________________
(૨) મનોરંજનની સાથે નાયક આદિના સગુણોનો પરિચય આપવો. (૩) શુભાશુભ કર્મોના પરિણામો જોઇને એને સત્કર્મો અથવા નૈતિક આચરણ માટે પ્રેરિત કરવું. (૪) શરીરની અશુચિતા અને સાંસરિક સુખોની નશ્વરતાને બતાવી વૈરાગ્યની દિશામાં પ્રેરિત કરવા. (૫) કેટલીક અપવાદિક પરિસ્થિતિઓમાં અપવાદ માર્ગના સેવનના ઔચિત્ય અને અનોચિત્ય સ્પષ્ટ કરવું. (૬) પૂર્વભવ અને પરવર્તી ભવોની સુખદુ:ખ ચર્ચાના માધ્યમથી કર્મ સિધ્ધાંતની પુષ્ટિ કરવી. (૭) દાર્શનિક સમસ્યાઓનું સહજ રૂપમાં સમાધાન પ્રસ્તુત કરવું જેમ કે આત્માના અસ્તિત્વની સિધ્ધિ માટે ઉત્તર. આ પ્રકારે ક્રિયમાણ કૃત અથવા અકૃતના સમ્બન્ધમાં જમાલીનું કથાનક અને એમાં પણ સાડી બાળવાનો પ્રસંગ." ભાષાની દૃષ્ટિએ વિચાર કરતા વિદ્વાન ડૉ.સાગરમલ જેન કહે છે કે,
“જૈન કથા સાહિત્ય પ્રાકૃત, સંસ્કૃત, કન્નડ, તામિલ, અપભ્રંશ, મારુગુર્જર, હિન્દી, મરાઠી, ગુજરાતી તેમ જ બંગાળીમાં પણ લખાયું છે. પ્રાકૃતના અનેક રૂપોમાં અર્ધમાગધી, જૈન શીરસેની, મહારાષ્ટ્રી આદિમાં જેનકથા સાહિત્ય લખાયું છે. જે આજે પણ ઉપલબ્ધ છે. આજે જે જૈન કથા સાહિત્ય વિભિન્ન પ્રાકૃત ભાષાઓમાં ઉપલબ્ધ છે. એમાં સૌથી ઓછું શોરસેનમાં મળે છે. એની અપેક્ષાએ અર્ધમાગધી ચા મહારાષ્ટ્રી પ્રભાવિત અર્ધમાગધીમાં વધારે છે, કારણ કે ઉપલબ્ધ આગમ અને પ્રાચીન આગમિક વ્યાખ્યાઓ આ જ ભાષામાં લખેલ છે. જ્યારે મહારાષ્ટ્ર પ્રાકૃતમાં જૈન કથા સાહિત્ય એ બેઉ ભાષાઓની અપેક્ષાએ વિપુલ માત્રામાં પ્રાપ્ત થાય છે. અને એના લેખનમાં શ્વેતાંબર જૈનાચાર્યો અને મુનિઓનું યોગદાન અધિક છે. મહારાષ્ટ્રી પ્રાકૃત કથા મુખ્યતઃ પદ્યાત્મક છે. મોટે ભાગે ખંડકાવ્ય ચરિત્રકથા અને મહાકાવ્ય સ્વરૂપે છે. જોકે ધૂર્તાખ્યાન' જેવા કથાપક અને ગદ્યાત્મક ગ્રંથ પણ આમાં ઉપલબ્ધ થાય છે. આ ભાષામાં સર્વાધિક કથા સાહિત્ય લખાયું છે. અને અધિકાંશતઃ આજે ઉપલબ્ધ પણ છે. પ્રાકૃત પ્રખ્યાત અનેક મહત્ત્વપૂર્ણ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચિત છે. જેમ કે દિગમ્બર પરંપરામાં અનેક પુરાણ, શ્વેતામ્બર પરંપરામાં હેમચંદ્રનું ‘ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર', દિગમ્બર પરંપરામાં ‘વરાંગ ચરિત્ર' આદિ. આગમોમાં વૃત્તિઓ અને ટીકાઓ પણ સંસ્કૃત ભાષામાં લખાઈ છે. એના અંતર્ગત અનેક કથાઓ સંકલિત છે. મોટા ભાગની કથાઓ પ્રાકૃત આગમિક વ્યાખ્યાઓમાં સંગ્રહિત