈન કથાઓમાં શૃંગાર, કરૂણ અને અંતે શાંત રસ હોય જ છે. જ્યારે પાત્રનો ભોગાવલી કર્મનો ઉદય છે ત્યારે શુંગારરસનું વર્ણન આવે છે. ત્યાર બાદ મુખ્ય પાત્ર જ્યારે દીક્ષા લે ત્યારે સ્વજન, સંબંધી શોકમય બને છે ત્યારે કરૂણ રસનું વર્ણન આવે છે. અંતે દીક્ષા લઈ વૈરાગ્ય વાસિત બની આરાધના દ્વારા દેવલોક કે મોક્ષસુખ પ્રાપ્ત કરે છે ત્યારે શાંત રસનું વર્ણન આવે છે.
આ ઉપરાંત પાપના ફળને બતાવવા બીભત્સ રસનું તેમજ ભયાનક રસનું વર્ણન આવે છે. તેમજ કથાને રસપ્રદ બનાવવા ચમત્કારો બતાવવામાં આવે છે. જેમકે, સોટી મારતા ચંદરાજાનું મૂર્ષિત થવું, ઝાડનું ઉડવું, આરામશોભાની કથામાં આરામ શોભા જ્યાં જાય ત્યાં બગીચો સાથે જાય, ચંદરાજાને મેલી વિદ્યાથી કૂકડો બનાવે, મંત્રોચારવાળું પાણી છાંટવાથી શ્રીપાળ કુંવરનો કોઢ મટી જાય છે. જલતરણી, શસ્ત્રહરણી વિદ્યા, રામાયણમાં પત્થરોનું પાણીમાં તરવું વગેરે અભુત રસ દ્વારા કથાને રસપ્રદ બનાવવામાં આવે છે.
રાજુલનો વિલાપ રજુ કરતા એવો કરૂણ રસ વર્ણવાયો છે જેનાથી વાચકની આંખમાં આંસુ આવી જાય છે. યુધ્ધોના વર્ણન દ્વારા વીર રસનું વર્ણન પણ કથામાં આગવું સ્થાન ધરાવે છે. પરમાત્મા જ્યારે દીક્ષા લે ત્યાર બાદ વિહાર કરતા જે ઉપસર્ગો સહન કરે છે તેમાં રસ ઉપસી આવે છે. તેઓની વીરતાના દર્શન થાય છે. તેઓ વગર શસ્ત્ર આ યુદ્ધમાં વિજેતા બને છે.
| વિક્રમ ચરિત્ર જેવી કથામાં હાસ્યરસની પ્રધાનતા જોવા મળે છે. શ્રીપાળકુંવર જ્યારે કુબડાનું રૂપ કરે છે ત્યારે તેનું વર્ણન વાંચતા વાચકને હાસ્ય આવી જાય છે. હાસ્યરસથી કથામાં નવો વળાંક આવે છે અને કથા વધુ રસપ્રદ પણ બને છે.
39.