________________
શૈલી એવી છે કે પાત્ર જીવંત બની જાય છે.
રાજપુરોહિત વિશ્વભુતિના પુત્ર શિવકેતુના પૂર્વભવનું વર્ણન પણ હૃદયસ્પર્શી છે. કરેલા કર્મો ભોગવવા જ પડે છે તેવો બોધ આપે છે. કર્મબંધનથી છૂટવા માટે ત્યાગનો માર્ગ અપનાવવા માટે શિવકેતુ જ્યારે તેના માતા પિતાને વાત કરે છે ત્યારે એ સંવાદ પણ રસમય છે. વાચકને કુતૂહલ ઉપજે તેવા છે.
લેખકની શૈલી નાટ્યાત્મક છે. જાણે કોઈ નાટક ચાલી રહ્યું હોય તે રીતે સંવાદો મૂક્યા છે. આ કથા દ્વારા લેખકે જૈન ધર્મના રહસ્યો તેમ જ ભરપૂર તત્ત્વરસ પીરસ્યો
કુબેરના વ્યક્તિત્વનું વર્ણન કરતા તેઓશ્રી કહે છે કે “ઉત્તમ સંસ્કાર, સહજવિનય અને તીક્ષણ પ્રજ્ઞા-આ ત્રણનો સુમેળ ધરાવતા કુબેરદત્તે અત્યંત ઝડપથી બધી કળાઓ, વિદ્યાઓ તથા શાસ્ત્રો હસ્તગત કરી લીધાં.”
આમ, ઓછા શબ્દોમાં અલંકારિત વાક્યો દ્વારા તેનું પાત્ર ઉપસાવ્યું છે.
વજકુંડલ અને વીરસેનના ગુણોનો પરિચય કરાવતા આચાર્યશ્રી વીરસેનની વીરતા અને બુદ્ધિમત્તાના દર્શન પણ આ કથામાં કરાવે છે.
શ્રીવર્મકુમારની વિશાલ યાત્રાનું વર્ણન પણ ખૂબ જ સુંદર રીતે કર્યું છે શ્રીવર્મકુમારના વિનયવિવેક આદિ ગુણો પણ લેખકે આલેખ્યા છે. સુપાત્રદાનનું મહત્ત્વ પણ વર્ણવ્યું છે.
મુનિસુવ્રત સ્વામીનો ભવ વર્ણવતા પ્રથમ વાક્ય દ્વારા શિવકેતુથી મુનિસુવ્રત સ્વામીના ભવ સુધીના ઉત્થાનને ઉત્ક્રાંતિ શબ્દ વાપરી એક અનોખી શૈલીથી રજૂ કરે છે. જેમકે,
શિવકેતુની ઉત્ક્રાંતિયાત્રાનો હવે અંતિમ મુકામ આવી પહોંચ્યો છે. ઉત્ક્રાંતિ સામાન્ય રીતે બે પ્રકારે હોયઃ માનવીય અને આધ્યાત્મિક. માનવીય ઉત્ક્રાંતિ એ આધુનિક વિજ્ઞાનની કલ્પનાની નીપજ ગણાય. જ્યારે આધ્યાત્મિક ઉત્ક્રાંતિની વાસ્તવિકતા એ વિજ્ઞાનવાદ માટે હજી એક રહસ્યમય કલ્પના જ છે.
તીર્થંકર પરમાત્મા મુનિસુવ્રતસ્વામીના જન્મનું વર્ણન પણ આધુનિક ઢબથી કર્યું
મુનિસુવ્રતસ્વામીના જન્મ, રાજ્યાભિષેક, વર્ષીદાન, દિક્ષાયાત્રા, દીક્ષા, વિહાર, અશ્વને પ્રતિબોધ કર્યો તે કેવળજ્ઞાન, નિર્વાણ આદિ વર્ણનો નોંધપાત્ર છે.
522