________________
રતિલાલ દીપચંદ દેસાઈ, જીવન ઝંખી
જન્મઃ તાઃ ૧૨/૯/૧૯૦૭. અવસાનઃ તાઃ ૭/૧૨/૧૯૮૫ રતિભાઇના પિતા દીપા-ભગત કહેવાતા. દીક્ષા પણ લીધેલી એ ધાર્મિકતા રતિભાઈના જીવનમાં જુદી રીતે ખીલી. એમના સમગ્ર ઘડતરમાં સંપીલા, સંસ્કારી કુટુંબનું વાતાવરણ, પંડિતો, મુનિવરોની દીર્ઘકાલીન છત્રછાયા અને આપકમાઇનો સંજોગ-આ બધાએ ભાગ ભજવ્યો.
એમના સાહિત્યમાં જૈન ધર્મ ને ઇતિહાસનું એમનું ઊંડું અધ્યયન ખૂબ ડોકાય પણ કયાંય-સાંપ્રદાયિક્તા નહિ. શિવપુરી (મ.પ્ર.)ની જેને સંસ્કૃત પાઠશાળામાં એમનું ખૂબ સમતોલ ઘડતર થયું હતું.
શ્રી રતિભાઇ મૂળે તો ઠરેલ ચિંતન-વિવેચનનો જીવ. જૈન ધર્મ, જૈન સંઘ તેમ જ રાષ્ટ્રજીવન વિષે એમના વિચારો ચોખ્ખા ચણક ને પાકા, છતાં સૌમ્ય. જૈન, સત્યપ્રકાશ અને એ બે સામાયિકો દ્વારા વર્ષો સુધી નિર્ભય સત્યકથનનો પરિશ્રમ કર્યો. એમની વાર્તાઓમાં ય આવું ગંભીર વિચાર ભાતું ખૂબ મળે.
દરેક બાબતનો સાચો ઇતિહાસ જાણીને, તપાસ કરીને લખે. વાર્તાઓમાંય એવું પુરું ધ્યાન રાખે. એમની આવી ચીવટને કારણે એમની કલમે કચ્છના ભદ્રેશ્વર તીર્થનો સુંદર ઈતિહાસ તેમજ આણંદજી કલ્યાણજીની પેઢીનો વિસ્તૃત ઇતિહાસ પણ મળ્યા. ઉપરાંત અનેક વ્યક્તિ ચરિતો, તીર્થ પરિચયો રસાળ ભાષામાં લખ્યા.
સાથે સાથે દેશની આમ પ્રજા વિશે, કુટુંબ-સમાજ વિશે, અર્થકારણની બેઢંગી રફતાર વિષે એમની ઊંડી જાણકારી અને સંવેદના. ટૂંકી આવક, છતાં અપાર અતિથિભક્તિ, માનવભક્તિ. એમની અનેક વાર્તાઓમાં આ માનવભક્તિ ઉભરાય
સમાજના અવગણાયેલા અંગરૂપ નારી બાબત એમના હૃદયમાં ઊંડા આદર અને કરૂણા. અટલે એમના હૈયે ચડેલાં અનેક નારીચરિતો આમાં સુપેરે ડોકાય છે. રતિલાલ દીપચંદ દેસાઇ દ્વારા રચિત કથા સાહિત્ય-૨ (અભિષેક) પુસ્તક વિશે આચાર્ય શીલચંદ્રસૂરિ કહે છે કે,
રતિભાઈનું વાર્તા સાહિત્ય કેટલું બધું સમૃધ્ધ તેમજ વૈવિધ્યસભર છે તેમને દસેક વાર્તા સંગ્રહોને અવલોકીએ ત્યારે જ સમજાય. તેમણે જેન ગ્રંથોમાં મળતા કથા પ્રસંગોને મમળાવ્યા છે. તેનો પ્રવર્તમાન દેશ-કાળને અનુરૂપ પકડાયો છે અને પછી તે મર્મને કેન્દ્રમાં રાખી હૃદયસ્પર્શી, પ્રતીતિકર તેમજ મૂળ કથાનકના વસ્તુને પૂર્ણ ન્યાય
554