________________
“મધુસંચય પુસ્તક”માં જીવનસૌરભ, પ્રતિબિંબ, પ્રેરણાની પરબ, હંસનો ચારો, ઉર્મિ અને ઉદધિ, ભવનું ભાતું, બિંદુમાં સિંધુ, કણમાં મણ, ૩૦ દિવસની ૩૦ વાતો આદિ પ્રકરણોનો સમાવેશ થાય છે. બિંદુમાં સિંધુ પુસ્તકમાં ચિત્રભાનું કહે છે કે,
ગુલાબ એ ફુલોનો રાજા છે એનો રંગ, એનું રૂપ એની સુગંધ, એની રચના એની પાંખડીઓ બધું જ અપૂર્વ! પણ એ ગુલાબને પોતાનું આ અપૂર્વ સૌન્દર્ય પ્રાપ્ત કરવામાં મૂક અવસ્થામાં કાંટાના કેવા કેવા જખો સહેવા પડ્યા હોય છે, તે એના નાજુક હદય સિવાય કોણ જાણે? આ પુસ્તકમાં એ સિંધુ જેવા ઉદાર ચરિત મહાપુરૂષોના જીવન વૃત્તના થોડા બિંદુઓ આપ્યા છે. કોઈ ન ભૂલ કે બિંદુઓએ જ સિંધુ સર્યો છે! આ જીવન-બિંદુ સૌ કોઇનું લક્ષ્યબિંદુ બની રહે."
આ પુસ્તકમાં ૩૭ વૃત્તાંત છે, જેમકે, લઘુ અને ગુરૂ, વીતરાગનો માર્ગ, જાગૃતિનો જય હો, વિનિમય, વિજય ધ્વજ, પાણીનો વિવેક, જેણે છોડ્યું તેને કોઈ ન છેડે, જ્વાળા અને જળ, માન ગળે તો જ્ઞાન મળે, સંસારની શેરડી, હાથે કરીને હેરાન, સંતનું નામ, બિંદુમાં સિંધુ, અભયદાન શા માટે શ્રેષ્ઠ, ઇજ્જત કોણે લીધી, ક્રોધ નહિ ક્ષમા કર, દષ્ટિ તેવી સૃષ્ટિ, અર્પણ અને ધર્મ, કબ્રસ્તાન નથી, હિંસા પર વિજય, મારું નમન શ્રમણ તત્ત્વને છે, મૈત્રીનું માધુર્ય, અપકારી પર પણ ઉપકાર, અંતરનું અજવાળું, પારસમણિ, પ્રકાશને અંધકાર, રક્ષાને કાજે, એ બધા દલાલના તોફાન, રૂપનો ગર્વ, અર્પણ, પુનિયો શ્રાવક, બલિ, સંસ્કૃતિને ઘડનારો શિલ્પી, પ્રેમના ટેભા, અંતર પટ, આચરણ, જિજ્ઞાસા.
બિંદુમાં સિંધુ વૃત્તાંતમાં જે રીતે પ્રકૃતિનું વર્ણન કર્યું છે. તે વાંચતા જ આપણી આંખ સામે દેશ્ય ખડું થઇ જાય છે. સુંદર દૃશ્ય જોઈ આનંદઘનજીના ભક્તનું હૈયું નયન મનોહર દશ્યથી નર્તન કરવા લાગ્યું. ત્યારે એ ભક્ત આનંદઘનજીને એ દશ્ય જોવા બોલાવે છે ત્યારે આનંદઘનજી કહે છે, વત્સ! તુ અંદર આવ જેના માત્ર એક જ કિરણમાં વિશ્વની સમસ્ત લીલા અને શોભા સમાઈ જાય એવા અનંત કિરણોથી શોભતા આત્માની આત્મલીલા અહીં ભમી છે તે અંદર આવ. આવો અવસર ફરી નહિ આવે.
કેવો અદ્ભુત આત્માનો અનુભવ હશે. આપણે આ નાના વૃત્તાંત દ્વારા સમજી શકીએ છીએ. પ્રકૃતિની લીલા કરતા અનંત ઘણી સુંદરતા તે અનુભવમાં હશે એવું કહી શકીએ. ચિત્રભાનુજીની વૃત્તાત રજૂ કરવાની આ સર્જન શક્તિ ખરેખર અનુમોદનીય છે.
566