________________
સુનંદાબેન વહોરા રચિત કૃતિઓ નીચે મુજબ છે. (૧) અનોખી મૈત્રી
ઇ.સ.૨૦૦૮ (૨) લબ્ધિના ભંડાર
ઈ.સ.૧૯૯૨ (૩) મારી મંગલયાત્રા
ઈ.સ.૨૦૦૬ (૪) મયણા સુંદરી અને શ્રીપાળરાજા ઇ.સ.૧૯૯૪ (૫) સંયમવીર સ્કુલભદ્ર
ઇ.સ.ર૦૦૫ મારી મંગલ યાત્રામાં સુનંદાબેન વહોરાની જીવન યાત્રાનું વર્ણન કર્યું છે. સુનંદાબેન વહોરા સંકલિત શ્રી કલ્પસૂત્ર-કથાસારને આધારે
ભગવાન નષભદેવનું જીવન ચરિત્ર - પૂર્વભવઃ૧. ધન્ના સાર્થવાહ (ઋષભદેવનો આત્મા)
અપર મહાવિદેહ ક્ષેત્રના ક્ષિતિપ્રતિષ્ઠ નગરમાં ધન્ય નામનો સાર્થવાહ રહેતો હતો. તેની પાસે વિપુલ વૈભવ હતો. એકવાર તે વ્યાપાર અર્થે નીકળ્યો. માર્ગ ઘણો વિકટ હતો.
ધર્મઘોષ આચાર્ય તથા તેમના શિષ્યો વસંતપુર ધર્મપ્રભાવનાને અર્થે જવા માંગતા હતા. તેમણે ધન્ય સાર્થવાહ પાસે જઈને તેમની સાથે વસંતપુર જવાની ભાવના જણાવી. ધન્ય સાર્થવાહ આ સાંભળી આનંદ પામ્યો તેણે આચાર્ય તથા અન્ય શિષ્ય સમુદાયની ભોજનાદિ આદિ તમામ વ્યવસ્થા યોગ્ય રીતે અનુચરોને સોંપી.
સાર્થવાહ અને આચાર્ય સૌ જંગલના માર્ગેથી પસાર થઈ આગળ વધી રહ્યા હતા. સમય પસાર થઈ રહ્યો હતો. ત્યાં તો વર્ષાઋતુનું આગમન થઈ ચૂક્યું. સાધુ આચાર પ્રમાણે આચાર્યનો પરિવાર યોગ્ય સ્થળે રોકાઈ ગયો. જંગલમાં વર્ષાને કારણે કાદવ થવાથી ધન્ય સાર્થવાહનો સમુદાય પણ રોકાઈ ગયો. ધાર્યા કરતાં ચોમાસાંનો કાળ વધુ લંબાયો. સાર્થવાહને પણ રોકાઈ જવું પડ્યું. તેમની પાસે ખાદ્યસામગ્રી ખુટી જતાં તેઓ કંદમૂળ વગેરેને ગ્રહણ કરી સમય પસાર કરવા લાગ્યા.
આ બાજુ આચાર્ય અને તેમના પરિવાર આચાર પ્રમાણે ભિક્ષા મળે તો ગ્રહણ કરતા અથવા અનશન કરી લેતા. એકવાર અચાનક સાર્થવાહને સ્મૃતિ થઈ કે અરે! આ સાધુગણનું શું થયું હશે? તરત જ તે આચાર્ય પાસે પહોંચ્યો. અને ઘણા પ્રયત્ન
569