________________
લેવાનું એ એમની ટેવ. જયભિખ્ખએ પોતાના જીવન આરંભકાળમાં જીવનની કસોટી કરે એવી ત્રણ પ્રતિજ્ઞાઓ કરી. પૈતૃક સંપતિ લેવી નહિ, નોકરી કરવી નહિ અને કલમના આશ્રયે જિંદગી વિતાવવી. આ પ્રતિજ્ઞાઓ એમને સંઘર્ષની એરણ ઉપર ઠીક ઠીક કસ્યા પણ ખરા. છેવટે મા શારદાની સેવા-ઉપાસનાની દેઢ તમન્નાએ જયભિખ્ખને યશ અપાવ્યો. શિવપુરીના ગુરૂકૂળમાં ડૉ.ક્રાઉઝ નામના વિદૂષીનો સંપર્ક અને સમાગમ તેમને થયો. આથી પાશ્ચાત્ય સાહિત્ય અને સંસ્કારનો તેમને પરિચય થયો. મધ્યપ્રદેશમાં લાંબો સમય રહેવાને કારણે હિંદી ભાષાનો પણ સારો મહાવરો કેળવાયો. ‘તું તારો દીવો થા” એ જયભિખ્ખના જીવનનું પ્રિય સૂત્ર હતું. જયભિખ્ખના પુત્ર કુમારપાળને પણ સાહિત્યના સંસ્કાર વારસામાં મળ્યા છે. વિનયી, વિવેકી અને તેજસ્વી એવા કુમારપાળ દેસાઈને પણ એમની આરંભની કારર્કિદીમાં જ સાહિત્ય ક્ષેત્રે નોંધનીય સિધ્ધિ પ્રાપ્ત થઇ. ગુજરાત સરકારે ‘લાલ ગુલાબ” અને “ડાહ્યા ડમરાને ઇનામ આપી તેમનું સન્માન કર્યું છે.
જયભિખ્ખના સાહિત્યિક વ્યક્તિત્વને ઘડવામાં અન્ય મહાનુભાવોએ પણ સારો એવો ફાળો આપ્યો છે. સંસારી જનોની જેમ સાધુજનોની પણ તેઓ સ્નેહભાજન હતા. મુનિશ્રી ચિત્રભાનુ, મહંત શ્રી શાંતપ્રિસાદજી, ગોસ્વામી મુગટલાલજી, મહાસતી ધનકુંવરબાઈ વગેરેની તેમની ઉપર ગાઢ પ્રીતિ હતી. તેમની પાસેથી જયભિખ્ખને અવારનાર માર્ગદર્શન પણ મળતું હતું. પ.પૂ.મોટાના તથા પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીના આર્શીવાદ અનેકવાર એમને પ્રાપ્ત થયેલા. મહાન જાદુગર કે.લાલ સાથે પણ એમને ગાઢ સંબંધ હતો. જૈન કથાસાહિત્યને સર્વ સમાજોપયોગી બનાવવાની આકાંક્ષામાંથી જૈન કૃતિઓનું સર્જન તેમના દ્વારા થયું છે. સંસારના, ઇતિહાસના, સાહિત્યના અને શાસ્ત્રના પ્રેરક બળે જયભિખ્ખું ચેતનવંતા બન્યા છે. એમનું વ્યક્તિત્વ awe-inspiring ભયયુક્ત માન પેદા કરે તેવું નહિ પરંતુ મેગ્નેટિકચુંબકીય છે.
જયભિખ્ખએ સૌથી પહેલી કૃતિ ભિક્ષુ સાયલાકર'ના નામથી ઇ.સ. ૧૯૨૯માં લખી હતી જેમાં તેમના ગુરૂ વિજયધર્મસૂરિજીનું જીવનચરિત્ર આલેખ્યું હતું. વર્ષો સુધી એમણે જૈન જ્યોતિ અને વિદ્યાર્થી સાપ્તાહિકમાં નવા વિચારો પીરસ્યા હતા. આ સિવાય સંદેશ, ગુજરાત સમાચાર, જયહિંદ, ફૂલછાબ, ગુજરાત ટાઈમ્સ પણ તેમની કલમે ઘણી પ્રસિદ્ધિ મેળવી.
ઈ.સ.૧૯૬૯ ના વર્ષની દિવાળી વખત તેમની તબિયત ઠીક ઠીક લથડી ગઈ હતી. ઇ.સ.૧૯૬૯ના ડિસે.ની ર૪મી તારીખને બુધવારે જયભિખ્ખની સ્થળ જીવન લીલાની સમાપ્તિ થઈ.
551