________________
પરનો મહોત્સવ નજર સમક્ષ આવી જાય છે.
નગરીના વર્ણનો પણ એટલી જ સુંદર રીતે વર્ણવાયા છે. હરિબલ માછીના રાસમાં લંકા નગરીનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે, ચંદરાજાના રાસમાં આભાપુરી નગરીનું વર્ણન ખૂબ જ સુંદર રીતે આલેખાયું છે.
આ ઉપરાંત અટવીઓ, સમુદ્રના તોફાનોના વર્ણનો પણ ઘણી કથાઓમાં આવે છે. પર્વતો આદિના વર્ણનો પણ ત્રિષષ્ઠિ શલાકા પુરુષમાં આવે છે.
શ્રીપાળરાજાના રાસ, ચંદરાજાના રાસ, ચોવીશ તીર્થકર ચરિત્ર, કુમારપાળ રાજાનું જીવન ચરિત્ર, કુવલયમાલા, સમરાદિત્ય ચરિત્ર આદિમાં જે રીતે રાજાના વર્ણન કર્યા છે તે વાચતા વાચકના માનસપટ પર રાજાનું ચિત્ર ઉપસી આવે છે.
આ ઉપરાંત નારકીના વર્ણનો દ્વારા નરકનું ચિત્ર એવું ઊભું થાય છે કે વાંચનાર કે સાંભળનાર પાપ કરતા અટકી જાય છે. તથા દુષ્કાળના વર્ણન, સંધ્યા, રાત્રિ, પ્રભાતના વર્ણનો પણ આવે છે. તે દ્વારા સંધ્યા અને પ્રભાતનું સૌદર્ય તેમજ રાત્રિની ભયાનકતા વર્ણવાય છે. રાત્રિ અને દિવસના જુદા જુદા પહોરનું, મેઘધનુષનું, અષ્ટપ્રવચનમાતા આદિના વર્ણનો આવે છે.
ચક્રવર્તીના ચરિત્રોમાં તેમના ચૌદ રત્નોનું તેમજ તેમના દિવ્યભવ સુખોના વર્ણનો આવે છે.
દેવલોકના વર્ણનો પણ કથા દરમ્યાન આવે છે. મહાભારત જેવી કથામાં યુધ્ધના વર્ણન પણ સુંદર રીતે આલેખાયું છે.
સતીઓના ચરિત્રોમાં સતીના ચારિત્રનું વર્ણન રજૂ થાય છે તેમજ તે અલગઅલગ કસોટીમાંથી પાર ઉતરે છે તેના પણ પ્રસંગો આલેખાયા છે.
રાજકુમારીના લગ્નના વર્ણન દરમ્યાન સમસ્યા રજૂ કરી સ્વયંવર યોજાય છે તેના વર્ણન દ્વારા વાચકનો માનસપટ પર રાજસભા તેમજ રાજકુમારીનું ચિત્રપટ તૈયાર થાય છે. જેનાથી વાચકને કથાની અંદર રસ પડે છે.
આ ઉપરાંત કેટલીક કથામાં તે સમયના સામાજિક રીતિ રિવાજોના પણ વર્ણનો આવે છે. જેમકે શ્રીપાળરાજાના રાસમાં શ્રીપાળકુંવરના લગ્નના વર્ણનમાં રીતિરિવાજોનું વર્ણન છે. રામાયણ, મહાભારતમાં પણ તે સમયના વર્ણનો આવે છે.
આમ, વર્ણનોની વિવિધતા વિવિધ કથાઓમાં જોવા મળે છે. જેમ નદી વહે તેમ વર્ણનોના કારણે કથા પ્રવાહ વહેતો રહે છે. આ રીતે વર્ણનોનું પણ કથામાં આગવું
35